IND vs NZ: શુભમન ગિલને અર્ધશતક ફટકારીને પણ અફસોસ થઇ રહ્યો છે, કહ્યુ કાનપુર ટેસ્ટમાં પોતે શુ ભૂલ કરી બેઠો હતો

કાનપુર ટેસ્ટ (Kanpur Test) ના પહેલા દિવસે શુભમન ગિલે (Shubman Gill) પ્રથમ સેશનમાં અડધી સદી ફટકારી હતી, પરંતુ તેણે પોતાની ઇનિંગ્સને મોટા સ્કોરમાં બદલવાની સારી તક ગુમાવી દીધી હતી.

IND vs NZ: શુભમન ગિલને અર્ધશતક ફટકારીને પણ અફસોસ થઇ રહ્યો છે, કહ્યુ કાનપુર ટેસ્ટમાં પોતે શુ ભૂલ કરી બેઠો હતો
Shubman Gill
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 11:25 PM

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે કાનપુર ટેસ્ટ (Kanpur Test) નો પ્રથમ દિવસ ભારતીય ટીમના નામે રહ્યો હતો. શુભમન ગિલ, શ્રેયસ અય્યર (Shreyas Iyer) અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja ) ની અડધી સદીની મદદથી ભારતે માત્ર 4 વિકેટ ગુમાવીને 258 રન બનાવ્યા હતા. ભારતીય પીચનો લાભ લેવા માટે ત્રણ સ્પિનરો સાથે ઉતરેલી કિવી ટીમને બહુ ફાયદો થયો ન હતો અને તેના સ્પિનરોને ભારતીય બેટ્સમેનો સરળતાથી રમી રહ્યા હતા.

પરંતુ ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર કાઈલ જેમિસન (Kyle Jamieson) ફરી એકવાર ટીમ ઈન્ડિયા માટે આફત બની ગયો. જેમિસનનો શિકાર શુભમન ગિલ (Shubman Gill) બન્યો હતો, જે અંદર જતા બોલ પર કિવી બોલર દ્વારા બોલ્ડ થયો હતો. હવે ગિલે પણ કબૂલ્યું છે કે તેણે પરિસ્થિતીઓને સમજવામાં ભૂલ કરી હતી અને તેથી તેને જેમિસન પાસેથી આ બોલની અપેક્ષા નહોતી રાખી.

ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં મેચના પહેલા દિવસે પ્રથમ સેશનમાં સરસ ઓપનિંગ કરતા ગિલે અડધી સદી ફટકારી હતી અને આ દરમિયાન તેણે ટિમ સાઉથી અને કાયલ જેમિસનનો સારી રીતે સામનો કર્યો હતો. બીજી તરફ ન્યુઝીલેન્ડના સ્પિનરો તેને પરેશાન કરી શક્યા ન હતા. જો કે, બીજા સત્રની શરૂઆત સાથે, ગિલ પહેલી જ ઓવરમાં આઉટ થઈને પાછો ફર્યો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડના દિગ્ગજ ઝડપી બોલર જેમ્સ એન્ડરસનની જેમ, જેમીસન સામે, ગિલ અંદર આવતા બોલને રમવામાં નિષ્ફળ ગયો અને બોલ્ડ થઈ ગયો. તેના બેટ અને ફૂટવર્ક વચ્ચે ફરી એકવાર મોટું અંતર જોવા મળ્યું હતુ.

રિવર્સ સ્વિંગ સમજવામાં કરી ભૂલ

દિવસની રમત સમાપ્ત થયા પછી, ગિલે કહ્યું કે તેને આશા નહોતી કે જેમિસન મેચમાં આટલો વહેલો રિવર્સ સ્વિંગ મેળવશે. ભારતીય ઓપનરે સ્વીકાર્યું કે જેમિસનનો સ્પેલ જબરદસ્ત હતો અને તે તેના સ્વિંગને સમજી શક્યો ન હતો.

ગિલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કેટલીકવાર, જ્યારે બોલ રિવર્સ સ્વિંગ થવા લાગે છે ત્યારે તે સમજવું મુશ્કેલ બની જાય છે અને ખાસ કરીને લંચ પછી પાછા આવ્યા પછી. મને આશા નહોતી કે બોલ આટલી ઝડપથી રિવર્સ સ્વિંગ કરશે. ટેસ્ટ ક્રિકેટની આ જ વાત ખાસ છે. તમારે તાત્કાલિક સંજોગો સમજવા પડશે. આ ઇનિંગમાં, હું બોલને સમજી શક્યો નહીં, કારણ કે મને રિવર્સ સ્વિંગની અપેક્ષા નહોતી.

જેમીસન ફરી ભારત માટે આફત બન્યો

જેમિસને ફરી એકવાર ભારતીય બેટ્સમેનોને સૌથી વધુ પરેશાન કર્યા. તે ન્યુઝીલેન્ડનો સૌથી અસરકારક બોલર સાબિત થયો હતો. તેણે પહેલા સેશનની આઠમી ઓવરમાં મયંક અગ્રવાલની વિકેટ લીધી હતી. લંચ પછીની પહેલી જ ઓવરમાં તેણે ગિલની વિકેટ લીધી અને તે જ સેશનમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન અજિંક્ય રહાણે પણ બોલ્ડ થઈ ગયો. જેમિસનની 3 વિકેટ ઉપરાંત ટિમ સાઉથીને એક વિકેટ મળી હતી.

આ પણ વાંચોઃ IPL 2022: હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સ નહી હવે આ ટીમથી આવી શકે છે નજર, મળશે મોટી જવાબદારી!

આ પણ વાંચોઃ અમદાવાદનો પોલીસ જવાન અમદાવાદમાં બનાવટી દારુ સપ્લાય કરતો હતો, ઘરમાં જ દારુનો ‘ગૃહ ઉધોગ’ ખોલી શરુ કર્યો નકલી દારુનો ધંધો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">