IND vs SA: સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટી20માં મોટો રેકોર્ડ બનાવી શકે છે યુઝવેન્દ્ર ચહલ, વાંચો આ અહેવાલ

IND vs SA : સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી T20 મેચમાં એક ખાસ રેકોર્ડ બનાવી શકે છે. મહત્વની વાત છે કે ભારત પાંચ મેચની ટી20 સીરિઝમાં પહેલી બંને મેચ હારી ચુક્યું છે.

IND vs SA: સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટી20માં મોટો રેકોર્ડ બનાવી શકે છે યુઝવેન્દ્ર ચહલ, વાંચો આ અહેવાલ
Yuzvendra Chahal (PC: BCCI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 6:22 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે 5 T20 મેચો (T20 Cricket)ની શ્રેણીની ત્રીજી મેચ આજે ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ વિશાખાપટ્ટનમ ખાતે રમાશે. ટોસ ભારતીય સમય અનુસાર 6.30 વાગ્યે શરૂ થશે. જ્યારે મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. આ મેચમાં ભારતના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. તેની પાસે રવિચંદ્રન અશ્વિનના રેકોર્ડને તોડવાની સારી તક છે.

યુઝવન્દ્ર ચહલ અત્યારે શાનદાર ફોર્મમાં

યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અત્યારે શાનદાર ફોર્મમાં છે. IPL 2022માં તે શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. ટૂર્નામેન્ટની 15મી સિઝનમાં તેણે 17 મેચમાં 19.51ની એવરેજ અને 7.75ની ઈકોનોમી સાથે 27 વિકેટ લીધી હતી. તે આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) સામે પણ ચહલ ઘાતક સાબિત થઈ શકે છે.

અશ્વિનનો રેકોર્ડ તોડવાની સારી તક

દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાં અથવા આ શ્રેણીમાં ચહલ T20 ક્રિકેટ (T20 Cricket)માં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર પણ બની શકે છે. યુઝવેન્દ્ર ચહલે અત્યાર સુધી 244 T20 મેચ રમ્યો છે અને તેમાં તેણે કુલ 275 વિકેટ ઝડપી છે તો અશ્વિને 282 ટી-20 મેચ રમ્યો છે અને તેણે તેમાં કુલ 276 વિકેટ ઝડપી છે. જો ભારતીય ટીમ (Team India)ના યુવા સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) સાઉથ આફ્રિકા સામેની ત્રીજી મેચ અથવા શ્રેણીમાં 2 વિકેટ લેતાની સાથે જ અશ્વિન (R. Ashwin)ને પાછળ છોડીને સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની જશે. યુઝવેન્દ્ર ચહલ એ ભારત માટે 56 T20I મેચોમાં 69 વિકેટ લીધી છે તો તેણે IPLમાં અત્યાર સુધી 131 મેચમાં 166 વિકેટ ઝડપી છે. જ્યારે તેણે હરિયાણા માટે સ્થાનિક T20 ક્રિકેટમાં 40 વિકેટ લીધી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

મહત્વનું છે કે સાઉથ આફ્રિકા (Cricket South Africa) સામે ભારતીય ટીમે પાંચ મેચની ટી20 સીરિઝમાં પહેલી બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારત (Team India)એ સીરિઝ બચાવવી હોય તો કોઇ પણ ભોગે ત્રીજી મેચ જીતવી પડશે. યુઝવેન્દ્ર ચહલે અત્યાર સુધી આ બંને મેચમાં માત્ર 1 જ વિકેટ ઝડપી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">