અમદાવાદનો પોલીસ જવાન અમદાવાદમાં બનાવટી દારુ સપ્લાય કરતો હતો, ઘરમાં જ દારુનો ‘ગૃહ ઉધોગ’ ખોલી શરુ કર્યો નકલી દારુનો ધંધો

રાજસ્થાનથી દારુનો રેલો નિકળીને અમદાવાદ (Ahmedabad) માં પહોંચતો હોય છે અને તેને રોકવા પોલીસ રાત દીવસ એક કરતી હોય છે, પરંતુ અહીં તો અમદાવાદ પોલીસનો જ એક જવાન તલોદ થી બનાવટી દારુનો રેલો નિકાળતો હતો.

અમદાવાદનો પોલીસ જવાન અમદાવાદમાં બનાવટી દારુ સપ્લાય કરતો હતો, ઘરમાં જ દારુનો 'ગૃહ ઉધોગ' ખોલી શરુ કર્યો નકલી દારુનો ધંધો
Arrested police constable
Follow Us:
| Updated on: Nov 25, 2021 | 7:17 PM

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના તલોદ (Talod) તાલુકાના છત્રીસા ગામે એક પોલીસ જવાન તેના પુત્ર સાથે મળીને ડુપ્લીકેટ દારૂ બનાવતો હતો. પોલીસ કર્મી એ વતનના ઘરમાં જ ‘ગૃહ ઉધોગ’ ખોલી બનાવેલો ડુપ્લિકેટ દારૂને અમદાવાદ (AhmedabaD) ના શરાબ શોખીનોને પૂરો પાડતો હતો. સ્થાનિક પોલીસ (Sabarkantha Police) ને બાતમી મળતા પોલીસ પિતા અને તેના પુત્રને ઝડપી લઇ જેલ હવાલે કર્યો છે, સાથે સાથે જ બનાવટી દારૂ (Duplicate Liquor) બનાવવા ની મિનિ ફેક્ટરી નો સામાન પણ પોલીસે જપ્ત કર્યો છે.

તલોદ પોલીસ મથક (Talod Police Station) ને એક બાતમી મળી હતી જે બાતમી મુજબ એ પોલીસ જવાન પોતાના જ ઘરમાં બનાવટી વિદેશી શરાબ બનાવતો હતો. પોલીસને પહેલી નજરે આ બાતમી પર શંકા લાગી રહી હતી, પરંતુ સ્થળ પર પહોંચતા જ પોલીસની આંખો ફાટી ને પહોળી થઇ ગઇ હતી. કારણકે એક પોલીસ જવાન પોતે જ તેના પુત્ર સાથે મળીને ઘરમાં જ દારૂ બનાવવાની ની મીની ફેક્ટરી ચલાવી રહ્યો હતો.

પોલીસ દરોડો પાડવા માટે છત્રીસા ગામે પહોંચી ત્યારે જ્યાં પોલીસ જવાનના ઘરમાં બનાવટી વિદેશી દારૂ બની રહ્યો હતો. આ માટેની સામગ્રી જોઈએ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે ૫૫૨ બોટલ બનાવટી દારૂ સ્થળ પરથી જ ઝડપી પાડયો હતો. આ સાથે પિતા-પુત્રની પણ ધરપકડ કરી લેવાઈ હતી. આરોપી પિતા પુત્ર ઘરમાં જ વિદેશી જુદી જુદી દારુની બ્રાન્ડના સ્ટિકર તૈયાર રાખતા અને એવી જ ડુપ્લીકેટ બોટલોમાં પેક કરીને સ્ટીકર ચોંટાડીને દારુની બોટલો તૈયાર કરીને અમદાવાદમાં સપ્લાય કરતા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

કેએચ સૂર્યવંશી (KH Suryavansi), DySP હિંમતનગરે કહ્યુ હતુ કે, આ અંગે અમને બાતમી મળી હતી. તે અંગે ખાનગી રાહે તપાસ કર્યા બાદ PSI બીએસ રાઠોડ અને તેમની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી આ પ્રકારે ઘરમાંજ દારુ બનાવવાનું કામકાજ ચાલતુ હતુ. પિતા અને પુત્ર બંની ધરપકડ કરીને કાર્યવાહી શરુ કરી છે. આ બાબતે મદદગાર અન્ય શખ્શોની પણ તપાસ હાથ ધરી છે.

આરોપી પોલીસ જવાન હાલ ફરજ મોકૂફ છે જે અમદાવાદ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતો હતો. આ અગાઉ પણ પોલીસ જવાન રણજીતસિંહ ચૌહાણ મહીસાગર પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. જે દરમિયાન તે દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ આવ્યો હતો. ત્યારબાદ ગત જુન માસથી હાલ ફરજ મોકૂફ કરવામાં આવેલો છે. ફરજ મોકુફી દરમિયાન હેડ ક્વાર્ટર પર હાજર રહેવાના બદલે ઘરે જ બનાવટી વિદેશી શરાબ બનાવી અમદાવાદમાં વેચતો હતો.

તલોદ પોલીસ ને બાતમી મળતા પોલીસે રાત્રી દરમિયાન તેના ઘરને ચોતરફથી ઘેરી લઇ દરોડો પાડ્યો હતો. તલોદ પોલીસે પિતા પુત્રની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં ક્યાં અને કોને કોને આ ડુપ્લીકેટ શરાબનો ઝથ્થો સપ્લાય કરતા હતા એ પણ તપાસ હાથ ધરી છે.

ઝડપાયો આરોપી

01. રણજીતસિંહ દિપસિંહ ચૌહાણ, સ્પેન્ડેડ પોલીસ જવાન, શાહિબાગ પોલીસ હેડક્વાર્ટર

02. જયદિપસિંહ રણજીત સિંહ ચૌહાણ, પુત્ર, રહે. છત્રીસા, તા. તલોદ. જી. સાબરકાંઠા

આ પણ વાંચોઃ IND VS NZ: કાનપુરમાં અય્યર, ગિલ અને જાડેજાનું બેટ ચાલ્યું, ભારતે પહેલા દિવસે 258 રન બનાવ્યા

આ પણ વાંચોઃ Sameer Wankhede Case : શું તમને આ બધુ શોભે છે ? બોમ્બે હાઈકોર્ટ નવાબ મલિકને લગાવી ફટકાર

g clip-path="url(#clip0_868_265)">