AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leeds Test: હેડિંગ્લેમાં રમાયેલી એક ટેસ્ટ મેચ માત્ર 2 દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ હતી, બીજા જ દિવસે મળ્યુ હાર-જીતનું પરિણામ

માત્ર 2 દિવસમાં જ હાર જીત સામે આવવાની ટૂંકી મેચમાં ઈંગ્લેન્ડના નામે નોંધાયેલો છે રેકોર્ડ. સૌથી પ્રથમ હાર ઈંગ્લેન્ડને નામે નોંધાઈ ચુકેલો છે.

Leeds Test: હેડિંગ્લેમાં રમાયેલી એક ટેસ્ટ મેચ માત્ર 2 દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ હતી, બીજા જ દિવસે મળ્યુ હાર-જીતનું પરિણામ
Headingley Stadium
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 8:48 PM
Share

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે હાલમાં લીડ્ઝ (Leeds Test)ના મેદાન પર ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમ (Team India) ટોસ જીતીને પ્રથમ બેટીંગ ઈનીંગ પસંદ કરીને મેદાને ઉતરી હતી. પરંતુ પ્રથમ બે સેશનની પણ પુરી રમત ભારતીય બેટસમેનો રમી શક્યા નહોતા. ભારતીય ટીમ સંઘર્ષની સ્થિતી અનુભવી રહી છે. લીડ્ઝના હેડિંગ્લે મેદાન (Headingley Stadium)પર એક મેચ એવી પણ રમાઈ હતી, જેમાં માત્ર 2 જ દિવસમાં મેચ સમાપ્ત થઈ હતી.

21 વર્ષ અગાઉ રમાયેલ તે ટેસ્ટ મેચ માત્ર બે જ દિવસમાં પરિણામ સાથે સમાપ્ત થઈ ગઈ હતી. તે મેચ પણ સંજોગોવસાત ઓગષ્ટ માસ દરમ્યાન જ રમાઈ હતી. જે મેચને ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ટૂંકી મેચોમાં ગણના કરવામાં આવે છે. વર્ષ 2000 દરમ્યાન 17 ઓગષ્ટે મેચ શરુ થઈ હતી.

જે મેચમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. કેરેબિયન ટીમના કેપ્ટન જીમી એડમ્સનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. વેસ્ટ ઈન્ડીઝની ટીમ માત્ર 172 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી ઝડપી બોલર ક્રેગ વ્હાઈટે 5 અને ડેરેન ગફે 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ડોમનિક કોર્કે 2 વિકેટ મેળવી હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ દિવસની રમત સમાપ્ત થવા પર 5 વિકેટ ગુમાવીને 105 રન બનાવ્યા હતા.

બીજા દિવસે પહેલા ઈંગ્લેન્ડ અને બાદમાં ઈન્ડીઝ ટીમ સમેટાઈ

બીજા દિવસે 18 ઓગષ્ટે રમત આગળ વધારતા ઈંગ્લેન્ડની ટીમ 272 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડીઝ તરફથી કર્ટલી એમ્બ્રોઝે અને કર્ટલી વોલ્શે 4-4 વિકેટ ઝડપી હતી. જોકે ઈંગ્લીશ ટીમે કેરેબિયન ટીમ પર 100 રનની લીડ મેળવી લીધી હતી.

બીજો દાવ રમતા જ વેસ્ટ ઈન્ડીઝની ટીમની રમત તો કલ્પના બહારની ખરાબ રહી હતી. કેરેબિયન ટીમ માત્ર 61 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ વેસ્ટ ઈન્ડીઝની ટીમે લીડને પણ પાર કરી શકી નહોતી. જેને લઈને વેસ્ટ ઈન્ડીઝે એક ઈનીંગ અને 39 રનથી હાર મેળવી હતી. ઈંગ્લેન્ડના કેડિકે 5 અને ગને 4 વિકેટ ઝડપીને વેસ્ટ ઈન્ડીઝને હાર માટે મજબૂર કરી દીધુ હતુ.

2 દિવસની ટૂંકી મેચમાં પ્રથમ હાર ઈંગ્લેન્ડને મળી હતી

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવી ઘટનાઓ ક્યારેક જ નોંધાતી હોય છે. માત્ર બે જ દિવસમાં હાર કે જીત થવાની ઘટનાઓ ક્રિકેટ ઈતિહાસમાં ગણી ગાંઠી છે. અનેક મીડિયા રિપોર્ટના દાવાઓ મુજબ અત્યાર સુધીમાં માત્ર 22 વાર જ એવુ બન્યુ છે કે જેમાં માત્ર 2 દિવસમાં જ મેચનું પરિણામ સામે આવ્યુ હોય. સૌથી પહેલા 1882માં આમ થયુ હતુ તો વળી કમાલની વાત એ છે કે તે મેચ હારવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે નોંધાયેલો છે. જે મેચ ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડે કાંગારુઓ સામે હાર સહન કરવી પડી હતી.

આ પણ વાંચોઃ IPL 2021: RCB ની ટીમે વધુ એક યુવા વિદેશી ખેલાડીને સમાવ્યો, વિદેશી T20 ટૂર્નામેન્ટમાં ધૂમ મચાવનાર ખેલાડી IPL માં પ્રથમ વાર રમશે

આ પણ વાંચોઃ Tokyo Paralympics 2020 : ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ખાતું ખોલાવ્યું, બીજી મેચમાં શાનદાર જીત

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">