IND vs AUS : બુમરાહની વાપસી, ગિલના રમવા પર સસ્પેન્સ, આવી હશે પહેલી T20માં ભારતની પ્લેઈંગ 11
T20 શ્રેણીની પહેલી મેચ 29 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરામાં રમાશે. આ શ્રેણી એશિયા કપ 2025 માં ભારતના ખિતાબ જીત્યાના બરાબર એક મહિના પછી આવી રહી છે. તેથી, પ્લેઈંગ ઈલેવનમાં કોઈ મોટા ફેરફારની અપેક્ષા નથી.

ઓસ્ટ્રેલિયાની ધરતી પર ODI ક્રિકેટ એક્શન સમાપ્ત થયા પછી, હવે T20 શ્રેણીનો વારો છે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ 29 ઓક્ટોબરથી શરૂ થતી પાંચ મેચની T20 શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે. આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ માટે આ સૌથી મુશ્કેલ અને નિર્ણાયક કસોટી છે. આ સિરીઝ ભારતીય ટીમ માટે તેની તૈયારીઓનું પરીક્ષણ કરવાની અને બેસ્ટ પ્લેઈંગ 11 તૈયાર કરવાની સારી તક છે.
પ્લેઈંગ 11માં થશે ફેરફાર?
તાજેતરમાં એશિયા કપ 2025 જીત્યા પછી ભારતીય ટીમની આ પહેલી T20 શ્રેણી હશે. ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણી માટે પણ એશિયા કપની જ ટીમ હતી તે જ તી પંસદ કરવામાં આવી છે, એવામાં પ્લેઈંગ 11માં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા ઓછી છે. જોકે, પરિસ્થિતિઓ અને ચોક્કસ ખેલાડીઓને આરામ આપવાના આધારે કેટલાક ફેરફારો શક્ય બની શકે છે.
શું ગંભીર શુભમન ગિલને આરામ આપશે?
ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરની વાત કરીએ તો, અહીં જિજ્ઞાસા શુભમન ગિલ વિશે છે. ગિલ એશિયા કપમાં કોઈ ખાસ કમાલ કરી શકાયો ન હતો, આ સિવાય ODI શ્રેણીમાં પણ મોટી ઈનિંગ રમવામાં તે નિષ્ફળ રહ્યો. વધુમાં, તે ઈંગ્લેન્ડ પ્રવાસથી સતત રમી રહ્યો છે, અને આ શ્રેણી પછી તરત જ, તેને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ અને ODI શ્રેણી રમવાની છે. તેથી, તેને શ્રેણીની પહેલી મેચમાં આરમાં અપાઈ શકાય છે. જોકે, કોચ ગૌતમ ગંભીરના અભિગમને જોતાં, એવું લાગે છે કે તે શ્રેણીની શરૂઆતમાં તેને વિરામ આપવા માંગશે નહીં. તેથી, ગિલ ટોપ ઓર્ડરમાં જ રમશે તેવી અપેક્ષા છે.
રેડ્ડી-રિંકુમાંથી એકને મળશે તક
જોકે, હાર્દિક પંડ્યાની ગેરહાજરીને કારણે એક મોટો ફેરફાર થઈ શકે છે, જેમાં નીતિશ કુમાર રેડ્ડી ટીમમાં પરત ફરે તેવી શક્યતા છે. જોકે, તે હજુ સુધી સંપૂર્ણપણે ફિટ છે કે નહીં તે સ્પષ્ટ નથી. તેથી, સ્પર્ધા રેડ્ડી અને રિંકુ સિંહ વચ્ચે હશે. સ્પિન વિભાગની વાત કરીએ તો, અક્ષર પટેલનું રમવું નિશ્ચિત છે, પરંતુ વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીમાંથી ફક્ત બે જ સ્થાન મેળવી શકશે, અને કુલદીપને તેના ફોર્મના આધારે તક મળી શકે છે.
બુમરાહનું કમબેક, હર્ષિત બહાર
સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, જે ODI શ્રેણીમાંથી બહાર રહ્યો હતો, તે આ શ્રેણીમાં પોતાની તાકાત બતાવશે. બુમરાહનો એશિયા કપ સારો રહ્યો ન હતો, પરંતુ થોડા દિવસનો આરામ અને ઓસ્ટ્રેલિયન પરિસ્થિતિઓ તેને અનુકૂળ રહેશે. પરિણામે, તે આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ODI શ્રેણીમાં સારું પ્રદર્શન કરનાર અર્શદીપ સિંહ ફાસ્ટ બોલિંગ આક્રમણમાં બુમરાહનો સાથ અપાશે. એવામાં હર્ષિત રાણાને પ્રથમ T20માં તક નહીં મળે.
ભારતની સંભવિત પ્લેઈંગ 11
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી/રિંકુ સિંહ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ.
આ પણ વાંચો: Shreyas Iyer Injury Update: ICU માં દાખલ શ્રેયસ અય્યરના માતા-પિતાને સિડની મોકલશે BCCI
