Cricket: વર્તમાન સમયમાં આ ત્રણ બેટ્સમેન લગાવી ચુક્યા છે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર, જાણો

ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) સિક્સર સાથેની રમત જરુર રોમાંચને વધારી દેતી હોય છે. ટેસ્ટ ક્રિકેટ આમ તો વિકેટ બચાવી સુરક્ષિત રમવાની રમત છે. આમ છતાં એક દશકમાં આ પરિવર્તન જોવા મળી રહ્યું છે.

Cricket: વર્તમાન સમયમાં આ ત્રણ બેટ્સમેન લગાવી ચુક્યા છે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર, જાણો
Ben Stokes
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 8:54 PM

ટેસ્ટ ક્રિકેટ (Test Cricket)માં પણ વર્તમાન સમયમાં કેટલાક પરિવર્તન જોવા મળી રહ્યા છે. ખાસ કરીને બેટીંગમાં પહેલા સુરક્ષાત્મક રીતે બેટ્સમેન બેટીંગ કરીને વિકેટને ટકાવી રાખવા માટે પ્રયાસ કરતા હતા. જ્યારે વર્તમાનમાં કેટલાક ક્રિકેટરો હજુ પણ આક્રમકતા અપનાવી રહ્યા છે. એક સમય હતો કે પીચ પર ટકી રહેવા માટે રનની ગતી પર ધ્યાન આપવામાં આવતુ નહોતુ. જેમ કે અત્યારે ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara)ની રમત જોઈ શકાય છે. તે એક ટેસ્ટ નિષ્ણાંતની જેમ ક્રિકેટ રમતો નજર આવે છે.

જોકે છેલ્લા એકાદ દશકથી રનની ગતીમાં વધારો થયો છે. જેથી દિવસના અંતે સ્કોર બોર્ડ હર્યુ ભર્યુ લાગી શકે. ખાસ કરીને ક્રિકેટમાં T20 ફોર્મેટ બાદ રમત બદલાતી જવા લાગી છે. જેમાં ઝડપથી રમત રમીને સ્કોર બોર્ડને ફરતુ રાખવામાં આવે છે. ચોગ્ગા અને છગ્ગા ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં વધુ જોવા મળતા હોય છે અને તેનો રોમાંચ પણ ખૂબ હોય છે. હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ એક અલગ રોમાંચ પેદા થઈ રહ્યો છે. બેટ્સમેનો ચોગ્ગા અને છગ્ગા વાળી પણ કરતા જોવા મળી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

રોહિત શર્મા (Rohit Sharma)એ ઓવલ ટેસ્ટમાં ત્રીજા દિવસની રમત દરમ્યાન સિક્સર સાથે શતક પૂર્ણ કર્યુ હતુ. ઉપરાંત શાર્દૂલ ઠાકુરે (Shardul Thakur) ઓવલ ટેસ્ટના પ્રથમ દિવસે આવી જ રમતનો નજારો બતાવ્યો હતો. ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા લગાવનાર વર્તમાનના આવા જ ટોપ થ્રી બેટ્સમેન પર નજર કરીશુ.

બેન સ્ટોક્સ, ઈંગ્લેન્ડ (સિક્સ-79)

વર્તમાન સમયમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે છગ્ગા લગાવવાની યાદીમાં બેન સ્ટોક્સ સૌથી આગળ છે. ઈંગ્લેન્ડનો ધુંઆધાર ઓલરાઉન્ડર સિક્સર લગાવવામાં માહેર છે. તે ક્રિકેટના તમામ ફોર્મેટમાં તોફાની બેટીંગ કરતો નજર આવતો હોય છે. સ્ટોક્સે 71 ટેસ્ટ મેચોની 130 ઈનીંગ દરમ્ચાન 79 સિક્સ લગાવી છે.

ટીમ સાઉથી, ન્યુઝીલેન્ડ (સિક્સ-75)

આમ તો નીચલા ક્રમમાં બેટીંગ કરવા આવતો ટીમ તેની રમતથી જાણીતો છે. તે કીવી ટીમ માટે મહત્વની ભૂમિકા નિભાવતો હોય છે. તે 79 ટેસ્ટ મેચ પોતાના કરિયર દરમ્યાન રમી ચુક્યો છે. સાઉથીએ આ દરમ્યાન 75 સિક્સર લગાવી છે. સાઉથીએ ટેસ્ટ ક્રિકેટમાં 17.28 રનની સરેરાશથી 1,728 રન બનાવ્યા છે. જેમાં 5 અર્ધશતક પણ સામેલ છે.

એન્જલો મેથ્યુ, શ્રીલંકા (સિક્સ-63)

એંજલો આ યાદીમાં ત્રીજા ક્રમે છે. શ્રીલંકા માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર રમત રમે છે. તે મધ્ય ક્રમમાં બેટીંગ માટે ક્રિઝ પર આવતો હોય છે. 90 ટેસ્ટ મેચના કરિયરમાં તે 161 ઈનીંગ રમી ચુક્યો છે. જે દરમ્યાન તેણે 63 છગ્ગા લગાવ્યા છે. શ્રીલંકાના આ પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર ખેલાડી 11 શતક અને 36 અર્ધ શતક ટેસ્ટ ક્રિકેટમાં લગાવી ચુક્યો છે.

આ પણ વાંચોઃ IND vs ENG: ઉમેશ યાદવને 8 મહિના બાદ લાલ બોલથી રમવાનો મોકો મળ્યો, ઈંગ્લેન્ડને પરેશાન કરી દિગ્ગજોની યાદીમાં સામેલ થયો

 આ પણ વાંચોઃ Tokyo Paralympics હરવિંદર સિંહે આર્ચરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો,ભારતને મળ્યો 13મો મેડલ

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">