Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ : વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, ભારત માટે આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો

બેંગ્લોર ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં વિરાટ કોહલીની શાનદાર ઈનિંગ જોવા મળી હતી. તેણે 102 બોલમાં 70 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે એક એવી સિદ્ધિ પણ હાંસલ કરી હતી જે પહેલા કોઈ ભારતીય બેટ્સમેન કરી શક્યો ન હતો.

IND vs NZ : વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, ભારત માટે આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
Virat KohliImage Credit source: PTI
Follow Us:
| Updated on: Oct 18, 2024 | 5:46 PM

ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે રમાઈ રહેલી બેંગલુરુ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બંને ટીમો તરફથી શાનદાર રમત જોવા મળી હતી. ન્યુઝીલેન્ડનો પ્રથમ દાવ 402 રન પર સમાપ્ત થયો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા પણ શાનદાર રમી હતી. કેપ્ટન રોહિત શર્મા અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. આ પછી વિરાટ કોહલી અને સરફરાઝ ખાને પણ 50+ રનની ઈનિંગ્સ રમી હતી. આ દરમિયાન વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. તેણે એક એવું પરાક્રમ પણ કર્યું જે આ પહેલા કોઈ ભારતીય બેટ્સમેન કરી શક્યો ન હતો.

221મી વખત 50+ રન બનાવ્યા

આ મેચના પ્રથમ દાવમાં વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. પરંતુ બીજા દાવમાં તેણે સાવચેતીપૂર્વક બેટિંગ કરી અને ટીમના સ્કોરને આગળ લઈ ગયો. તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 221મી વખત 50+ રન બનાવ્યા. આ સાથે જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં 9 હજાર રન પૂરા કર્યા. તે ભારત માટે આવું કરનાર ચોથો બેટ્સમેન બન્યો. આ સિવાય વિરાટ આ મેચમાં ત્રીજા નંબર પર રમી રહ્યો છે અને તે ODIમાં આ સ્થાન પર રમે છે. તેણે ત્રીજા નંબર પર રમતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15000 રન પણ પૂરા કર્યા છે.

ત્રીજા નંબર પર 15000 રન

વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજા નંબર પર રમતા 15000 રન બનાવનાર ભારતનો પહેલો બેટ્સમેન બની ગયો છે. તેણે 316 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. વિરાટ બાદ આ લિસ્ટમાં રાહુલ દ્રવિડનું નામ છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજા નંબર પર રમતા 14555 રન બનાવ્યા હતા. પરંતુ વિરાટ કોહલી હવે તેનાથી ઘણો આગળ નીકળી ગયો છે. આ સિવાય આ પણ પ્રથમ વખત છે જ્યારે વિરાટે ટેસ્ટમાં ત્રીજા નંબર પર રમતા 50 રનના આંકને સ્પર્શ કર્યો હોય.

Nagarvel with Mishri : નાગરવેલના પાન સાથે મિશ્રી ખાવાના ચોંકાવનારા ફાયદા
Vastu Tips : તમારા ઘરની બારી દક્ષિણ તરફ હોય તો શું થાય ?
Health Tips: આ ઘરગથ્થુ ઉપાયથી એક અઠવાડિયામાં ફાટેલી એડી થઈ જશે ઠીક! મુલાયમ થઈ જશે પગ
ગુજરાતની ટીમના લેસ્બિયન ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Jioનો સૌથી સસ્તો પ્લાન ! મળશે 90 દિવસની વેલિડિટી
છૂટાછેડા પછી આ ક્રિકેટરોના જીવનમાં આવી નવી હસીનાઓ

આવું કરનાર પ્રથમ બેટ્સમેન

વિરાટ કોહલીએ વધુ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે ટેસ્ટમાં 9000 રન, વનડેમાં 10000 રન અને T20માં 4000 રન બનાવનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન બની ગયો છે. આ સિવાય સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાના મામલે વિરાટ કોહલી વર્તમાન ખેલાડીઓમાં ત્રીજા સ્થાને છે. આ યાદીમાં માત્ર જો રૂટ અને સ્ટીવ સ્મિથ જ તેનાથી આગળ છે.

આ પણ વાંચો: Virat Kohli 9000 Runs: વિરાટ કોહલીએ ટેસ્ટમાં 9000 રન પૂરા કર્યા, 11 મહિના પછી આ ખાસ સિદ્ધિ હાંસલ કરી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">