IND vs ENG: લોર્ડઝ ટેસ્ટ ભારતને નામ, ભારતે ઇતિહાસનુ કર્યુ પુનરાવર્તન, લોર્ડઝમાં ત્રીજી જીત મેળવી સિરીઝમાં 1-0 થી આગળ

લોર્ડ્ઝ ના મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચ રોમાંચક રહી હતી. બંને ટીમો એ તબક્કા વાર એક બીજા પર હાવી થતી રમત રમી હતી. અંતિમ દિવસે ભારતીય ટીમે પોતાના પક્ષે રાખતી રમત બેટીંગ અને બોલીંગ બંનેમાં રાખ્યો હતો.

IND vs ENG: લોર્ડઝ ટેસ્ટ ભારતને નામ, ભારતે ઇતિહાસનુ કર્યુ પુનરાવર્તન, લોર્ડઝમાં ત્રીજી જીત મેળવી સિરીઝમાં 1-0 થી આગળ
Team india
Follow Us:
| Updated on: Aug 16, 2021 | 11:19 PM

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ લોર્ડઝ ના મેદાન પર રમાઇ હતી. બીજી ટેસ્ટ મેચ (Lords Test) ભારતે શાનદાર વિજય મેળવ્યો હતો.  ભારતે 151 રને ઇંગ્લેન્ડ પર જીત મેળવી હતી. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. આમ ભારતે ટોસ હારીને પ્રથમ બેટીંગ ઇનીંગ રમવાની શરુઆત કરી હતી. ભારતે પ્રથમ ઇનીંગમાં ઇંગ્લેન્ડની ઝડપ થી વિકેટો ઝડપીને રમતમાં રહેવાના દાવને ઉંધો કરી દીધી હતી. પાંચેય દિવસની રમત દરમ્યાન મેચમાં ઉતાર ચઢાવ જારી રહ્યો હતો. મેચ રોમાંચકતા ભરેલી રહી હતી.

પ્રથમ ઇનીંગમાં ભારતે કેએલ રાહુલના શતક વડે ઇંગ્લેન્ડ સામે 364 રન કર્યા હતા. ભારતીય ટીમે પ્રથમ ઇનીંગમાં શાનદાર રમત દર્શાવી હતી. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટે પ્રથમ બેટીંગ ઇનીંગ દરમ્યાન 180 રનની અણનમ રમત રમીને ભારત પર 27 રનની સરસાઇ અપાવી હતી. આમ ઇંગ્લેન્ડે પણ ભારતની લીડ મેળવવાની અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધુ હતુ.

બીજી બેટીંગ ઇનીંગ દરમ્યાન ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (Virat Kohli) સહિતના બેટ્સમેન ઝડપ થી પેવેલિયન પરત ફરી જતા ટીમ મુશ્કેલીમાં મુકાઇ હતી. જોકે પુજારા અને રહાણેએ રમતની જવાબદારી સ્વિકારી ચોથા દિવસની રમત સુરક્ષીત રીતે રમીને મુશ્કેલીને ટાળી દીધી હતી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

અંતિમ અને પાંચમાં દિવસે બુમરાહ અને શામીએ બેટીંગની જવાબદારી લઇ ઇંગ્લેન્ડ સામે મજબૂત પડકાર સર્જ્યો હતો. બંને એ એવા સમયે બેટીંગ કરી હતી જ્યારે ફરી એકવાર ભારત પર મુશ્કેલીના વાદળ છવાયા હતા. શામીએ પોતાની ફીફટી 70 બોલનો સામનો કરીને છ ચોગ્ગા અને એક છગ્ગા ફટકારી પુરી કરી હતી. શામીએ અણનમ 56 રન બનાવ્યા હતા. 64 બોલનો સામનો કરતા બુમરાહે ત્રણ ચોગ્ગાની મદદથી અણનમ 34 રન બનાવ્યા હતા.

આમ ભારતે ઇંગ્લેન્ડ સામે લંચ બાદ 8 વિકેટે 298 રને પોતાનો દાવ ડીકલેર કર્યો હતો. જેને લઇને ઇંગ્લેન્ડ સામે 272 રનનો પડકાર, 27 રનની લીડને લઇ રાખ્યો હતો. ઇંગ્લેન્ડ ના બંને ઓપનરો શૂન્ય રન કરીને જ આઉટ થયા હતા. ઇંગ્લેન્ડના બેટ્સમેનોની વિકેટ ભારતીય બોલરોએ એક બાદ એક ઝડપતા રહ્યા હતા.

ઇંગ્લેન્ડની બીજી બેટીંગ ઇનીંગ

ઇંગ્લેન્ડની પ્રથમ વિકેટ રોરી બર્ન્સના રુપમાં 1 રન ના સ્કોર પર ગુમાવી હતી. બીજી વિકેટ તુરત જ સિબ્લીના રુપમાં ગુમાવી હતી. જે વખતે પણ સ્કોર ટીમનો 1 રન જ હતો. હસિબ હસનની વિકેટના રુપમાં ત્રીજી વિકેટ ઇંગ્લેન્ડે 44 રનના સ્કોર પર ગુમાવી હતી. હસિબે 45 બોલમાં 9 રન કર્યા હતા. જોની બેયરિસ્ટો 2 રન કરીને આઉટ થયો હતો. જો રુટ (Joe Root) સૌથી વધુ 33 રનની ઇનીંગ કરી ને આઉટ થયો હતો. મોઇન અલીએ 13 રન અને સેમ કરન શૂન્ય પર આઉટ થયો હતો. જોસ બટલરે 96 બોલમાં 25 રન કર્યા હતા.

ભારતની બીજી બોલીંગ ઇનીંગ

બુમરાહ અને શામીએ જેમ બેટીંગમાં રમત દર્શાવી હતી તેવી જ રીતે તેઓે બોલીંગની શરુઆત કરી હતી. બુમરાહે 3 વિકેટ મેળવી હતી. જયારે મંહમદ શામીએ 1 વિકેટ મેળવી હતી. મંહમદ સિરાજે 4 વિકેટ મેળવી હતી. ઇશાંત શર્માએ 2 વિકેટ મેળવી હતી.

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબ્જો, શું ટી-20 વિશ્વ કપમાં રમી શકશે દેશ? બોર્ડે કહી આ મહત્વની વાત

આ પણ વાંચોઃ Ind vs Eng: ઇંગ્લીશ ઓપનરોનો ફ્લોપ શો, શૂન્ય પર પેવેલિયન પરત ફરવાનુ એ કામ કર્યુ જે પહેલા નહોતુ કર્યુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">