IND vs SA: બેંગ્લુરુમાં વરસાદને લઈ મેચમાં બે વાર સર્જાયો અવરોધ, 19-19 ઓવરની થઈ મેચ

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચેની આ મેચ નિર્ણાયક મેચ છે કારણ કે પાંચ મેચોની શ્રેણી હાલમાં 2-2થી બરાબર છે અને જે ટીમ આ મેચ જીતશે તે શ્રેણી જીતશે.

IND vs SA: બેંગ્લુરુમાં વરસાદને લઈ મેચમાં બે વાર સર્જાયો અવરોધ, 19-19 ઓવરની થઈ મેચ
IND vs SA: બેંગ્લુરુમાં નિર્ણાયક ટક્કર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 8:43 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે રમાઈ રહેલી પાંચમી T20 મેચમાં વરસાદને કારણે ખલેલ પડી છે. ટોસ પછી જ્યારે ટીમો મેદાનમાં ઉતરી ત્યારે વરસાદ આવ્યો અને મેચ રોકવી પડી હતી. પીચને પણ કવર્સથી સંપૂર્ણ પણે ઢાંકી દેવી પડી હતી. જેની અસર મેચ પર પણ પડી છે. હવે આ મેચ 20-20 ઓવરની નહીં પરંતુ 19-19 ઓવરની બની ગઈ છે. ઇનિંગ્સનો બ્રેક પણ ઘટાડી દેવામાં આવ્યો છે. હવે ઇનિંગ્સ વચ્ચે 10 મિનિટનો વિરામ હશે. આ વિરામ 20 મિનિટ જેવો હતો. જોકે વરસાદ રોકાઈ જવા બાદ મેચ ફરી એક વાર શરુ થઈ ચુકી છે અને ભારતીય ઓપનરોએ મેચની શરુઆત કરી દીધી છે.

વરસાદ બાદ મેચ શરૂ થઈ હતી. જોકે, તેમાં લગભગ 50 મિનિટનો વિલંબ થયો હતો. મેચ 7 વાગ્યે શરૂ થવાની હતી પરંતુ વરસાદને કારણે 7:50 વાગ્યે શરૂ થઈ હતી.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

ફરીથી વરસાદ વરસતા મેચ રોકવી પડી

રમત શરૂ થઈ ગઈ હતી અને માત્ર 3.3 ઓવર જ રમાઈ શકી હતી. આવી સ્થિતિમાં ફરી એકવાર વરસાદ આવ્યો અને મેચ અટકાવી દેવામાં આવી. આ સમયે ભારતનો સ્કોર બે વિકેટના નુકસાને 28 રન હતો. ભારતે ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડની વિકેટ ગુમાવી હતી. કિશન 15 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે ગાયકવાડ 10 રન બનાવીને આઉટ થયો હતો.

દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

આ મેચમાં ભારત ફરી એકવાર ટોસમાં હાર્યું. ભારતીય કેપ્ટન ઋષભ પંત આ સિરીઝમાં એક વખત પણ ટોસ જીતી શક્યો નહોતો. ટેમ્બા બાવુમા ઈજાગ્રસ્ત હોવાથી આ મેચમાં કેશવ મહારાજ દક્ષિણ આફ્રિકાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ચોથી મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. મહારાજે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.

બેંગ્લુરુમાં શ્રેણીનુ પરીણામ નક્કી થશે

આ મેચ દ્વારા સિરીઝનો વિજેતા નક્કી થશે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બે મેચ જીતીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી હતી, પરંતુ ભારતે ફરીથી ત્રીજી અને ચોથી મેચ જીતીને 2-2ની બરાબરી કરી હતી. તેથી આ મેચ નિર્ણાયક બની ગઈ છે અને જે ટીમ આ શ્રેણી જીતશે તે શ્રેણી પર કબજો કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">