AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA Weather Report: ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટમાં વરસાદની શક્યતા

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં વરસાદે વિક્ષેપ પાડ્યો હતો જે બાદ ખરાબ પ્રકાશના કારણે બે દિવસની રમત વહેલી સમાપ્ત થઈ ગઈ હતી. ભારતીય ચાહકો અને ખેલાડીઓને ડર હશે કે વરસાદ બીજી ટેસ્ટ બગાડી શકે છે. ભારત માટે બીજી ટેસ્ટ જીતવી ખૂબ જરૂરી છે, એવામાં ખેલાડીઓના પ્રદર્શનની સાથે વરસાદ પર પણ બધાની નજર રહેશે.

IND vs SA Weather Report: ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટમાં વરસાદની શક્યતા
Cape Town
| Updated on: Jan 03, 2024 | 12:33 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટ મેચ સિરીઝમાં બરાબરી કરવાના ઈરાદા સાથે રમશે. જો કેપટાઉનમાં રમાનારી આ મેચમાં ટીમ ઈન્ડિયા હારી જાય છે અથવા મેચ ડ્રો રહે છે તો ભારત શ્રેણી હારી જશે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોઈન્ટ મેળવવા માટે પણ ભારતને આ મેચમાં જીતવું જરૂર છે.

અંતિમ ટેસ્ટમાં વરસાદની શક્યતા

ટીમ ઈન્ડિયા આ મેચમાં કેટલાક ફેરફાર કરી શકે છે. રવીન્દ્ર જાડેજાની ટીમમાં વાપસી નિશ્ચિત છે. ઈજાના કારણે જાડેજા પ્રથમ મેચમાં રમ્યો ન હતો. આ મેચમાં તે રવિચંદ્રન અશ્વિનના સ્થાને ટીમમાં આવી શકે છે. પરંતુ આ બધાની સાથે-સાથે ભારતને વધુ એક બાબતથી ખતરો છે. તે હવામાન છે. જો હવામાનના કારણે ભારતને મેચ ડ્રોનો સામનો કરવો પડે છે તો તે તેના માટે મુશ્કેલીરૂપ સાબિત થઈ શકે છે.

હવામાન કેવું રહેશે?

જ્યાં સુધી પ્રથમ દિવસની વાત છે તો ભારત માટે ચિંતા કરવા જેવું કંઈ નથી. Accuweather અનુસાર, પહેલા દિવસે એટલે કે બુધવાર, 3 જાન્યુઆરીએ વરસાદની કોઈ શક્યતા નથી. દિવસભર વાતાવરણ સ્વચ્છ રહેશે. તાપમાન 28 થી 30 ડિગ્રી વચ્ચે રહી શકે છે. જો જોવામાં આવે તો આ મેચના પહેલા બે દિવસ કેપટાઉનમાં વરસાદની શક્યતા ઘણી ઓછી છે. બંને ટીમો ખાસ કરીને ભારત માટે આ ખૂબ જ સારા સમાચાર છે. ભારતને જીતવા માટે આ મેચ અંતિમ દિવસ સુધી રમવી જરૂરી છે. જો દક્ષિણ આફ્રિકા આ ​​મેચ ડ્રો કરશે તો પણ તે શ્રેણી જાળવી રાખશે.

શું હશે પ્લેઈંગ-11?

આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં શું હશે તેના પર સૌની નજર છે. જાડેજાની વાપસી નિશ્ચિત છે. આ સિવાય ટીમ ઈન્ડિયા બે વધુ ફેરફાર કરી શકે છે. શુભમન ગિલના સ્થાને અભિમન્યુ ઇશ્વરનને નંબર-3 પર તક મળી શકે છે. મુકેશ કુમાર પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને ટીમમાં પ્રવેશ કરી શકે છે, જે પ્રથમ મેચમાં ખૂબ જ ખર્ચાળ સાબિત થયો હતો.

આ પણ વાંચો : BCCIએ આગામી ડોમેસ્ટિક સિઝન 2023-24 માટે શેડ્યૂલ કર્યું જાહેર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">