જ્યારે વર્ષ 2018 માં ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) ની ટેસ્ટ શ્રેણીમાં ટક્કર થઈ ત્યારે એક ખેલાડી હતો. જેણે લગભગ એકલા હાથે ટીમ ઈન્ડિયાની હાર નિશ્વિત કરી હતી. આ ખેલાડીએ વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમને બેટિંગ અને બોલિંગ વડે જીતથી દૂર રાખી હતી. તેને આઉટ કરવો પણ ભારત માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થયો હતો. આ કારણોસર પાંચ ટેસ્ટની શ્રેણી ઈંગ્લેન્ડના નામે 3-1 થી રહી હતી.
હવે વર્ષ 2021 માં, બાજી પુરી રીતે ઉલટી થઈ ગઈ હોય તેમ લાગે છે. ભારતે આ ખેલાડીનો તોડ નિકાળી લીધો છે. એટલે જ તો એ ખેલાડી લોર્ડ્સ ટેસ્ટ (Lords Test) માં ખાતું પણ ખોલાવી શક્યો ન હતો અને બંને દાવમાં પ્રથમ બોલ પર આઉટ થયો હતો. તેણે કિંગ પેયર (King pairs) બનાવ્યુ છે. આ ખેલાડીનું નામ સેમ કરન (Sam Curran) છે.
સેમ કરન પ્રથમ ઈનિંગમાં ઈશાંત શર્મા દ્વારા આઉટ થયો હતો. પહેલા જ બોલ પર તે બીજી સ્લિપ પર રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો હતો. આ રીતે તેના નામની આગળ ગોલ્ડન ડક લખવામાં આવ્યું હતું. સેમ કરન જ્યારે બીજી ઇનિંગ્સ રમવા માટે બહાર આવ્યો. ત્યારે ઇંગ્લેન્ડ મેચ ડ્રો કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પરંતુ કરન ફરી એક જ બોલ રમી શક્યો અને પેવેલિયન પાછો ફર્યો. આ વખતે મોહમ્મદ સિરાજે તેનો શિકાર કર્યો હતો.
બોલ તેના બેટની ધાર ને લઈ ગયો અને વિકેટકીપર ઋષભ પંતના ગ્લોવ્ઝમાં ઝડપાઇ ગયો. આ રીતે, કરન ફરીથી ગોલ્ડન ડકનો શિકાર બન્યો. આમ તેણે ટેસ્ટ મેચમાં કિંગ પેયર બનાવી. આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમનાર સેમ કુરન લોર્ડ્સ ખાતેની બંને ઇનિંગ્સમાં ગોલ્ડન ડક પર આઉટ થનાર પ્રથમ ખેલાડી છે.
King pairs vs India: Gary Troup (NZ) Wellington 1981 Adam Gilchrist (Aus) Kolkata 2001 Javed Omar (Ban) Mirpur 2007 James Anderson (Eng) Visakhapatnam 2016 Sam Curran (Eng) Lord’s 2021#ENGvIND #INDvENG
— Rajneesh Gupta (@rgcricket) August 16, 2021
ક્રિકેટમાં કોઇ ખેલાડી જ્યારે પ્રથમ બોલ પર ખાતુ ખોલાવ્યા વિના આઉટ થઇ જાય તેને ગોલ્ડન ડક કહેવામાં આવે છે. પરંતુ જો કોઇ બેટ્સમેન બંને ઇનીંગમાં ગોલ્ડન ડક બનાવે તો તેને કિંગ પેયર કહેવામાં આવે છે.
બંને ઇનીંગમાં ખાતુ ખોલવામાં નિષ્ફળ રહેલા સેમ કરને એક અણગમતો રેકોર્ડ બનાવ્યો હતો. તે ચોથો ઇંગ્લીશ ખેલાડી બેટ્સમેન હતો, જેણે ટેસ્ટ ક્રિકેટમાં કિંગ પેયર બનાવ્યુ છે. આ પહેલા જેમ્સ એન્ડરસને 2016-17 માં વાઇજેગમાં ભારત સામે, અર્ની હેંસે 1905-06માં સાઉથ આફ્રિકા સામે અને વિલિયમ એટવેલ એ 1891-92 માં ઓસ્ટ્રેલિયા સામે કિંગ પેયર બનાવ્યુ હતુ.
ભારત સામે પાંચમી વાર કોઇ ખેલાડીએ કિંગ પેયર બનાવ્યુ છે. કરન થી પહેલા એન્ડરસન 2016માં, બાંગ્લાદેશના જાવેદ ઉમરે 2007માં, એડમ ગીલક્રિસ્ટ 2001 માં અને ન્યૂઝીલેન્ડના ગેરી ટ્રૂપ 1981 માં આ અણગમતો રેકોર્ડ નોંધાવી ચુક્યો છે.