IND vs NZ મેચ બાદ 8 બેટ્સમેનને લઈ સૂર્યકુમાર યાદવનું મોટું નિવેદન, જાણો શું કહ્યું..
Suryakumar Yadav, IND vs NZ: નાગપુર T20માં ભારતની શાનદાર જીત બાદ, સૂર્યકુમાર યાદવે 8 બેટ્સમેનની રણનીતિ અને પોતાના બેટિંગ ફોર્મ પર ખુલ્લેઆમ વાત કરી.

IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નાગપુરમાં રમાયેલી પ્રથમ T20 મેચ બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ એ મેચ પછીની પ્રેઝન્ટેશન દરમિયાન પોતાની બેટિંગ તેમજ ટીમમાં 8 બેટ્સમેન સાથે રમવાની રણનીતિ પર ખુલ્લેઆમ વાત કરી. ભારતે આ હાઈ-સ્કોરિંગ મુકાબલો 48 રનથી જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી.
આ કોર્ડીનેશન ટીમને બેટિંગમાં ફ્લેક્સિબિલિટી આપે
મેચ બાદ સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે T20 ફોર્મેટમાં ટીમ માટે 8 બેટ્સમેન સાથે રમવાનો સંયોજન હાલ અસરકારક સાબિત થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, “જ્યાં સુધી આ ફોર્મ્યુલા કામ કરે છે અને ટીમ તરીકે પરિણામ મળે છે, ત્યાં સુધી તેને ચાલુ રાખવામાં કોઈ નુકસાન નથી.” સૂર્યાના મતે, આ કોર્ડીનેશન ટીમને બેટિંગમાં ફ્લેક્સિબિલિટી આપે છે.
તાજેતરના સમયમાં ટીમ ઈન્ડિયા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 8 બેટ્સમેન અને 3 સ્પેશિયલિસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરી રહી છે. નાગપુર T20I બાદ જ્યારે આ રણનીતિ વિશે સૂર્યાને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે સંયોજન ટીમ માટે યોગ્ય લાગી રહ્યું છે અને ખેલાડીઓ પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી રહ્યા છે.
સતત 23મી T20 ઇનિંગમાં પણ અડધી સદી
ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20Iમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ સામે સૂર્યકુમાર યાદવ 22 બોલમાં 32 રન બનાવીને આઉટ થયા હતા. તેમની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ હતો. જોકે, તેઓ સતત 23મી T20 ઇનિંગમાં પણ અડધી સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યા, જેના કારણે મેચ બાદ તેમની બેટિંગ ફોર્મ વિશે પ્રશ્ન ઉઠ્યો.
પોતાની બેટિંગ અંગે વાત કરતા સૂર્યાએ કહ્યું, “જ્યારે હું બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમે માત્ર 25 રનમાં બે વિકેટ ગુમાવી હતી અને દબાણની સ્થિતિ હતી. મને આવી પરિસ્થિતિમાં બેટિંગ કરવી ગમે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે નેટ્સમાં તેમની તૈયારી સારી ચાલી રહી છે અને રન ફરી આવવું ફક્ત સમયની વાત છે.
બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાં નહીં રમે, આ ટીમ તેમનું સ્થાન લેશે
