IND vs SL 1st T20: શ્રીલંકા સામે સિરીઝની પ્રથમ મેચમાં ભારતની પ્રથમ બેટીંગ, દીપક હુડાનુ ડેબ્યૂ, જુઓ Playing xi

ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામે સતત બે T20 શ્રેણી જીતી છે. ભારત જુલાઈ 2021માં શ્રીલંકા સામે છેલ્લી T20 શ્રેણી હારી ગયું હતું.

IND vs SL 1st T20: શ્રીલંકા સામે સિરીઝની પ્રથમ મેચમાં ભારતની પ્રથમ બેટીંગ, દીપક હુડાનુ ડેબ્યૂ, જુઓ Playing xi
વેસ્ટ ઈન્ડિઝ સામે અજેય રહ્યા બાદ ટીમ ઈન્ડિયા આ જ ઈરાદા સાથે આ શ્રેણીમાં ઉતરશે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 7:02 PM

વેસ્ટ ઈન્ડિઝ પર ક્લીન સ્વીપ કર્યા બાદ ભારત (Indian Cricket Team) હવે શ્રીલંકા સામે મેદાનમાં ઉતરી રહ્યું છે. ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણીની શરૂઆત લખનૌના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં પ્રથમ મેચ સાથે થઈ હતી. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઓલરાઉન્ડર દીપક હુડ્ડા (Deepak Hooda) આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે ટી-20 ડેબ્યૂ કરી રહ્યો છે. હુડ્ડાએ થોડા દિવસ પહેલા જ વેસ્ટ ઈન્ડિઝ સામે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. હુડ્ડાએ થોડા દિવસ પહેલા જ વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે માં ડેબ્યુ કર્યું હતું. આ સાથે વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન પણ લાંબા સમય બાદ પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યો છે.

ટીમ ઈન્ડિયાએ આજની મેચ માટે પોતાની છેલ્લી પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર કર્યા છે. 20 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી છેલ્લી T20માં રમાયેલી ટીમમાં 6 ફેરફાર કરવામાં આવ્યા છે. આમાં સૌથી ખાસ છે દીપક હુડ્ડાનું ડેબ્યુ અને સંજુ સેમસનનું વાપસી. સેમસને છેલ્લે જુલાઈ 2021માં શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયા માટે T20 મેચ રમી હતી. આ બંને સિવાય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પણ લાંબા વિરામ બાદ પરત ફર્યો છે, જ્યારે રવિન્દ્ર જાડેજા પણ ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે, તે ફરીથી ટીમ ઈન્ડિયાનો ભાગ બન્યો છે.

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના થયા Divorce, શેર કરી પોસ્ટ
નતાશા ભાભી ક્રિકેટર હાર્દિક પંડ્યાને છોડીને 5892 કિમી દૂર જતા રહ્યા, દીકરાને પિતાથી કર્યો અલગ !
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત
સ્મૃતિ મંધાનાને કરે છે પ્રેમ, જન્મદિવસ ઉજવવા આ ફિલ્મ ડિરેક્ટર પહોંચ્યો શ્રીલંકા
અંબાણીના Jio નો 999 કે BSNL નો 997, કયો પ્લાન તમારા માટે ફાયદાકારક ?
20 લાખ રૂપિયાનો દંડ અને 5 વર્ષની જેલ, આ ઈમોજી કોઈને મોકલ્યું તો ગયા..

ભારતની પ્લેઈંગ ઈલેવન

દીપક હુડ્ડાએ ડેબ્યૂ કર્યું

જમણા હાથનો આક્રમક બેટ્સમેન દીપક હુડ્ડા ટી20માં ડેબ્યૂ કરી રહ્યો છે. હુડ્ડાએ 6 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ODI શ્રેણીની પ્રથમ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે ટી-20 માં પણ 3 અઠવાડિયાની અંદર વાદળી જર્સી પહેરવા માટે તૈયાર છે. હુડ્ડાએ ગયા વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ટૂર્નામેન્ટમાં 76ની એવરેજ અને 168ના સ્ટ્રાઈક રેટથી 6 ઇનિંગ્સમાં 294 રન બનાવ્યા હતા, જે ટૂર્નામેન્ટમાં બીજા ક્રમના સૌથી વધુ રન હતા.

