IND vs ENG : ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ માટે ટીમની જાહેરાત, 3 વર્ષ બાદ આ ખેલાડીનું કમબેક
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 20 જૂન 2025ના રોજ હેડિંગ્લી ખાતે શરૂ થશે. આ મેચ માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાની ટીમની જાહેરાત કરી છે. જેમાં કુલ 14 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27નો ભાગ છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ શ્રેણીની પ્રથમ મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડે શરૂઆતની મેચ માટે કુલ 14 ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. આ ટેસ્ટ 20 જૂન 2025ના રોજ હેડિંગ્લી ખાતે શરૂ થશે. ટીમ બેન સ્ટોક્સની કેપ્ટનશીપ હેઠળ રમશે. જેમાં જો રૂટ, ઓલી પોપ અને બેન ડકેટ જેવા સિનિયર ખેલાડીઓનો સમાવેશ થાય છે. જ્યારે કેટલાક યુવા ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવી છે.
ઈંગ્લેન્ડે ટીમની જાહેરાત કરી
ફાસ્ટ બોલર જેમી ઓવરટન ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં પાછો ફર્યો છે, જ્યારે ગસ એટકિન્સન ઈજાને કારણે આ મેચમાંથી બહાર રહેશે. જેક ક્રોલી, હેરી બ્રુક, સેમ કૂક અને જેકબ બેથેલ જેવા સ્ટાર ખેલાડીઓ પણ આ ટીમનો ભાગ છે. જ્યારે સ્પિન બોલિંગની જવાબદારી શોએબ બશીર પર રહેશે. જ્યારે ફાસ્ટ બોલિંગ આક્રમણમાં જેમી ઓવરટનની સાથે જોશ ટોંગ, ક્રિસ વોક્સ અને બ્રાયડન કર્સનો સમાવેશ થાય છે. જોની સ્મિથને આ ટીમમાં વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
ઓવરટનનું ત્રણ વર્ષ બાદ કમબેક
જેમી ઓવરટન માટે આ એક મોટી તક છે. તે ત્રણ વર્ષ પછી ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો છે. પરંતુ ગસ એટકિન્સનની ગેરહાજરી ટીમ માટે મોટો આંચકો છે. ગયા મહિને ઝિમ્બાબ્વે સામેની એકમાત્ર ટેસ્ટ દરમિયાન એટકિન્સનને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. જેના કારણે તે હાલમાં ફિટ નથી.
Series Loading : ◼◼◼◻
Who is the first name in your XI?
#ENGvIND pic.twitter.com/YxUeU4Vv3z
— England Cricket (@englandcricket) June 5, 2025
ઈંગ્લેન્ડ માટે શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ
આ શ્રેણી ઈંગ્લેન્ડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમને ભારત સામેની છેલ્લી ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ વખતે બેન સ્ટોક્સની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઘરઆંગણાની પરિસ્થિતિઓનો લાભ ઉઠાવવા અને મજબૂત શરૂઆત કરવા માંગશે.
કરુણ નાયરે બેવડી સદી ફટકારી
બીજી તરફ, ભારતીય ટીમ પણ આ શ્રેણી માટે તૈયાર છે. તાજેતરમાં ભારત ‘એ’ એ લાયન્સ સામે મેચ રમી હતી, જેમાં કરુણ નાયરે શાનદાર બેવડી સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડની ટીમને ભારતીય બેટ્સમેન અને બોલરો તરફથી કઠિન સ્પર્ધાનો સામનો કરવો પડે તેવી અપેક્ષા છે.
પ્રથમ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ
બેન સ્ટોક્સ (કેપ્ટન), શોએબ બશીર, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, સેમ કૂક, ઝેક ક્રોલી, બેન ડકેટ, જેમી ઓવરટન, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ, જોશ ટંગ, ક્રિસ વોક્સ.
આ પણ વાંચો: Breaking News : RCBએ વિકટ્રી પરેડમાં મૃત્યુ પામેલા ફેન્સ માટે વળતરની જાહેરાત કરી, પીડિતોને આ રીતે કરશે મદદ