AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: જો રુટની લાગલગાટ ત્રણ ટેસ્ટ મેચમાં ત્રીજી સદી, વર્ષમાં કેપ્ટન રુટની છઠ્ઠી સદી, ખડક્યો રનનો પહાડ

India vs England: ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટ (Joe Root) આ વર્ષમાં જબરદસ્ત ફોર્મમાં છે, તેણે ભારત સામેની ટેસ્ટ સિરીઝમાં ત્રીજી શતક લગાવી છે.

IND vs ENG: જો રુટની લાગલગાટ ત્રણ ટેસ્ટ મેચમાં ત્રીજી સદી, વર્ષમાં કેપ્ટન રુટની છઠ્ઠી સદી, ખડક્યો રનનો પહાડ
Joe Root
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 10:13 PM
Share

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ (England Cricket Team)ના કેપ્ટન જો રૂટે (Joe Root), ભારત (India Cricket Team) સામેની ત્રીજી ટેસ્ટમાં સદી ફટકારી છે. વર્તમાન શ્રેણીમાં આ તેની સતત ત્રીજી સદી છે. તેણે ઈશાંત શર્માના બોલ પર ચોગ્ગો ફટકારીને 100 રનનો આંકડો પાર કર્યો હતો. જો રૂટે 124 બોલમાં 12 ચોગ્ગા સાથે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 23મી સદી પૂરી કરી હતી. તેણે નોટિંગહામ ખાતેની પ્રથમ ટેસ્ટમાં 109 અને લોર્ડ્સમાં બીજી ટેસ્ટમાં અણનમ 180 રન બનાવ્યા હતા.

આ સિવાય તેણે આ શ્રેણીમાં 64 અને 33 રનની ઈનિંગ પણ રમી છે. જો રુટ આ ​​વર્ષે જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે અત્યાર સુધી 2021માં છ સદી ફટકારી છે. આ શ્રેણી પહેલા તેણે ભારત પ્રવાસ પર 218 રન અને શ્રીલંકા પ્રવાસ પર 228 અને 186 રન બનાવ્યા હતા.

હેડિંગ્લે ટેસ્ટમાં જો રૂટ 159 રને બીજી વિકેટ પડ્યા બાદ ક્રિઝ પર આવ્યો હતો. મેદાન પર આવ્યા બાદ તેણે ઝડપી રન બનાવ્યા અને સદી ફટકારી હતી. ભારતીય બોલરો પાસે તેના માટે કોઈ જવાબ નહોતો. રૂટે ત્રીજી વિકેટ માટે ડેવિડ મલાન (70) સાથે 139 રનની મહત્વની ભાગીદારી કરી હતી. રુટની રમત શાનદાર રહી છે, જેની મદદથી ભારત પર એક વિશાળ લીડ ઈંગ્લેન્ડની ટીમ મેળવી ચુકી છે.

જો રૂટે વર્ષ 2021માં 11 ટેસ્ટ રમી છે અને જેમાં તેણે છ સદી અને એક અડધી સદીની મદદથી 1,379 રન બનાવ્યા છે. આ વર્ષે તેની રનિંગ એવરેજ 72.57 છે. રસપ્રદ વાત એ છે કે આ વર્ષે જ્યારે પણ તે 50 રનનો આંકડો પાર કરે છે, ત્યારે તે સદી સુધી પહોંચી શક્યો છે. તેથી જ તેણે માત્ર એક જ ફીફટી જ્યારે છ સદી ફટકારી છે. તેની બે બેવડી સદી પણ છે. તેણે શ્રીલંકા અને ભારતમાં આ બેવડી સદી ફટકારી છે.

આ પણ વાંચોઃ Leeds Test: હેડિંગ્લેમાં રમાયેલી એક ટેસ્ટ મેચ માત્ર 2 દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ હતી, બીજા જ દિવસે મળ્યુ હાર-જીતનું પરિણામ

આ પણ વાંચો: Monsoon 2021: દેશનાં વિવિધ ભાગોમાં ફરી શરૂ થશે વરસાદ, જાણો તમારા રાજ્યની શું સ્થિતિ રહેશે

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">