Ind vs Eng : ઇંગ્લેન્ડની સિરીઝ સામે ટીમ ઇન્ડીયાના આ બેટ્સમેનોએ ‘ચાલવુ’ જરુરી છે, પૂર્વ ક્રિકેટરે કહી મોટી વાત

હેડિંગ્લે ખાતે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમ મોટો સ્કોર બનાવી શકી ન હતી. ઈંગ્લેન્ડના બોલરો સામે સસ્તામાં પેવેલિયન પરત ફરી હતી.

Ind vs Eng : ઇંગ્લેન્ડની સિરીઝ સામે ટીમ ઇન્ડીયાના આ બેટ્સમેનોએ 'ચાલવુ' જરુરી છે, પૂર્વ ક્રિકેટરે કહી મોટી વાત
Virat Kohli-Rohit Sharma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 9:10 AM

ભારતીય બેટિંગ લાઇન વિરાટ કોહલી, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ જેવા દિગ્ગજોથી સજ્જ છે. આમ છતાં તે બુધવારે હેડિંગ્લે મેદાનમાં ઇંગ્લેન્ડ (England Cricket Team) ના બોલરો સામે ઝૂકી ગઇ. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં ભારત (Indian Cricket Team) ને માત્ર 78 રન પર સમેટી દીધું હતું. જોવામાં આવે તો ભારતીય મિડલ ઓર્ડર છેલ્લી બે મેચમાં સંઘર્ષ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યુ છે.

લોર્ડ્સ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં રોહિત અને રાહુલે શાનદાર રમત રમી હતી પરંતુ કોહલી, રહાણે અને પુજારાના બેટ વધુ રન બનાવી શક્યા નથી. જેના થી જ ટીમ પણ મુશ્કેલીમાં મુકાઇ રહી છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને 1983 ની વર્લ્ડ કપ વિજેતા ટીમના હિસ્સો રહેલા મદન લાલનું (Madan Lal) માનવું છે કે, કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને મિડલ ઓર્ડરે પોતાનું ફોર્મ પાછું મેળવવાનો માર્ગ શોધવો જોઈએ.

મદન લાલ ટીમની બેટિંગથી ખુશ નથી. તેમણે કહ્યું કે કેપ્ટને ઇંગ્લીશ વાતાવરણમાં ઝડપથી રન બનાવવાની જરૂર છે. સાથે જ તે માને છે કે, કોહલીએ ટોસ જીત્યા પછી એક તક લીધી અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, જ્યારે તેણે બોલિંગ કરવાનું પસંદ કરવું જોઈએ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રન બનવાને લઇ આશા

મદન લાલે મીડિયા રિપોર્ટમાંકહ્યું, જો તમે લીડ્ઝમાં વાતાવરણ જુઓ તો, ઇતિહાસ બતાવે છે કે વહેલી સવારની સીઝનમાં વિકેટ જલ્દી પડે છે. કોહલીએ કદાચ એક તક લીધી કારણ કે, ઇંગ્લેન્ડે છેલ્લી મેચમાં ઘણા રન બનાવ્યા ન હતા અને તમે એમ કહી શકતા નથી કે તમે ટોસને કારણે હારી જશો. તમારો મિડલ ઓર્ડર રન બનાવતો નથી. કારણ કે મુખ્ય બેટ્સમેન કોહલી રન બનાવી રહ્યો નથી અને આપણે આશા રાખીએ કે તે રન બનાવશે.

ટોસ જીતીને બોલીંગ કરવાની હતી

મદન લાલ માને છે કે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરવું એ યોગ્ય નિર્ણય હોત. કારણ કે વાતાવરણ ઝડપી બોલરોની ફેવરમાં હતું અને અંગ્રેજી બોલરોએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો. મદન લાલે કહ્યું કે, મને લાગે છે કે ઇંગ્લેન્ડે ખૂબ સારી બોલિંગ કરી હતી. મેચમાં હજુ સમય બાકી છે. લીડ્ઝ (Leeds Test) માં, કેપ્ટન સામાન્ય રીતે ટોસ જીતે છે અને બોલિંગ લે છે કારણ કે, બોલ આવી પિચો પર શરૂઆતમાં ઘણો સ્વિંગ કરે છે.

આગળ કહ્યુ, તમે કહી શકો છો કે કદાચ ભારતને વાતાવરણની ગેરસમજ થઈ હશે પરંતુ હજુ દિવસ બાકી છે અને અંતે મિડલ ઓર્ડરે જવાબદારી લેવી પડશે અને જો તમે શ્રેણી જીતવી હોય તો તેમણે સ્કોર કરવો પડશે.

આ પણ વાંચોઃ IND vs ENG: જો રુટની લાગલગાટ ત્રણ ટેસ્ટ મેચમાં ત્રીજી સદી, વર્ષમાં કેપ્ટન રુટની છઠ્ઠી સદી, ખડક્યો રનનો પહાડ

આ પણ વાંચોઃ ICC T20: એવો તો ચમત્કાર સર્જાયો કે કોઇ ક્રિકેટર આજ સુધી નથી કરી શક્યો, 4 ઓવરમાં દરેક ત્રીજા બોલે વિકેટ મેળવી, જુઓ

g clip-path="url(#clip0_868_265)">