AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: દક્ષિણ આફ્રિકાને વિજયી બનાવનારા કીગન પીટરસનની સફળતાનુ શુ છે રાઝ, કેવી રીતે ભારતને હરાવ્યુ, પોતે જ બતાવી કહાની

કીગન પીટરસને (Keegan Petersen) બીજી અને ત્રીજી ટેસ્ટ મેચમાં જોરદાર ઇનિંગ્સ રમી હતી, જેના કારણે દક્ષિણ આફ્રિકા વાપસી કરવામાં સફળ રહ્યું હતું.

IND vs SA: દક્ષિણ આફ્રિકાને વિજયી બનાવનારા કીગન પીટરસનની સફળતાનુ શુ છે રાઝ, કેવી રીતે ભારતને હરાવ્યુ, પોતે જ બતાવી કહાની
Keegan Petersen: પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 9:34 PM
Share

દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમે (South Africa Cricket Team) સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ મેચમાં મળેલી હારને પાછળ છોડીને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારત (Indian Cricket Team) ને 2-1 થી હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાની જીતમાં તેના મધ્યમ ક્રમના બેટ્સમેન કીગન પીટરસને (Keegan Petersen) મોટી ભૂમિકા ભજવી હતી. તેને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ત્રણ મેચની છ ઇનિંગ્સમાં, જમણા હાથના બેટ્સમેને 46ની એવરેજથી 276 રન બનાવ્યા, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 82 હતો. પીટરસને કેપટાઉનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં આ સ્કોર બનાવ્યો હતો. તે પણ જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂર હતી. આ ઇનિંગ બાદ પીટરસને આ સિરીઝમાં પોતાની સફળતાનું રહસ્ય જણાવ્યું હતુ.

પીટરસને પણ આ મેચની પ્રથમ ઇનિંગમાં 72 રન બનાવ્યા હતા. જોહાનિસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં તેણે પ્રથમ દાવમાં 62 રન અને બીજા દાવમાં 28 રન બનાવ્યા હતા. જો કે સિરીઝની પ્રથમ મેચમાં તેનું બેટ વધુ ચાલ્યું ન હતું. તે પ્રથમ દાવમાં 15 રન અને બીજા દાવમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. પ્રથમ મેચ હાર્યા બાદ દક્ષિણ આફ્રિકાએ અણધારી વાપસી કરી અને ભારત જેવી મજબૂત ટીમને હરાવી.

પોતાની તાકાત પર અડીખમ રહ્યો

પીટરસનને ત્રીજી ટેસ્ટ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. મેચ બાદ પીટરસને કહ્યું, “મને ખબર નથી કે કેવું અનુભવું. હું હજુ પણ તેને પચાવી શકતો નથી. હું એકદમ ખુશ છું હું ભાવુક છું પણ ખુશ છું કે મને આ તક મળી. મેં દરેક દાવમાંથી જે સકારાત્મકતા મેળવી હતી તે લીધી અને તેના આધારે મારી ઇનિંગ્સ બનાવી. આ એક મુશ્કેલ સફર રહી છે. બિલકુલ સરળ નહોતી. મારે મારી તાકાત પર વળગી રહેવું પડ્યું અને લડવું પડ્યું.”

સફળતા, તે એક લાંબી સફર છે

પીટરસને કહ્યું કે ટેસ્ટમાં આવવું અને પડકારજનક વિકેટો પર બેટિંગ કરવી સરળ નહોતું. તેણે કહ્યું કે તેના માટે વિકેટ પર સમય પસાર કરવો મહત્વપૂર્ણ હતો અને તેના કારણે જ તેને સફળતા મળી. પીટરસને કહ્યું. “તે એક લાંબી સફર છે, હું આખી વાર્તા કહી શકતો નથી. ટેસ્ટમાં આવવું અને પડકારજનક પિચો પર બેટિંગ કરવી, પડકારજનક પરિસ્થિતિઓ સરળ નથી. મારી સામે જે આવ્યું તેની સામે મારે લડવું પડ્યું.”

તેણે કહ્યું, “ઉચ્ચ સ્તરના બોલિંગ આક્રમણ સામે બેટિંગ કરવી અમારા માટે હંમેશા મુશ્કેલ રહી છે. વિકેટ પર સમય પસાર કરવો મહત્વપૂર્ણ છે. તે સ્પષ્ટ હતું કે તમે જેટલો લાંબો સમય બેટિંગ કરો છો, તેટલી બેટિંગ કરવી સરળ રહેશે. મેં તેનો સંપૂર્ણ આનંદ માણ્યો.”

આ પણ વાંચોઃ Badminton U19: પોલીસ કર્મીની પુત્રીનો વિશ્વ સ્તરે કમાલ, પિતાએ શિખવી રમત અને પુત્રીએ નેહવાલ-સિંધૂને પાછળ છોડી બની નંબર 1

આ પણ વાંચોઃ Sport: નાઓમી ઓસાકા વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી મહિલા એથ્લેટ બની, ફોર્બ્સે જારી કરી નવી યાદી

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">