IND vs NZ: ભારત પ્રવાસ માટે ન્યુઝીલેન્ડની ટીમ જાહેર થઈ, વિલિયમસનને આરામ અપાયો

|

Dec 19, 2022 | 9:54 AM

ભારત પ્રવાસે આવતા પહેલા ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ પાડોશી પાકિસ્તાનનો પ્રવાસ ખેડશે. ત્યારબાદ ભારતમાં મર્યાદિત ઓવરની શ્રેણી રમશે. કિવી ટીમ સાથે કેન વિલિયમસન ભારત નહીં આવે.

IND vs NZ: ભારત પ્રવાસ માટે ન્યુઝીલેન્ડની ટીમ જાહેર થઈ, વિલિયમસનને આરામ અપાયો
Kane Williamson ભારત પ્રવાસે નહીં આવે

Follow us on

હાલમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસે છે, જ્યાં પ્રવાસની અંતિમ મેચ એટલે કે ઢાકા ટેસ્ટ રમશે. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા સ્વદેશ પરત ફરીને શ્રીલંકા સામે 3-3 મેચની વન ડે અને ટી20 શ્રેણી રમશે. આ બંને શ્રેણી બાદ તુરત જ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સાથે મર્યાદિત ઓવરની શ્રેણી રમશે. એટલે હજુ પણ ભારતીય ટીમનો ક્રિકેટ કાર્યક્રમ ખૂબ વ્યસ્ત છે. ન્યુઝીલેન્ડની ટીમ આગામી મહિને ભારત પ્રવાસે આવનાર છે. આ દરમિયાન જોકે કેન વિલિયમસન ભારતમાં ન્યુઝીલેન્ડની ટીમની આગેવાની નહીં સંભાળે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ભારત પ્રવાસ માટેની ટીમ અને કેપ્ટનની ઘોષણા કરી દીધી છે.

ભારત પ્રવાસ દરમિયાન ન્યુઝીલેન્ડ 3 મેચોની વન ડે અને 3 મેચોની ટી20 શ્રેણી રમનાર છે. આ પહેલા ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાનમાં ટેસ્ટ શ્રેણી અને વનડે શ્રેણી રમવા જશે. જ્યાંથી કેન વિલિયમસન વિનાની કિવી ટીમ સીધી જ ભારત પહોંચશે. વિલિયમસન ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે રાજીનામુ આપ્યા બાદ હવે વનડે અને ટી20 શ્રેણીમાં ભારત પ્રવાસ દરમિયાન આરામ પર રહેશે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

વિલિયમસનના બદલે કોણ સંભાળશે સુકાન

ટેસ્ટ ક્રિકેટ ટીમના સુકાની તરીકે રાજીનામુ ધર્યા બાદ હવે ન્યુઝીલેન્ડે આ પદ પર હાલમાં ટિમ સાઉથીને કમાન સોંપી છે. પાકિસ્તાન પ્રવાસ દરમિયાન મર્યાદિત ઓવરોની શ્રેણીમાં વિલિયમસન કેપ્ટનશિપ કરતો જોવા મળશે, ટેસ્ટ મેચમાં તે સુકાની તરીકે નહીં જોવા મળે.

કિવી ટીમના ભારત પ્રવાસ દરમિયાન ટોમ લૈથમ કેપ્ટનશિપ સંભાળશે. જે કિવી ટીમનો વિકેટકિપર ખેલાડી છે. વિલિયમસનની સાથે ટીમના સિનિયર ખેલાડી ટેસ્ટ કેપ્ટન ટિમ સાઉથી પણ સ્વદેશ પરત ફરશે અને વર્કલોડ મેનેજમેન્ટ મુજબ તે આરામ પર રહેશે. ટીમના હેડ કોચ ગેરી સ્ટેડને પણ આરામ આપવાનુ નક્કી કરવામાં આવ્યુ છે અને તે ભારત પ્રવાસે નહીં આવે. ભારતમાં કિવી ટીમની સાથે કોચ તરીકે લ્યૂક રોન્કી આવશે.

ન્યુઝીલેન્ડ ODI ટીમ

કેન વિલિયમસન (કેપ્ટન-પાકિસ્તાન ટુર), ટોમ લૈથમ (કેપ્ટન-ભારત પ્રવાસ), ટિમ સાઉથી (પાકિસ્તાન ટુર), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, એડમ મિલ્ને, ડેરીલ મિશેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, હેનરી શિપલી, ઈશ સોઢી, તેમ જ માર્ક ચેપમેન અને જેકબ ડફી માત્ર ભારત પ્રવાસનો હિસ્સો રહેશે.

 

 

18 જાન્યુઆરીથી વન ડે શ્રેણીની શરુઆત થનારી છે. જ્યારે તેના બાદ ટી20 શ્રેણી રમાશે. આ માટે ન્યુઝીલેન્ડે વન ડે માટેની ટીમની ઘોષણા કરી દીધી છે. ટી20 માટેની ટીમ બાદમાં ન્યુઝીલેન્ડ બોર્ડ જાહેર કરશે.

 

 

Published On - 9:52 am, Mon, 19 December 22

Next Article