IND vs SA: સાઉથ આફ્રિકાના સુકાનીએ ભારતના આ બોલરનો ખતરનાક ગણાવ્યો, કહ્યું કોઇ બેટ્સમેન તેની સામે રમવા ઇચ્છુક નથી

Cricket : ભારતીય ટીમ અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝ રમાશે. જેની શરૂઆત 9 જુનથી દિલ્હીમાં થઇ રહી છે. જ્યારે સીરિઝની ચોથી મેચ ગુજરાતના રાજકોટ શહેરમાં રમાશે.

IND vs SA: સાઉથ આફ્રિકાના સુકાનીએ ભારતના આ બોલરનો ખતરનાક ગણાવ્યો, કહ્યું કોઇ બેટ્સમેન તેની સામે રમવા ઇચ્છુક નથી
Rishabh Pant and Umran Malik (PC: BCCI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 12:50 PM

ભારત અને સાઉથ આફ્રિકા (IND vs SA) વચ્ચે પાંચ મેચની T20 સીરિઝ રમાવાની છે. આ સીરિઝ ભારતના ઘરઆંગણે રમાવાની છે. પાંચ મેચોની શ્રેણીની પ્રથમ મેચ 9 જૂને દિલ્હીમાં રમાશે. આ મેચની તૈયારી કરી રહેલા મુલાકાતી ટીમના કેપ્ટને ભારતીય યુવા ઝડપી બોલિંગ સેન્સેશન ઉમરાન મલિક (Umran Malik) વિશે વાત કરી. પ્રશ્નના જવાબમાં તેણે સ્પષ્ટ કર્યું કે આટલા ઝડપી બોલનો સામનો કોઈને પણ પસંદ નથી.

સાઉથ આફ્રિકાના સુકાનીએ કહ્યું, “બોલિંગની બાબતમાં ઉમરાન મલિક (Umran Malik) ભારતીય ક્રિકેટ ટીમ (Team India) માટે ખૂબ જ રોમાંચક ખેલાડી છે. હું સ્વીકારવા માંગુ છું કે કોઈપણ બેટ્સમેન આવા બોલરનો સામનો કરવા માંગતું નથી કે જેની ઝડપ 150 કિમી પ્રતિ કલાકની હોય. ઉમરાન મલિક એટલી જ ગતિએ બોલિંગ કરે છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં આ સિઝનમાં ભારતીય બોલર દ્વારા સૌથી ઝડપી બોલિંગ કરવાનો રેકોર્ડ પણ તેના નામે છે.

“બોલિંગની દ્રષ્ટિએ ઉમરાન ભારતીય ટીમ માટે ખૂબ જ સારી સંભાવના છે. ભારતીય ટીમ માટે IPL અદ્ભુત રહ્યું છે. તેમને તે તમામ ઝડપી બોલરોને શોધવાનો મોકો મળ્યો છે. અમે ચોક્કસપણે દક્ષિણ આફ્રિકામાં ઝડપી બોલિંગ રમીને મોટા થયા છીએ. પરંતુ મને એવું નથી લાગતું કે, કોઈપણ બેટ્સમેન 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલનો સામનો કરવા માંગે છે. પરંતુ તમે તમારાથી બને તેટલી તૈયારી કરવા માંગો છો.”

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

સાઉથ આફ્રિકા (Cricket South Africa) ના સુકાની બાવુમાએ વધુમાં કહ્યું કે, “અમારી પાસે એવા બોલર્સ પણ છે જે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકે છે. તો અમારી પાસે પણ અમારા હથિયારના ખજાનામાં આવા હથિયાર છે. તેમ છતાં હું કહેવા માંગુ છું કે ઉમરાન મલિક ભારતીય ટીમની ખાસ પ્રતિભા છે અને મને આશા છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ આઈપીએલની જેમ પોતાનું પ્રદર્શન ચાલુ રાખશે.

ટી20 સીરિઝનો સંપુર્ણ કાર્યક્રમઃ

  1. પહેલી ટી20 મેચઃ 9 જુન, અરૂણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
  2. બીજી ટી20 મેચઃ 12 જુન, બારાબતી સ્ટેડિયમ, કટક
  3. ત્રીજી ટી20 મેચઃ 14 જુન, વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
  4. ચોથી ટી20 મેચઃ 17 જુન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, રાજકોટ
  5. પાંચમી ટી20 મેચઃ 19 જુન, એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">