BCCI: નવા ફિટનેસ ટેસ્ટમાં ફેઇલ થયા 6 ખેલાડીઓ, ઇંગ્લેંડ સામે રમવુ બનશે મુશ્કેલ

ટીમ ઇન્ડીયા (Team India) માં સ્થાન મેળવવાની દોડમાં લાગેલા કેટલાક ખેલાડીઓ ફિટનેશ માટેની રેસમાં જ ફેઇલ થઇ ગયા હતા.

BCCI: નવા ફિટનેસ ટેસ્ટમાં ફેઇલ થયા 6 ખેલાડીઓ, ઇંગ્લેંડ સામે રમવુ બનશે મુશ્કેલ
બીસીસીઆઇ એ યો-યો ટેસ્ટની માફક જ આ દોડને અનિવાર્ય કરવામાં આવી છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 12, 2021 | 3:56 PM

ટીમ ઇન્ડીયા (Team India) માં સ્થાન મેળવવાની દોડમાં લાગેલા કેટલાક ખેલાડીઓ ફિટનેશ માટેની રેસમાં જ ફેઇલ થઇ ગયા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હાલમાં જ ટીમ ઇન્ડીયાના ખેલાડીઓની ફિટનેશપરિક્ષણ માટે 2 કિલોમીટર દોડ લગાવવાનો નવો ટેસ્ટ શરુ કરવામાં આવ્યો છે. આ ટેસ્ટમાં પાસ થનારા ખેલાડીઓને કોઇપણ સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવશે. આ ટેસ્ટના પ્રથમ ટ્રાયલમાં સંજૂ સેમસન (Sanju Samson), સિધ્ધાર્થ કૌલ (Siddarth Kaul) સહિત ટીમ ઇન્ડીયાના કેટલાંક ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. જેનાથી તેઓ ભારત ઇંગ્લેંડ (India vs England)શ્રેણીમાં સમાવેશ થવાની આશાઓ પર ઝટકો લાગ્યો છે.

કેટલાક વર્ષ પહેલા ફિટનેશ પરિક્ષણ માટે શરુ કરવામાં આવેલા યો-યો ટેસ્ટ બાદ BCCI એ હવે દોડને પણ ટેસ્ટમાં સામેલ કરેલ છે. જેને લઇને બેટ્સમેન અને સ્પિનરો એ 8.30 મીનીટમાં 2 કિલોમીટરની દોડ પુરી કરવી અનિવાર્ય છે. તો ઝડપી બોલરોએ 8.15 મીનીટમાં જ 2 કિલોમીટરની દોડ પુરી કરવાની હોય છે. બીસીસીઆઇ એ યો-યો ટેસ્ટની માફક જ આ દોડને અનિવાર્ય કરવામાં આવી છે.

અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડીયાની એક રિપોર્ટ મુજબ નેશનલ ક્રિકેટ એકેડમી માં આ પ્રકારના ટેસ્ટના પ્રથમ ટ્રાયલમાં 6 ખેલાડીઓ ફેઇલ થયા છે. રિપોર્ટ મુજબ ફિટનેશ ટેસ્ટમાં ટીમ ઇન્ડીયાના માટે T20 રમી ચુકેલા વિકેટકિપર બેટ્સમેન સંજૂ સેમસન અને યુવા વિકેટકીપર ઇશાન કિશન, ઓલરાઉન્ડર રાહુલ તેવટીયા, બેટ્સમેન નિતીશ રાણા, ઝડપી બોલર સિદ્ધાર્થ કૌલ અને જયદેવ ઉનડકટ આ દોડમાં ફેઇલ થયા હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

જોકે ખેલાડીઓ બીજી વાર ફેઇલ થવા પર આગળના મહિને શરુ થનારી T20 અને વન ડે શ્રેણીમાં તેમની પસંદગી મુશ્કેલીમાં પડી શકે છે. રિપોર્ટનુસાર આ 6 ખેલાડીઓ પુરી રીતે આ દોડમાં નાકામિયાબ રહ્યા હતા. જ્યારે અનેક ખેલાડીઓ મુશ્કેલીથી આ રેસ ને પુરી કરી શક્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">