ICC T20: એવો તો ચમત્કાર સર્જાયો કે કોઇ ક્રિકેટર આજ સુધી નથી કરી શક્યો, 4 ઓવરમાં દરેક ત્રીજા બોલે વિકેટ મેળવી, જુઓ
આ મેચ ICC મહિલા T20 વર્લ્ડ કપ યુરોપ રિજીયન ક્વોલિફાયર (World Cup European Qualifier) અંતર્ગત રમાઈ હતી. જેમાં આ બોલિંગ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. વિકેટ તો લીધી પણ એકેય રન બેટથી ના લેવા દીધો.
જો કોઈ બોલરે માત્ર ચાર ઓવર ફેંકી અને તેમાં પણ સાત વિકેટ લીધી તો તેને શું કહેવાશે? તેને ચમત્કાર જ સ્વાભાવિક રીતે કહેવામાં આવે. આવો જ ચમત્કાર એક ક્રિકેટરે કરી બતાવ્યો છે. ગુરુવારે નેધરલેન્ડ (Netherlands) ની મહિલા બોલર ફ્રેડરિક ઓવરડિકે (Frederique Overdijk) ફ્રાન્સ સામેની T20 મેચમાં માત્ર ત્રણ રન આપીને સાત બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ મહિલા ખેલાડીએ તેના ચાર ઓવરના ક્વોટામાં બે મેઇડન ઓવર પણ ફેંકી હતી.
આ પહેલા કોઈ ખેલાડી આવુ પરાક્રમ કરી શક્યુ નથી. પુરુષોની ક્રિકેટ હોય કે મહિલા ક્રિકેટ, T20 ક્રિકેટમાં છ થી વધુ વિકેટ લેવાનો કમાલ કોઈ જ કરી શક્યું નથી. ફ્રેડરિક ઓવરડિકની બોલિંગ સામે ફ્રાન્સની આખી ટીમ માત્ર 33 રનમાં સમેટાઈ ગઈ હતી. આ લક્ષ્ય નેધરલેન્ડે માત્ર 3.3 ઓવરમાં એક વિકેટના નુકસાને હાંસલ કર્યું હતું. આ મેચ ICC મહિલા T20 વર્લ્ડ કપ યુરોપ રિજીયન ક્વોલિફાયર (World Cup European Qualifier) અંતર્ગત રમાઈ હતી.
ટોસ જીતીને ફ્રાન્સની મહિલા ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમે ધીમી શરૂઆત કરી હતી. તેણે ચાર ઓવરમાં માત્ર પાંચ રન બનાવ્યા હતા. પરંતુ તે પછી વિકેટ પડવાનું શરૂ થયું અને જોતાં જ આખી બેટિંગ લાઇન પત્તાના મહેલની માફક ધ્વસ્ત થઇ ગઈ હતી. પ્રથમ બે વિકેટ પછી તો વિકેટ લેનારના નામમાં માત્ર ફ્રેડરિક ઓવરડિક નો જ જલવો રહ્યો. તે વિકેટની સુનામી લઇ આવી હતી. કોઈ પણ બેટ્સમેન તેની ઓવરમાં ટકી શક્યો નહીં. ફ્રાન્સનો એક પણ બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યો નથી.
21 બોલમાં જીતી ગયુ નેધરલેન્ડ
પોપી મેકગ્યોને સૌથી વધુ આઠ રન બનાવ્યા હતા. ટીમના ચાર બેટ્સમેનો ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા. ફ્રેડરિક ઓવરડીકે ચાર ઓવરના 24 બોલમાં માત્ર ત્રણ રન આપ્યા હતા. પરંતુ આમાંથી કોઈ રન બેટથી આવ્યો નહીં, બધા રન વાઇડથી ગયા હતા. નેધરલેન્ડ્સ તરફથી 14 રન એક્સ્ટ્રાના રુપમાં ગયા હતા, નહીં તો ફ્રાન્સની હાલત વધુ ખરાબ જોવા મળી હોત.
લક્ષ્યનો પીછો કરતા નેધરલેન્ડે ત્રીજા બોલ પર કેપ્ટન હિથર સીગર્સના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. પરંતુ રોબિન રિકે 21 રન અને બબેટે લી લીડ 10 રન કરીને વિજયની ઔપચારિકતા પૂરી કરી હતી. નેધરલેન્ડે 3.3 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આમ એક અનોખી મેચનો અંત આવ્યો હતો.
🔶7️⃣ Frédérique Overdijk, take a bow!
Volg alles live ➡️ https://t.co/ORUc4BKn0G#FRAvNED #CricketNL #ICCT20WCEQ #T20WorldCup pic.twitter.com/7Y0zEXemAx
— Cricket🏏Netherlands (@KNCBcricket) August 26, 2021
Frederique Overdijk🇳🇱 becomes the first ever player to take 7 wickets in a T20I innings (men/women).
She bowled with figures of 4-2-3-7 for Netherlands against France today in Women’s T20 WC Europe Qualifier.
— Kausthub Gudipati (@kaustats) August 26, 2021