AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ઇંગ્લેન્ડના બોલરોને અંતિમ વિકેટ માટે નાકે દમ લાવી ધુંઆધાર બેટીંગ કરતા બુમરાહ છવાયો, જુઓ

જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) ઇંગ્લેન્ડની ટીમને નાકે દમ લાવી દીધો હતો. ભારતીય ટીમને ઝડપથી સમેટવાની આશાઓ પર બુમરાહે પાણી ફેરવી દઇ ધુંઆધાર રમત રમી ભારતની લીડ વધારી દીધી હતી.

IND vs ENG: ઇંગ્લેન્ડના બોલરોને અંતિમ વિકેટ માટે નાકે દમ લાવી ધુંઆધાર બેટીંગ કરતા બુમરાહ છવાયો, જુઓ
Jaspreet Bumrah
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 12:00 PM
Share

ભારત અને ઇંગ્લેન્ડ (England vs India) વચ્ચે નોંટિંગહામમાં ટેસ્ટ રમાઇ રહી છે. રમતના ત્રીજા દિવસે ભારતીય ટીમ (Team India) ની પ્રથમ બેટીંગ ઇનીંગ સમાપ્ત થઇ હતી. ભારતીય બેટ્સમેનો એ ઇંગ્લેન્ડ પર લીડ મેળવતી ઇનીંગ રમી હતી. અંતિમ વિકેટ દરમ્યાન જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) શાનદાર રમત રમી હતી. એક છગ્ગા સાથે તેણે ઝડપથી રમત રમી ભારતની લીડની સ્થિતીને મજબૂત કરી દીધી હતી.

ભારતીય બોલર જસપ્રીત બુમરાહે પોતાની ઇંનીંગ દરમ્યાન ઇંગ્લીશ ટીમને પરેશાન કરી મુકી હતી. ઇંગ્લીશ ટીમ ઝડપથી બેટીંગમાં આવવા માટેનુ વિચારી રહી હતી, ત્યા જ અંતિમ વિકેટની રમતને બુમરાહે લાંબી કરી દીધી હતી. ઇંગ્લીશ ટીમ સામે બુમરાહે બેટ ખોલીને રમત રમતા, અપેક્ષા કરતા વધુ શાનદાર રમત દર્શાવી હતી. બુમરાહે ધુંઆધાર રીતે રમત રમતા 34 બોલમાં 28 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમને એક સમયે આશા હતી કે 60 રનની આસપાસ લીડ મળશે. પરંતુ બુમહારે તે આશાને રમત દરમ્યાન વધારી દીધી હતી. તેણે લીડને 100 રનની પાર લઇ જવા પ્રયાસ કર્યો હતો. એટલે કે ફેન્સની આશા કરતા ડબલ. છતા બુમરાહે ભારતીય ટીમને 95 રનની લીડ સુધી લઇ જવામાં સફળતા મેળવી હતી. આમ ઇંગ્લેન્ડ સામે ભારત ત્રીજા દિવસની રમતના અંતે મજબૂત સ્થિતી મેળવી હતી.

બોલીંગમાં પણ દેખાડ્યો હતો દમ

આ પહેલા જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડની પ્રથમ બેટીંગ ઇનીંગ દરમ્યાન પોતાની બોલીંગ વડે પરેશાની સર્જી દીધી હતી. બુમરાહે 4 વિકેટ પ્રથમ ઇનીંગ દરમ્યાન ઝડપી હતી. આમ ઇંગ્લેન્ડની ટીમને 200 રનની પાર જતા રોકી રાખવામાં મહત્વની ભૂમિકા બુમરાહે ભજવી હતી. આમ પ્રથમ ઇનીંગમાં બોલીંગ અને બેટીંગ બંને રીતે ઇંગ્લેન્ડ સામે દમ દેખાડ્યો હતો.

ફેન બુમરાહ પર આફરીન

બુમરાહની બોલીંગ જોયા બાદ ખુશ થઇ ચુકેલા ફેન્સ, તેની બેટીંગ જોઇને ખૂબ જ આનંદમાં જોવા મળ્યા હતા. ફેન્સ તેમની ખુશીઓને સોશિયલ મીડિયામાં શેર કરવાનુ ચુક્યા નહોતા. ફેન્સે બુમરાહને લઇને સોશિયલ મીડિયામાં કેટલીક પોષ્ટ કરી હતી, જુઓ.

આ પણ વાંચોઃ BAN vs AUS: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશ સામે કપાવ્યુ નાક, 3-0 થી ગુમાવી શ્રેણી, આસાન લક્ષ્ય પાર ન થઇ શક્યુ

આ પણ વાંચોઃ IND vs ENG: રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડની ધરતી પર મચાવી ધૂમ, બેટીંગમાં કમાલ વડે દિગ્ગજોની બરાબરી કરી

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">