IND vs SL, 3rd T20: હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યો, ભારતે પ્રથમ બેટિંગ પસંદ કરી, જાણો Playing XI

India vs Sri Lanka 3rd T20 Match: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટી20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રાજકોટમાં રમાઈ રહી રહી છે. આજની મેચ પરિણામ સિરીઝનુ પરિણામ નક્કી કરશે.

IND vs SL, 3rd T20: હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યો, ભારતે પ્રથમ બેટિંગ પસંદ કરી, જાણો Playing XI
Hardik Pandya એ પ્રથમ બેટિંગ પસંદ કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 6:57 PM

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી 3 મેચોની T20 શ્રેણીની આજે શનિવારે ત્રીજી અને અંતિમ મેચ રમાઈ રહી છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં સિરીઝની નિર્ણાયક મેચનો ભારતે ટોસ જીત્યો હતો. ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. સિરીઝની મુંબઈમાં રમાયેલી મેચ ભારતે અને પુણેમાં રમાયેલી બીજી T20 મેચ શ્રીલંકાએ જીતી હતી. આમ સિરીઝ 1-1થી બરાબર રહી હતી. ભારતીય ટીમમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે શ્રીલંકાએ એક ફેરફાર કર્યો છે.

રાજકોટની મેચ માટે ભારતીય ટીમ પુણેમાં મેદાને ઉતરેલ પ્લેઈંગ ઈલેવનને અજમાવવામાં આવી છે. જ્યારે શ્રીલંકન ટીમમાંથી ભાનુકા રાજપક્ષે બહાર થયો છે. તેના સ્થાને આવિષ્કા ફર્નાન્ડોને અંતિમ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યુ છે.  સિરીઝમાં આ પહેલા રમાયેલી બીજી T20 મેચમાં ભારતીય ટીમમાં બે ફેરફાર થયા હતા. એક તો સંજૂ સેમસન ઈજાને લઈ સિરીઝમાંથી બહાર થતા તેના સ્થાને રાહુલ ત્રિપાઠીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે તેની ડેબ્યૂ મેચ હતી. મુંબઈમાં ખર્ચાળ રહેલા હર્ષલ પટેલના સ્થાને અર્શદીપ સિંહને સ્થાન અપાયુ હતુ. અર્શદીપ પ્રથમ T20 મેચમાં બિમારીને લઈ ઉપલબ્ધ રહી શક્યો નહોતો. જોકે પુણેમાં તે ખૂબ જ ખર્ચાળ બોલર સાબિત થયો હતો.

આજનું રાશિફળ તારીખ : 20-11-2024
પરફેક્ટ Life Partner અંગે કથાકાર જયા કિશોરીએ કહી દીધી મોટી વાત, જુઓ Video
સૂતી વખતે મનને શાંત રાખવા માટે આ 5 ટિપ્સથી થશે ફાયદો
સુપરસ્ટારનો દિકરો બોલિવુડમાં છે ફ્લોપ, જુઓ ફોટો
ઘરમાં આ સ્થાન પર દરરોજ દીવો કરવાથી પૈસાની ક્યારેય નહીં આવે કમી
નાની નાની વાતોમાં આવી જાય છે ગુસ્સો ? જાણો કેવી રીતે વધારવુ Patience Level

રાજકોટની પિચ બેટ્સમેનોને માટે અનુકૂળ

શનિવારે રાજકોટમાં રમાઈ રહેલી પિચ બેટ્સમેનો માટે અનુકૂળ છે. પહેલાથી જ માનવામાં આવી રહ્યુ છે કે, આ પિચ પર પ્રથમ બેટિંગ કરનાર ટીમને વધારે ફાયદો મળી શકે છે. રાજકોટની પિચ સપાટ છે અને અહીં બેટ્સમેનોને મદદરુપ તે નિવડશે. અંતિમ મેચ નિર્ણાયક હોઈ ખરાખરીનો ખેલ જામશે અને મેચ રોમાંચક બનવાની આશા છે. આવી સ્થિતીમાં બેટિંગ માટે મદદરુપ પિચ પર ચોગ્ગા છગ્ગાની આતશબાજી જોવા મળી શકે છે.

ભારત અને શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન

ભારતઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, અક્ષર પટેલ, શિવમ માવી, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

શ્રીલંકાઃ દાનુસા શનાકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, ચરિથા અસલંકા, ધનંજય ડી સિલ્વા, વાનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, મહિષ તિક્ષાના આવિષ્કા ફર્નાન્ડો, કાસુન રચિતા, દિલશાન મધુશંકા.

હાડ થીજવતી ઠંડી માટે ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર
હાડ થીજવતી ઠંડી માટે ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર
વડોદરામાં સતત બીજા દિવસે કાચની બોટલ ફેંકાઈ, જુઓ Video
વડોદરામાં સતત બીજા દિવસે કાચની બોટલ ફેંકાઈ, જુઓ Video
શ્વેટર કાઢી રાખજો, અંબાલાલે કહ્યુ આ જિલ્લાઓમાં ઠંડી ભૂકા બોલાવશે
શ્વેટર કાઢી રાખજો, અંબાલાલે કહ્યુ આ જિલ્લાઓમાં ઠંડી ભૂકા બોલાવશે
શેલાના રહિશોને અમિત શાહની ખાતરી, એક વર્ષમાં ગટર-પાણીની સમસ્યાનો નિવેડો
શેલાના રહિશોને અમિત શાહની ખાતરી, એક વર્ષમાં ગટર-પાણીની સમસ્યાનો નિવેડો
દક્ષિણ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેન્ડબાજાની રાજનીતિ શરૂ
દક્ષિણ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેન્ડબાજાની રાજનીતિ શરૂ
નવસારીમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઇ
નવસારીમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઇ
ભવનાથમાં તનસુખગીરી બ્રહ્મલીન થતા શરૂ થયો ગાદી વિવાદ- Video
ભવનાથમાં તનસુખગીરી બ્રહ્મલીન થતા શરૂ થયો ગાદી વિવાદ- Video
ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં વધુ 2ની ધરપકડ
ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં વધુ 2ની ધરપકડ
જગન્નાથ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરુઆત, 35 મંદિરનો જીર્ણોદ્ધાર થશે
જગન્નાથ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરુઆત, 35 મંદિરનો જીર્ણોદ્ધાર થશે
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં હંગામો, વશરામ સાગઠિયાને બહાર કાઢી મુકાયા
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં હંગામો, વશરામ સાગઠિયાને બહાર કાઢી મુકાયા
g clip-path="url(#clip0_868_265)">