AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: દક્ષિણ આફ્રિકા સીરીઝ પહેલા રાહુલ દ્રવિડે ભારતીય ખેલાડીઓ સાથે કરી ખાસ વાત

Cricket : ભારત અને સાઉથ આફ્રિકા (IND vs SA) વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝ (T20 Series) રમાશે. T20 શ્રેણીની પ્રથમ મેચ 9 જૂને દિલ્હીમાં રમાશે. સીરીઝની અન્ય ચાર મેચ કટક, વિશાખાપટ્ટનમ, રાજકોટ અને બેંગ્લોરમાં રમાવાની છે.

IND vs SA: દક્ષિણ આફ્રિકા સીરીઝ પહેલા રાહુલ દ્રવિડે ભારતીય ખેલાડીઓ સાથે કરી ખાસ વાત
Rahul Dravid (PC: BCCI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 9:07 AM
Share

ટીમ ઈન્ડિયા (Team India) ના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) ભારત અને સાઉથ આફ્રિકા (IND vs SA) વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણી પહેલા એક્શનમાં આવી ગયા છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન તે ખેલાડીઓ સાથે વાત કરતો જોવા મળ્યા હતા. તમને જણાવી દઇએ કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝ (T20 Series) રમાશે.

અત્યાર સુધી તમામ ભારતીય ખેલાડીઓ IPL 2022 માં વ્યસ્ત હતા અને હવે ત્યાર બાદ તેમની પ્રથમ શ્રેણી સાઉથ આફ્રિકા સામે છે. આવી સ્થિતિમાં હેડ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) પણ મેદાનમાં પહોંચી ગયા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ તેનો એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તે તમામ ખેલાડીઓ સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો દિલ્હીમાં ભારતીય ટીમના ટ્રેનિંગ સેશનનો છે.

ખેલાડીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હેડ કોચ રાહુલ દ્રવિડ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 9 જૂને દિલ્હીમાં રમાશે. સીરીઝની અન્ય ચાર મેચ કટક, વિશાખાપટ્ટનમ, રાજકોટ અને બેંગ્લોરમાં રમાવાની છે. ભારતે આ શ્રેણી માટે તેના કેટલાક મુખ્ય ખેલાડીઓને આરામ આપ્યો છે. રોહિત શર્મા આ સિરીઝમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતા જોવા નહીં મળે કારણ કે તેને બ્રેક આપવામાં આવ્યો છે.

ભારતીય ટીમમાં એવા ખેલાડીઓને વધુ તક આપવામાં આવી છે જેમનું પ્રદર્શન IPL 2022 માં ઘણું સારું રહ્યું હતું. ઉમરાન મલિક, અર્શદીપ સિંહ અને દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી છે.

યુવા ખેલાડીઓથી સજ્જ આ ટીમ પર ભારતીય ટીમને જીત અપાવવાની જવાબદારી રહેશે. ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવી સ્થિતિમાં આ શ્રેણીમાં ખેલાડીઓના પ્રદર્શન પર ખાસ નજર રહેશે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ઈચ્છે છે કે અનુભવી ખેલાડીઓ સિવાય યુવા ખેલાડીઓ પણ સારું પ્રદર્શન કરે અને ટીમ માટે મેચ જીતે. જેથી T20 વર્લ્ડ ટીમના ખેલાડીઓની પસંદગી કરી શકાય.

શાંતિપૂર્ણ દિવસનો આનંદ માણો, આજે તમારી ખ્યાતિ વધશે
શાંતિપૂર્ણ દિવસનો આનંદ માણો, આજે તમારી ખ્યાતિ વધશે
અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
g clip-path="url(#clip0_868_265)">