IND vs ENG: લીડ્ઝમાં રવિન્દ્ર જાડેજાને નામે થયો અનોખો રેકોર્ડ, સચિન તેંડુલકરની ડેબ્યૂ મેચમા રચાયેલ આ રેકોર્ડ 32 વર્ષે તૂટ્યો

લીડ્ઝ ટેસ્ટ (Leeds Test) નો પહેલો અને બીજો દિવસ સંપૂર્ણપણે ઇંગ્લેન્ડના નામે હતો. ભારતીય બોલરોને એક-એક વિકેટ માટે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ આ દરમિયાન ભારતીય બોલરોએ એક અનોખો રેકોર્ડ પણ તોડ્યો હતો.

IND vs ENG: લીડ્ઝમાં રવિન્દ્ર જાડેજાને નામે થયો અનોખો રેકોર્ડ, સચિન તેંડુલકરની ડેબ્યૂ મેચમા રચાયેલ આ રેકોર્ડ 32 વર્ષે તૂટ્યો
Ravindra Jadeja-Akshar Patel
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 9:48 AM

ઈંગ્લેન્ડ પ્રવાસ (England Tour) પર ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના ફાસ્ટ બોલરોએ પોતાનો દમ દેખાડી બતાવ્યો છે. ઈંગ્લેન્ડના બેટ્સમેનોને અનેક વખત પોતાનો શિકાર બનાવ્યા છે. આ જ કારણ છે કે લીડ્ઝ (Leeds Test) માં રમાઈ રહેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ 4 ઝડપી બોલરો અને એક સ્પિનર ​​સાથે ઉતરી હતી. ભારતીય ઝડપી બોલરોએ લીડ્ઝ ટેસ્ટ પહેલા, નોટિંગહામ અને લોર્ડ્સમાં ઈંગ્લેન્ડની લગભગ તમામ વિકેટ પોતાને નામ કરી લીધી હતી. જેના કારણે સ્પિનર ​​રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને વધારે બોલિંગ કરવાની તક મળી ન હતી.

પરંતુ લીડ્ઝમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી અને તેને ખૂબ બોલિંગ કરવી પડી હતી સાથે જ વિકેટ પણ મેળવી. જાડેજાને શ્રેણીમાં પ્રથમ વખત વિકેટ મળી અને આ સાથે લગભગ 32 વર્ષ જૂનો એક અનોખો રેકોર્ડ પણ તૂટી ગયો હતો.

વિશ્વના નંબર વન સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ ટીમમાં એકમાત્ર સ્પિનર ​​તરીકે રવિન્દ્ર જાડેજા રમી રહ્યો છે. જાડેજાએ લીડ્ઝ ટેસ્ટના બીજા દિવસે હસીબ હમીદને બોલ્ડ કરીને પોતાની પ્રથમ વિકેટ લીધી હતી. આ શ્રેણીમાં જાડેજાની આ પ્રથમ વિકેટ હતી. દેખીતી રીતે આ રીતે આ શ્રેણીની 5 ઇનિંગ્સમાં ભારતીય સ્પિનર ​​માટે પ્રથમ વિકેટ હતી. કારણ કે અત્યાર સુધી એક રન આઉટ સિવાય તમામ વિકેટ ભારતીય ઝડપી બોલરોએ મેળવી હતી.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

32 વર્ષ બાદ સ્પિનરોએ આટલી રાહ જોવી પડી

જાડેજાની આ વિકેટે 1989-90માં ભારતીય ટીમે બનાવેલો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ખરેખર, આ શ્રેણીમાં ઇંગ્લેન્ડની 41 વિકેટ બાદ પ્રથમ વખત ભારતીય સ્પિનરને વિકેટ મળી છે. આ 41 વિકેટમાંથી 40 ઝડપી બોલરોએ લીધી હતી, જ્યારે 1 રન આઉટ થયો હતો. અગાઉ ટેસ્ટ શ્રેણીમાં ભારતીય સ્પિનરોએ વિકેટ માટે આટલી લાંબી રાહ જોવી પડી ન હતી. 1989-90માં પાકિસ્તાન પ્રવાસ પર ભારતીય સ્પિનરોને 25 વિકેટ બાદ પ્રથમ વિકેટ મળી હતી. આ એ જ શ્રેણી હતી જેમાં સચિન તેંડુલકરે ડેબ્યૂ કર્યું હતું.

ઇંગ્લેન્ડે નિકાળ્યો ભારતનો દમ

લીડ્ઝ ટેસ્ટનો બીજો દિવસ પણ ભારત માટે ખૂબ જ ખરાબ રહ્યો હતો. ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ જબરદસ્ત સ્કોર કર્યા બાદ ભારત ઉપર 345 રનની વિશાળ લીડ મેળવી હતી. કેપ્ટન જો રૂટની સદીની મદદથી ઇંગ્લેન્ડે દિવસની રમતના અંતે 8 વિકેટે 423 રન બનાવ્યા હતા. ભારત માટે મોહમ્મદ શામીએ સૌથી વધુ 3 વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ અને જાડેજાને 2-2 અને જસપ્રીત બુમરાહને 1 વિકેટ મળી હતી. ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ માત્ર 78 રનમાં સમેટાઈ ગયો હતો.

આ પણ વાંચોઃ  ICC T20: એવો તો ચમત્કાર સર્જાયો કે કોઇ ક્રિકેટર આજ સુધી નથી કરી શક્યો, 4 ઓવરમાં દરેક ત્રીજા બોલે વિકેટ મેળવી, જુઓ

આ પણ વાંચોઃ Ind vs Eng : ઇંગ્લેન્ડની સિરીઝ સામે ટીમ ઇન્ડીયાના આ બેટ્સમેનોએ ‘ચાલવુ’ જરુરી છે, પૂર્વ ક્રિકેટરે કહી મોટી વાત

g clip-path="url(#clip0_868_265)">