AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCIએ આગામી ડોમેસ્ટિક સિઝન 2023-24 માટે શેડ્યૂલ કર્યું જાહેર

BCCIએ આગામી ડોમેસ્ટિક સિઝન 2023-24 માટે શેડ્યૂલ જાહેર કર્યું હતું. 5 જાન્યુઆરીથી ડોમેસ્ટિક સિઝનની સૌથી પ્રીમિયર રણજી ટ્રોફી શરૂ થશે. જેમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને બરોડા સહિત દેશભરના અનેક સ્ટેટ ક્રિકેટ બોર્ડની ટીમો ભાગ લેશે.

BCCIએ આગામી ડોમેસ્ટિક સિઝન 2023-24 માટે શેડ્યૂલ કર્યું જાહેર
Ranji Trophy 2024
| Updated on: Jan 03, 2024 | 2:23 PM
Share

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી ડોમેસ્ટિક સિઝન 2023-24 માટે શેડ્યૂલ જાહેર કર્યું છે. સ્થાનિક સિઝનની સૌથી પ્રીમિયર રણજી ટ્રોફી 5 જાન્યુઆરીથી શરૂ થશે. રણજી ટ્રોફી 70 દિવસ સુધી રમાશે. જ્યારે ફાઈનલ મેચ 14મી માર્ચે રમાશે. રણજી ટ્રોફીની આ રોમાંચક સિઝન માટે ગુજરાત, સૌરાષ્ટ્ર અને બરોડા ક્રિકેટ બોર્ડ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત રણજી ટીમ 2023-24

આર્ય દેસાઈ, ક્ષિતિજ પટેલ, પ્રિયંક પંચાલ, હેત પટેલ, રિપલ પટેલ, ઉર્વીલ પટેલ (વિકેટકીપર), અક્ષર પટેલ, ચિંતન ગજા (કેપ્ટન), અરઝાન નાગવાસવાલા, રવિ બિસ્નોઈ, સનપ્રીતસિંહ બગ્ગા, સિદ્ધાર્થ દેસાઈ, મનન હિંગરાજિયા, પ્રિયાજીતસિંહ કુમાર જાડેજા, , આદિત્ય પટેલ, સ્નેહ પટેલ

બરોડા રણજી ટીમ 2023-24

વિષ્ણુ સોલંકી (કેપ્ટન), જ્યોત્સનીલ સિંહ (વાઈસ કેપ્ટન), ભાર્ગવ ભટ્ટ, લુકમાન મેરીવાલા, કૃણાલ પંડ્યા, મિતેશ પટેલ (વિકેટકીપર), કિનિત પટેલ, મહેશ પીઠિયા, પ્રત્યુષ કુમાર, અભિમન્યુસિંહ રાજપૂત, નિનાદ રાઠવા, શાશ્વત રાવત, શિવાંગ સાને, શિવાલિક શર્મા, અતિત શેઠ , સોયેબ સોપારીયા.

સૌરાષ્ટ્રની રણજી ટીમ 2023-24

જયદેવ ઉનડકટ (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, અર્પિત વસાવડા, આદિત્ય જાડેજા, પાર્થ ભુત, યુવરાજસિંહ ડોડિયા, શેલ્ડન જેક્સન , ધર્મેન્દ્રસિંહ જાડેજા, હાર્વિક દેસાઈ , વિશ્વરાજસિંહ જાડેજા, ચિરાગ જાની, દેવાંગ કરમતા, કેવિનકાક, પ્રેવરાજસિંહ જાડેજા , સ્નેલ પટેલ.

રણજી ટ્રોફી

રણજી ટ્રોફીમાં પણ બે વિભાગ હશે, એલિટ અને પ્લેટ, જેમાં એલિટ વિભાગમાં આઠ ટીમોના ચાર જૂથો અને પ્લેટ વિભાગમાં છ ટીમોના એક જૂથ હશે. ચુનંદા ટીમોને 10 બહુ-દિવસીય મેચો રમવાની તક મળશે, જેમાં સાત લીગ રમતોનો સમાવેશ થાય છે, ત્યારબાદ ક્વાર્ટર-ફાઇનલ, સેમિ-ફાઇનલ અને ફાઇનલનો સમાવેશ થાય છે. મર્યાદિત ઓવરોની સ્પર્ધાઓથી વિપરીત, રણજી ટ્રોફી નોકઆઉટ તબક્કા દરમિયાન ચુનંદા અને પ્લેટ ટીમોનું કોઈ એકીકરણ થશે નહીં.

કયા ગ્રુપમાં કઈ ટીમો હશે ?

  • એલિટ ગ્રુપ-A: આ ગ્રુપમાં સૌરાષ્ટ્ર, ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, વિદર્ભ, હરિયાણા, સેના અને મણિપુરની ટીમો છે.
  • એલિટ ગ્રુપ-B: આ ગ્રુપમાં બંગાળ, આંધ્ર, મુંબઈ, કેરળ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, આસામ અને બિહારની ટીમો છે.
  • એલિટ ગ્રુપ-C: આ ગ્રુપની ટીમો કર્ણાટક, પંજાબ, રેલ્વે, તમિલનાડુ, ગોવા, ગુજરાત, ત્રિપુરા અને ચંદીગઢ છે.
  • એલિટ ગ્રુપ-D: આ ગ્રુપમાં મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બરોડા, દિલ્હી, ઓડિશા, પોંડિચેરી અને જમ્મુ અને કાશ્મીરની ટીમો છે.
  • પ્લેટ ગ્રુપઃ આ ગ્રુપમાં નાગાલેન્ડ, હૈદરાબાદ, મેઘાલય, સિક્કિમ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશની ટીમો છે.

આ પણ વાંચો : આફ્રિકામાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવા મામલે આ ખેલાડી છે નંબર-1, ટોપ-5માં એક ગુજ્જુ પણ સામેલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">