IND vs ENG : માન્ચેસ્ટરમાં જોવા મળ્યો વિરાટ કોહલી, રિટાયરમેન્ટ બાદ પણ છે કિંગ કોહલીનો જલવો
લોર્ડ્સ ટેસ્ટ મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયા ચોથી ટેસ્ટ મેચમાં જીત નોંધાવવા માટે મેદાન પર પરસેવો પાડી રહી છે. આ દરમિયાન, ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડમાં તેનો દબદબો હજુ પણ અકબંધ છે.

એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ઐતિહાસિક જીત બાદ, ટીમ ઈન્ડિયાને લોર્ડ્સ ટેસ્ટ મેચમાં 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે, તે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ફરી પાછળ છે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ હવે માન્ચેસ્ટરમાં જીત નોંધાવીને શ્રેણી બરાબર કરવા માંગશે. આ દરમિયાન, ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી માન્ચેસ્ટરમાં જોવા મળ્યો છે. ઈંગ્લેન્ડમાં તેનો ચાર્મ હજુ પણ અકબંધ છે. ક્રિકેટ ચાહકો તેને મેદાન પર જોવા માટે ખૂબ જ ઉત્સુક છે.
ઓલ્ડ ટ્રેફોર્ડની દિવાલ પર કોહલીની ફોટો
ભારતીય ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી તાજેતરમાં લંડનમાં વિમ્બલ્ડન મેચ જોવા આવ્યો હતો. હવે તે માન્ચેસ્ટરમાં જોવા મળ્યો છે. તે પોતે માન્ચેસ્ટર પહોંચ્યો નથી, પરંતુ તેનું પોસ્ટર માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમની દિવાલો પર લગાવવામાં આવ્યું છે.
ફોટોમાં કોહલી સાથે સ્મૃતિ મંધાના
કોહલીની સાથે ફોટામાં દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર કાગીસો રબાડા અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાના પણ છે.આ પોસ્ટરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 23 જુલાઈથી શરૂ થનારી ચોથી ટેસ્ટ મેચ વિશે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ભવિષ્યમાં યોજાનારી અન્ય મેચોની તારીખો પણ આ પોસ્ટરમાં લખેલી છે.
UNMATCHED LEGACY OF KING KOHLI King Virat Kohli’s poster outside Old Trafford . pic.twitter.com/yn6BVgno3q
— , (@viratkohli_un) July 17, 2025
માન્ચેસ્ટરમાં ટીમ ઈન્ડિયાનો ખરાબ રેકોર્ડ
માન્ચેસ્ટરમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. આ મેદાન પર ફક્ત આઠ ભારતીય બેટ્સમેન સદી ફટકારી શક્યા છે. વિરાટ કોહલી આ મેદાન પર એક પણ સદી ફટકારી શક્યો નથી. સચિન તેંડુલકર અને મોહમ્મદ અઝહરુદ્દીને છેલ્લે 1990માં આ મેદાન પર સદી ફટકારી હતી. ત્યારથી, કોઈ પણ ભારતીય બેટ્સમેન અહીં સદી ફટકારી શક્યો નથી.
ભારતે માન્ચેસ્ટરમાં એક પણ ટેસ્ટ જીતી નથી
ટીમ ઈન્ડિયા હજુ સુધી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર એક પણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. ભારતે માન્ચેસ્ટરમાં 9 ટેસ્ટ મેચ રમી છે. આમાં તેને ચારમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને પાંચ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. છેલ્લી વખત વર્ષ 2021માં, વિરાટ કોહલીએ માન્ચેસ્ટર મેદાન પર ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ તે મેચમાં પણ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: શું કોહલીનો આ વીડિયો બેંગલુરુમાં ભાગદોડનું કારણ બન્યો? અકસ્માતના 7 કલાક પહેલા વિરાટે કહી હતી આ વાત
