IND vs ENG: ઈંગ્લેન્ડમાં બુમરાહ, ઋષભ પંત અને ચેતેશ્વર પુજારા ટીમ ઈન્ડિયા સામે મેદાને ઉતરશે, જાણો પુરી વિગત

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે 1 જુલાઈથી રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચ પહેલા બંને ટીમો ગુરુવારથી પ્રેક્ટિસ મેચ રમશે.

IND vs ENG: ઈંગ્લેન્ડમાં બુમરાહ, ઋષભ પંત અને ચેતેશ્વર પુજારા ટીમ ઈન્ડિયા સામે મેદાને ઉતરશે, જાણો પુરી વિગત
Rishabh Pant અને Pujara સહિતના કેટલાક ખેલાડી હરીફ ટીમમાં સામેલ કરાશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 11:18 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) ની ટીમ ગુરુવારે વોર્મ-અપ મેચ રમવા માટે લેસ્ટરમાં ઉતરશે. આ મેચ ચાર દિવસની છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara), ઋષભ પંત (Rishabh Pant), જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણાને આ પ્રેક્ટિસ મેચ માટે ભારત સામે આવનારી વિપક્ષી ટીમના ડ્રાફ્ટ કરાયેલા ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ટીમની કેપ્ટનશીપ લેસ્ટરના સેમ ઈવાન્સને આપવામાં આવી છે. આ નિર્ણય BCCI, ECB અને LCCC દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવ્યો છે. બંને ટીમો 1 જુલાઈથી રમાનારી પ્રવાસની એકમાત્ર મેચ રમશે, જે ગયા વર્ષે રમાયેલી શ્રેણીનો ભાગ છે.

લેસ્ટર સીસીસીએ એક નિવેદન બહાર પાડ્યું

બીસીસીઆઈ ઈચ્છે છે કે ટીમના તમામ ખેલાડીઓને મેદાનમાં ઉતરવાની તક મળે અને તેથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એલસીસીસીએ એક નિવેદનમાં કહ્યું, “લિસેસ્ટરશાયર સીસીસી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું અપસ્ટન સ્ટીલ કાઉન્ટી ગ્રાઉન્ડ પર રમવા માટે સ્વાગત કરે છે. ચેતેશ્વર પુજારા, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના એલસીસી ટીમમાં જોડાશે જે ઓપનિંગ બેટ્સમેન સેમ ઇવાન્સ દ્વારા સુકાની છે. એલસીસીસી, બીસીસીઆઈ અને ઈસીબીએ નક્કી કર્યું કે જેથી મુલાકાતી ટીમના તમામ ખેલાડીઓને રમવાની તક મળે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

બંને ટીમમાં 13-13 ખેલાડીઓ ભાગ લેશે

મેચમાં બંને ટીમોના 13-13 ખેલાડીઓ હિસ્સો લેશે. સીન જાર્વિસે એક મિડીયા અહેવાલ મુજબ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ભારતનું ટ્રેનીંગ સત્ર પોતે જ દર્શાવે છે કે અહીં કેટલી ધમાલ છે. અમે વિશ્વના કેટલાક શ્રેષ્ઠ ટેસ્ટ ખેલાડીઓનું સ્વાગત કરવા આતુર છીએ. અમારા ખેલાડીઓ માટે દિગ્ગજ ખેલાડીઓની સાથે રમવું આશીર્વાદરૂપ રહેશે, ખાસ કરીને રેહાન અહેમદ જેવા યુવા ખેલાડીઓ કે જેમની પાસે કોહલી જેવા દિગ્ગજ સામે મૂલ્યવાન અનુભવ છે. અમને ખાતરી છે કે બંને ટીમોને તેનો ફાયદો થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">