IND vs SL: હાર્દિક પંડ્યાને લઇને ગાવાસ્કરે કહ્યુ ઓલરાઉન્ડરમાં વિકલ્પ શોધવા બીજાને મોકો આપવો જોઇએ

હાલમાં ભારત અને શ્રીલંકા (India vs SriLanka) વચ્ચે વન ડે શ્રેણી રમાઇ હતી. ભારતે શ્રેણી તો જીતી લીધી પરંતુ હાર્દિક પંડ્યા જે દરમ્યાન નબળા ફોર્મમાં રહ્યો હતો. જેને લઇને હવે ગાવાસ્કરે તેને નિશાને લીધો છે.

IND vs SL: હાર્દિક પંડ્યાને લઇને ગાવાસ્કરે કહ્યુ ઓલરાઉન્ડરમાં વિકલ્પ શોધવા બીજાને મોકો આપવો જોઇએ
Sunil Gavaskar-Hardik Pandya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 11:44 AM

શ્રીલંકા સામે મર્યાદીત ઓવરોની સિરીઝમાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) નુ ફોર્મ ચિંતાનુ કારણ બની ચુક્યુ છે. હાર્દિક પંડ્યા વન ડે સિરીઝ અને પ્રથમ T20 મેચમાં પણ ખાસ કંઇ દેખાવ કરી શક્યો નથી. તેનુ બેટ પણ લાંબા સમયથી શાંત છે. તેના કારણે હવે ટીમમાં તેના સ્થાનને લઇને સવાલ ઉઠવા લાગ્યા છે. હાર્દિક પંડ્યાને લઇ દિગ્ગજ સુનિલ ગાવાસ્કરે (Sunil Gavaskar) વાત કહી છે. ગાવાસ્કરે હવે બીજાને મોકો આપી ઓલરાઉન્ડર શોધવા કહી તેને નિશાને લીધો છે.

શ્રીલંકા સામે હાલમાં જ સમાપ્ત થયેલી એક દિવસીય સિરીઝમાં પંડ્યાએ બે ઇનીંગમાં બેટીંગ કરી હતી. બીજી વન ડેમાં તે ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થઇ ચુક્યો હતો. પ્રથમ અને અંતિમ વન ડેમાં તેને શરુઆત મળી હતી. પરંતુ હાર્દિક પંડ્યા તેને મોટા સ્કોરમાં બદલી શક્યો નહી. T20 સિરીઝની પ્રથમ મેચમાં તે માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. પીઠની ઇજા બાદથી હાર્દિક બોલીંગ પણ ખૂબ ઓછી કરતો નજર આવ્યો છે.

ભારત પાસે બે ખેલાડીઓનો વિકલ્પ

સુનિલ ગાવાસ્કરે કહ્યુ હતુ કે, ફક્ત પાછળના પ્રદર્શનના આધારે હાર્દિક પોતાના પર ભરોસો નથી કરી શકતો. તે આગળ જેટલી વાર નિષ્ફળ થશે, એટલી વખત તેની પર દબાણ વધતુ જશે. ગાવાસ્કરને લાગે છે કે, ભારત પાસે બે ખેલાડીઓમાં બેકઅપ ઓલરાઉન્ડર વિકલ્પ છે. જો તેમને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો, તે હાર્દિકનુ સ્થાન લેવા માટે સક્ષમ છે.

સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર

દિપક અને ભૂવનેશ્વરને તૈયાર કરવામાં આવે

આપણે હાલમાં દિપક ચાહરને જોયા. તેમણે સાબિત કર્યુ હતુ કે, તે એક ઓલરાઉન્ડર બની શકે છે. આપણે ભૂવનેશ્વવરને તે મોકો નથી આપ્યો. બે ત્રણ વર્ષ પહેલા, જ્યારે ભારત શ્રીલંકામાં રમ્યુ હતુ, ત્યારે તેણે ધોનીન સાથે મળીને ભારતને એક મેચ જીતાડી હતી. તેની પર મેચમાં ભારતે 7-8 વિકેટ ગુમાવી દીધી હતી. તેના બાદ ભૂવનેશ્વર અને ધોનીએ ભારતને મેચ જીતાડી હતી.

ચાહરે બીજી વન ડેમાં અણનમ 69 રનની શાનદાર ઇનીંગ રમી હતી, ભારતને તેણે મુશ્કેલ સ્થિતીમાંથી બહાર નિકાળ્યુ હતુ. તેણે ટીમને જીત સુધી પહોંચાડી હતી. ગાવાસ્કરને લાગે છે કે, એવુ કોઇ કારણ નથી કે, ચાહર અને ભૂવનેશ્વરને યોગ્ય ઓલરાઉન્ડરના રુપમાં તૈયાર ના કરી શકાય.

ફક્ત એક ખેલાડી પર નિર્ભર છે ટીમ

ગાવાસ્કર એ કહ્યુ, તમે ક્યારેય વિચાર્યુ નહોતુ કે, આ બંને ખેલાડીઓ ઓલરાઉન્ડર પણ હોઇ શકે છે. તેમની પાસે તે બેટીંગની ક્ષમતા પણ છે. તમે ફક્ત એક વ્યક્તિને જોઇ રહ્યા છો. પાછળના 2-3 વર્ષમાં જે થયુ છે, તે એ છે કે, કોઇ એકને વધારે મોકો નથી મળ્યો. એવુ એટલા માટે છે કે, તમે એક ખેલાડીને જોઇ રહ્યા છો અને કહી રહ્યા છો કે, ઓહ તે ફોર્મમાં નથી. જો તમે બીજા ખેલાડીઓને મોકો આપો તો, બીજા ઓલરાઉન્ડરને શોધી શકો છો.

આ પણ વાંચોઃ Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમની ગ્રેટ બ્રિટન સામે 4-1 થી હાર, ક્વાર્ટર ફાઇનલની આશા ધૂંધળી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">