AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઇન્ડીયાના કેપ્ટન તરીકે પસંદ કરાતા ‘ગબ્બર’ ખુશ, આપ્યો આવો પ્રતિભાવ

જૂલાઇ માસમાં શ્રીલંકા પ્રવાસે (Sri Lanka Tour) પહોંચશે. નિયમીત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ઇંગ્લેંડ પ્રવાસે વ્યસ્ત છે. કોહલીની ગેરહાજરીમાં મર્યાદિત ઓવરોની શ્રેણી માટે શિખર ધવન (Shikhar Dhawan) ની પસંદગી કરવામાં આવી છે.

IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઇન્ડીયાના કેપ્ટન તરીકે પસંદ કરાતા 'ગબ્બર' ખુશ, આપ્યો આવો પ્રતિભાવ
Shikhar Dhawan
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 11, 2021 | 5:26 PM
Share

IND vs SL: ભારતીય ક્રિકેટની બે ટીમો એક જ સમયે બે દેશના પ્રવાસે હશે. એક ટીમ પહેલા થી જ ગત 2 જૂન થી ઇંગ્લેંડ પ્રવાસે (England Tour) પહોંચી ચુકી છે. ત્યાર બાદ હવે બીજી ટીમ જૂલાઇ માસમાં શ્રીલંકા પ્રવાસે (Sri Lanka Tour) પહોંચશે. નિયમીત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ઇંગ્લેંડ પ્રવાસે વ્યસ્ત છે.

કોહલીની ગેરહાજરીમાં મર્યાદિત ઓવરોની શ્રેણી માટે શિખર ધવન (Shikhar Dhawan) ની પસંદગી કરવામાં આવી છે. શિખર ધવને પોતાને કેપ્ટનશીપ સોંપવાને લઇને પોતાની ભાવનાઓને સોશિયલ મીડિયાથી પ્રદર્શિત કરી હતી.

શિખર ધવનને પ્રથમ વાર ભારતીય ટીમમાં કેપ્ટનશીપની ભૂમિકા નિભાવવાનો મોકો મળ્યો છે. શ્રીલંકા પ્રવાસ માટે BCCI એ પસંદ કરેલી ટીમની આગેવાની ધવનને સોંપી છે. આમ શિખર ધવનની આગેવાનીમાં ટીમ ઇન્ડીયા આગામી જૂલાઇ માસમાં શ્રીલંકાનો પ્રવાસ ખેડશે. શિખર ધવને પોતાને મળેલી જવાબદારીને લઇને ટ્વવીટ કરીને ભાર માન્યો હતો. તેણે લખ્યુ હતુ કે, પોતાના દેશનુ નેતૃત્વ કરવાની તક પહેલી વાર મળી છે, જેના માટે હું આભારી છુ.

શિખર ધવને અત્યાર સુધીમં ભારત માટે 34 ટેસ્ટ મેચ, 142 વન ડે અને 65 ટી20 મેચ રમી છે. શિખર ધવન હાલમાં શાનદાર ફોર્મમાં પસાર થઇ રહ્યો છે. આઇપીએલ 2021 દરમ્યાન પણ ધવને શાનદાર દેખાવ કર્યો હતો. ધવને આઇપીએલ સ્થગીત થવા સુધીમાં ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવ્યા હતા.

શ્રીલંકા પ્રવાસની પ્રથમ વન ડે મેચ 13 જૂલાઇએ કોલંબોના પ્રેમદાસા સ્ટેડીયમમાં રમાનારી છે. જ્યાં ભારતીય ટીમ 3 વન ડે મેચની સિરીઝ રમશે. ત્યાર બાદ ભારતીય ટીમ 3 ટી20 મેચોની શ્રેણી રમનાર છે. જે શ્રેણી 21 જૂલાઇ થી શરુ થશે.

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં 20 ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે. જેમાં મોટે ભાગે નવા ચહેરાઓને સ્થાન મળ્યુ છે. ચેતન સાકરીયા, દેવદત્ત પડીક્કલ, ઋતુરાજ ગાયકવાડ, નિતીશ રાણા નો સમાવેશ થયો છે. સાથે મનિષ પાંડે પણ પરત ફર્યો છે.

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
g clip-path="url(#clip0_868_265)">