ઋતુરાજ ગાયકવાડને કાંડામાં ઈજા

ટોસ સમયે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું હતું કે ઓપનર ઋતુરાજ ગાયકવાડ આજની મેચમાં રમવાનો હતો, પરંતુ તેને તેના જમણા હાથના કાંડામાં થોડી અસ્વસ્થતા અનુભવાઈ હતી, જેના કારણે તે બેટિંગ કરવા માટે સહજ અનુભવી રહ્યો ન હતો અને તેણે બહાર બેસવું પડ્યું છે.

IND vs SL: પ્લેઇંગ XI

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ ઐયર, સંજુ સેમસન, દીપક હુડા, વેંકટેશ ઐયર, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહ.

શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કામિલ મિશારા, ચરિત અસલંકા, જનિત લિયાનગે, દિનેશ ચાંદીમલ (વિકેટકીપર), ચામિકા કરુણારત્ને, દુષ્મંથા ચમીરા, જેફરી વાંડરસે, પ્રવીણ જયાવિક્રમા, લાહિરુ કુમારા

આ પણ વાંચોઃ IND VS SL, 1st T20I: લખનૌમાં આ ભારતીય બેટ્સમેનનુ બેટ ‘હિટ’ રહે છે, અહીં તોફાની T20 શતક નોંધાવી ચુક્યો છે

Latest News Updates

રાજ્યના કૂલ 76 તાલુકામાં નોંધાયો વરસાદ, સૂત્રાપાડામાં ખાબક્યો 5 ઈંચ
રાજ્યના કૂલ 76 તાલુકામાં નોંધાયો વરસાદ, સૂત્રાપાડામાં ખાબક્યો 5 ઈંચ
દેવભૂમિ દ્વારકામાં વ્યાપક વરસાદ, સ્થાનિક નદીમાં આવ્યુ પૂર, જુઓ વીડિયો
દેવભૂમિ દ્વારકામાં વ્યાપક વરસાદ, સ્થાનિક નદીમાં આવ્યુ પૂર, જુઓ વીડિયો
રાજ્યમાં બે દિવસ મેઘરાજાનો જોવા મળશે આક્રમક અંદાજ - Video
રાજ્યમાં બે દિવસ મેઘરાજાનો જોવા મળશે આક્રમક અંદાજ - Video
નલ સે જલ યોજનામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ મળીને કરી 9 કરોડની ઉચાપત
નલ સે જલ યોજનામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ મળીને કરી 9 કરોડની ઉચાપત
GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ સરકાર માટે માગી ભીખ- જુઓ Video
GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ સરકાર માટે માગી ભીખ- જુઓ Video
બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાતમાં વરસાવશે ધોધમાર વરસાદ
બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાતમાં વરસાવશે ધોધમાર વરસાદ
ચાંદીપુરા વાયરસનો ખૌફ ફેલાવતી માખી કેમેરામાં થઈ કેદ-Video
ચાંદીપુરા વાયરસનો ખૌફ ફેલાવતી માખી કેમેરામાં થઈ કેદ-Video
લૂંટારુના હાથનો બાંધો અને મોપેડ ચલાવવાની સ્ટાઇલથી બે લૂંટનો ભેદ ખૂલ્યો
લૂંટારુના હાથનો બાંધો અને મોપેડ ચલાવવાની સ્ટાઇલથી બે લૂંટનો ભેદ ખૂલ્યો
ઇચ્છાપોર વિસ્તારમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો
ઇચ્છાપોર વિસ્તારમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો
કુખ્યાત વ્યાજખોર લાલી પંજાબીની ઓફિસ સર્ચ કરાઈ
કુખ્યાત વ્યાજખોર લાલી પંજાબીની ઓફિસ સર્ચ કરાઈ
g clip-path="url(#clip0_868_265)">