IND vs SA: બે દક્ષિણ આફ્રિકનની Rishabh Pant સાથે થઈ ટક્કર, પછી કરી દીધી એવી ભૂલ કે થઈ ગયુ ટીમને નુકશાન

પ્રથમ મેચ પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કપ્તાન કરનાર ઋષભ પંત (Rishabh Pant) માટે ખરાબ સાબિત થઈ શકે એમ હતી, પરંતુ તેણે એક જીવતદાનનો સારો ફાયદો લીધો અને અસરકારક ઇનિંગ્સ રમી.

IND vs SA: બે દક્ષિણ આફ્રિકનની Rishabh Pant સાથે થઈ ટક્કર, પછી કરી દીધી એવી ભૂલ કે થઈ ગયુ ટીમને નુકશાન
Rishabh Pant નો ટક્કરમાં બચાવ થયો હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 10:12 PM

ક્રિકેટ મેચમાં, આક્રમકતા સાથે મેચ દરમિયાન કેટલીકવાર ઉત્તેજક ક્ષણો જોવા મળે કારણ કે ટીમો એકબીજા સાથે આક્રમકતા સાથે ટકરાતી હોય. આ આક્રમકતામાં ઘણી વખત આવા નજારા જોવા મળે છે, જેનાથી હાસ્યને પણ રોકવું મુશ્કેલ બને છે. ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે ફિરોઝ શાહ કોટલા મેદાનમાં પ્રથમ ટી-20 મેચ દરમિયાન આવું જ બન્યું હતું, જ્યાં ઋષભ પંત પહેલા બે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ સાથે ટકરાયો હતો અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકન ખેલાડીએ એવી ભૂલ કરી હતી, જેણે પ્રથમ બધાને હેરાન કરી દીધા હતા, અને પછી બધા તેની પર હસવા લાગ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ પણ તેની કિંમત ચૂકવવી પડી.

ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહેલા ઋષભ પંત પ્રથમ વખત દિલ્હીમાં પોતાના હોમ ગ્રાઉન્ડ ફિરોઝ શાહ કોટલામાં ઉતર્યો હતો અને તે તેના માટે ખૂબ જ રોમાંચક હતું. જો કે, તે તેના માટે ભારે પડી શકે છે, પરંતુ દક્ષિણ આફ્રિકાના નવા આવનારા ખેલાડીની ભૂલે પંતને તક આપી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આફ્રિકન ખેલાડીની ભૂલ

આ ઘટના ભારતીય ઇનિંગ્સની 14મી ઓવરના પહેલા બોલની છે. ઋષભ પંત તે જ સમયે ક્રિઝ પર આવ્યો હતો અને તેણે એક પણ બોલ રમ્યો નહોતો. તે નોન-સ્ટ્રાઈકર છેડે હતો. શ્રેયસ અય્યરે કાગીસો રબાડાની ઓવરના પ્રથમ બોલને શોર્ટ મિડવિકેટ તરફ મોકલ્યો હતો. પંત રન માટે દોડ્યો હતો પરંતુ રબાડા પણ બોલ પકડવા માટે તે જ દિશામાં દોડ્યો હતો. બંને ટકરાયા. આવી સ્થિતિમાં પંતે વાપસી કરવાનું શરૂ કર્યું અને આ દરમિયાન તેની અથડામણ બીજા એક આફ્રિકન ખેલાડી ટ્રિસ્ટન સ્ટબ્સ સાથે થઈ હતી.

જો કે, સ્ટબ્સ પાસે પંતને રન આઉટ કરવાની સારી તક હતી, પરંતુ તેણે બોલને સ્ટમ્પ પર મારવાને બદલે અથવા ત્યાંના ખેલાડીને આપવાને બદલે તેને વિકેટની બહાર હળવાશથી ઉછાળ્યો હતો. બોલ ન તો સ્ટમ્પને અથડાયો કે ન તો ખેલાડીના હાથમાં આવ્યો.

પંતે સાઉથ આફ્રિકાને સજા કરી

આ ઘટનાએ ત્યાં બધાને આશ્ચર્યચકિત કરી દીધા અને થોડી જ વારમાં કોમેન્ટેટરથી લઈને ખેલાડીઓ અને દર્શકો હસવા લાગ્યા. જોકે, આ ભૂલ સાઉથ આફ્રિકા માટે ભારે પડી હતી. ત્યારબાદ પંતે 16 બોલમાં 29 રન બનાવ્યા જેમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે છેલ્લી ઓવરમાં હાર્દિક પંડ્યા સાથે 18 બોલમાં 46 રનની પાર્ટનરશિપ કરીને ટીમને 200 રનથી આગળ લઈ ગઈ હતી. ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા, જે દક્ષિણ આફ્રિકા સામે ટીમનો સર્વોચ્ચ સ્કોર છે.

Latest News Updates

આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
g clip-path="url(#clip0_868_265)">