AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs PAK : WCL 2024ની ફાઇનલમાં પાકિસ્તાનને ઘૂળ ચટાડતુ ઈન્ડિયા ચેમ્પિયન્સ, રાયડુ-પઠાણે અપાવી જીત

World Championship of Legends 2024: બર્મિંગહામમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લિજેન્ડ્સની ફાઇનલમાં ભારત ચૅમ્પિયન્સે પાકિસ્તાન ચૅમ્પિયન્સને પાંચ વિકેટે હરાવ્યું. અંબાતી રાયડુએ શાનદાર અડધી સદી ફટકારીને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

IND Vs PAK : WCL 2024ની ફાઇનલમાં પાકિસ્તાનને ઘૂળ ચટાડતુ ઈન્ડિયા ચેમ્પિયન્સ, રાયડુ-પઠાણે અપાવી જીત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2024 | 9:23 AM
Share

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024નું ટાઇટલ ઇન્ડિયા ચેમ્પિયન્સે જીતી લીધુ છે. બર્મિંગહામમાં પાકિસ્તાન સામે ગઈકાલે રમાયેલી ફાઈનલ મેચ, યુવરાજ સિંહના નેતૃત્વમાં ઈન્ડિયા ચેમ્પિયન્સે સરળતાથી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 156 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ચેમ્પિયન્સે 5 બોલ બાકી રહેતા જ 5 વિકેટે આસાનીથી ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

ઈન્ડિયા ચેમ્પિયન્સની જીતનો હીરો હતો અંબાતી રાયડુ, જેણે શાનદાર અડધી સદી ફટકારીને માત્ર 30 બોલમાં 50 રન બનાવ્યા હતા. યુસુફ પઠાણે પણ 16 બોલમાં 30 રનની તોફાની ઇનિંગ રમી હતી. બોલિંગમાં અનુરીત સિંહે તેના સ્પેલમાંપાકિસ્તાનની 3 વિકેટ ખેરવી નાખી હતી.

ટીમ ઈન્ડિયાની બેટિંગ

ટીમ ઈન્ડિયાએ ટાર્ગેટની શરૂઆત શાનદાર રીતે કરી હતી. અંબાતી રાયડુએ પહેલી જ ઓવરમાં ફોર અને સિક્સર ફટકારી હતી અને રોબિન ઉથપ્પાએ પણ ઝડપી રમત દાખવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ પ્રયાસમાં તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ઉથપ્પાએ 10 રન બનાવ્યા હતા. ઉથપ્પા બાદ રૈના પણ ત્રીજી ઓવરમાં જ 4 રન બનાવીને આઉટ થયો હતો. રૈના અને ઉથપ્પા બંનેને આમિર યામિને આઉટ કર્યા હતા.

પાકિસ્તાનનો દાવ

WCL 2024ની ફાઇનલમાં પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 156 રન બનાવ્યા હતા. બર્મિંગહામની પીચ બેટિંગ માટે સારી હતી, પરંતુ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાન ટીમને મોટો સ્કોર કરતા અટકાવ્યો હતો. પાકિસ્તાન તરફથી શોએબ મલિકે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા.

તેના સિવાય કામરાન અકમલ અને શોએબ મકસૂદને સારી શરૂઆત મળી હતી પરંતુ તેઓ મોટી ઇનિંગ્સ રમી શક્યા નહીં. કામરાને 24 અને શોએબ મકસૂદે 21 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. અંતે, સોહેલ તનવીરે 9 બોલમાં 19 રન ફટકારીને પોતાની ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

ભારતીય બોલરોની વાત કરીએ તો અનુરીત સિંહે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. ઈરફાન પઠાણે 12 રનમાં એક વિકેટ લીધી હતી. પવન નેગીએ 24 રન આપીને એક વિકેટ લીધી હતી. વિનય કુમારને પણ સફળતા મળી. હરભજન સિંહ ફિટ ના હતો તેથી તેણે માત્ર એક જ ઓવર ફેંકી હતી.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">