IND vs ENG: ટીમ ઇન્ડીયાના મસ્તીના દિવસો ખતમ, ડરહમમાં પ્રેકટીશ સેશનની કરી શરુઆત, જુઓ તસ્વીરો

TV9 GUJARATI

|

Updated on: Jul 17, 2021 | 11:37 AM

ભારતીય ટીમ (Team India) ના ખેલાડીઓના આનંદ ના ત્રણ સપ્તાહ ખતમ થયા બાદ હવે ફરી થી ક્રિકેટમાં ધ્યાન લગાવવા લાગી ચુક્યા છે. ખેલાડીઓએ મેદાનમાં પ્રેકટીશ સેશનની શરુઆત કરી દીધી છે.

IND vs ENG: ટીમ ઇન્ડીયાના મસ્તીના દિવસો ખતમ, ડરહમમાં પ્રેકટીશ સેશનની કરી શરુઆત, જુઓ તસ્વીરો
Team India Practice Session

Follow us on

IND vs ENG: આગામી ઓગષ્ટ ના પ્રથમ સપ્તાહ થી ભારત અને ઇંગ્લેન્ડ (India Vs England) ટેસ્ટ શ્રેણીનો પારંભ થનારા છે. ભારતીય ટીમ (Team India) ઇંગ્લેન્ડ સામેની શ્રેણીને લઇને તૈયારીઓનો પ્રારંભ કરી દેવાયો છે. ત્રણ સપ્તાહની રજાઓ ગાળ્યા બાદ ટીમ હવે ગ્રાઉન્ડ પ્રેકટીશમાં લાગી ચુકી છે. આ માટે ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ રજાઓ પરથી પરત ફરીને હવે તૈયારીઓ શરુ કરી છે. જેની તસ્વીરો હવે સોશિયલ મીડિયા પર સામે આવવા લાગી છે.

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ બાદ ભારતીય ટીમના ખેલાડીઓને બાયોબબલથી મુક્તી આપવામાં આવી હતી. ખેલાડીઓએ ત્રણ સપ્તાહ દરમ્યાન ઇંગ્લેન્ડમાં રજાઓનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો. કેટલાક ખેલાડીઓએ ફુટબોલ અને ટેનિસ મેચો જોવાનો પણ આનંદ ઉઠાવ્યો હતો. જોકે હવે ભારતીય ટીમ ડરહમ પહોંચી ચુકી છે. જ્યાં પ્રેકટીસ સેશન શરુ થઇ ચુક્યુ છે.

પ્રેકટીસ સેશનની શરુઆત ની તસ્વીર BCCI એ શેર કરી હતી. BCCI એ શેર કરેલી પ્રેકટીસ સેશન દરમ્યાનની તસ્વીરમાં ખેલાડીઓ મેદાનમાં ચક્કર લગાવી રહ્યા છે. જેમાં કેપ્ટન વિરાટ કોહલી અને ટીમના ખેલાડીઓ નજર આવી રહ્યા છે.

જ્યારે રવિન્દ્ર જાડેજાએ પણ સોશિયલ મીડિયા દ્વારા કેટલીક તસ્વીરો શેર કરી છે. જેમાં તે અને સાથી ખેલાડીઓ જોઇ શકાય છે. તેઓ પ્રેકટીસ સેશનમાં ભાગ લઇ રહ્યા છે. તે વેળાની તસ્વીરો જાડેજાએ શેર કરી હતી. જાડેજાએ કેપ્શન લખી હતી, બીઝનેસ અવર્સ.

બંને દેશો વચ્ચે શરુ થનારી ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટીમ ફર્સ્ટ ક્લાસ મેચ રમશે. સ્થાનિક કાઉન્ટી ઇલેવન અને ભારતીય ટીમ વચ્ચે 20 જૂલાઇ થી મેચ રમાનારી છે. જે ત્રણ દિવસીય અભ્યાસ મેચ હશે. જે મેચમાં ઋષભ પંત કોરોના સંક્રમિત હોઇ ભાગ નહી લઇ શકે. સાથે જ તેના સંપર્કમાં આવેલા રિદ્ધીમાન સાહા અને રિઝર્વ અભિમન્યુ ઇશ્વરન અભ્યાસ મેચ માટે ઉપલબ્ધ નહી થઇ શકે. કેએલ રાહુલ (KL Rahul) કાઉન્ટી ઇલેવન સામેની મેચમાં વિકેટકીપરની જવાબદારી નિભાવશે.

આ પણ વાંચોઃ ICC T20 World Cup 2021ના ગૃપોની ઘોષણા, સુપર 12ના એક જ ગૃપમાં ભારત અને પાકિસ્તાન ટક્કર થશે

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati