AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: રોહિત શર્માએ હવામાં 7.8 ફૂટ ઊંચો કૂદકો મારી એક હાથે કેચ લીધો શાનદાર કેચ, જુઓ Video

કાનપુર ટેસ્ટમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બેટિંગમાં ધમાલ મચાવતા પહેલા ફિલ્ડિંગમાં જોરદાર કેચ પડકી કમાલ કર્યો હતો. રોહિત શર્માએ પોતાના શાનદાર કેચથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેણે મોહમ્મદ સિરાજના બોલ પર લિટન દાસનો આ કેચ લીધો હતો. રોહિતે હવામાં 7.8 ફૂટ ઊંચો કૂદકો મારી આ કેચ લીધો હતો.

IND vs BAN: રોહિત શર્માએ હવામાં 7.8 ફૂટ ઊંચો કૂદકો મારી એક હાથે કેચ લીધો શાનદાર કેચ, જુઓ Video
Rohit SharmaImage Credit source: PTI
| Updated on: Sep 30, 2024 | 4:16 PM
Share

કાનપુર ટેસ્ટનું પરિણામ શું આવશે તે હજુ જાણી શકાયું નથી. પરંતુ, ચોથા દિવસે પ્રથમ સેશનમાં લગભગ 8 ફૂટ કૂદકો મારીને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક હાથે જોરદાર કેચે પકડી મહફિલ લૂંટી લીધી હતી. ખાસ વાત એ હતી કે આ કેચથી મોહમ્મદ સિરાજના રેકોર્ડને સુધારવામાં પણ મદદ મળી છે.

રોહિતે 7.8 ફૂટ ઊંચો કૂદકો મારી કેચ પકડ્યો

મોહમ્મદ સિરાજના બોલ પર સારો શોટ રમી રહેલા બાંગ્લાદેશી ખેલાડી લિટન દાસનો કેચ રોહિત શર્માએ પકડ્યો હતો. પરંતુ કેપ્ટન રોહિત શર્મા તેના બેસ્ટ શોટની વચ્ચે આવ્યો હતો. તેણે તેના માથા પરથી જતા બોલને અટકાવ્યો અને તેને કેચમાં ફેરવ્યો. આ કરવા માટે રોહિત શર્માએ જમણો હાથ હવામાં લઈને 7.8 ફૂટ ઊંચો કૂદકો માર્યો.

રોહિતના કેચ સાથે સિરાજના રેકોર્ડમાં સુધારો થયો

હવે જાણીએ કે રોહિતના આ કેચે મોહમ્મદ સિરાજનો રેકોર્ડ કેવી રીતે સુધાર્યો. વાસ્તવમાં, રોહિતના હાથે કેચ આઉટ થયેલા લિટન દાસ સામે ટેસ્ટમાં સિરાજના રેકોર્ડમાં થોડો સુધારો થયો છે. લિટન દાસ અને સિરાજ અત્યાર સુધી 6 ઈનિંગ્સમાં સામસામે આવી ચૂક્યા છે, જેમાં આ ત્રીજી વખત હતું જ્યારે સિરાજે લિટનની વિકેટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન લિટને સિરાજ સામે 12થી ઓછી એવરેજથી 35 રન બનાવ્યા છે. રોહિત શર્માના પગલે ચાલતા સિરાજે પણ શાકિબ અલ હસનનો શાનદાર કેચ લીધો હતો. અશ્વિનના બોલ પર સિરાજે શાકિબને કેચ આપી દીધો હતો.

આ પણ વાંચો: IND vs BAN: રોહિત શર્માએ પ્રથમ 2 બોલ પર 2 સિક્સર ફટકારી, 147 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં પ્રથમ આવું વખત બન્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">