Video: કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે બે ભારતીય ખેલાડીઓ અથડાયા, મેદાન પર મોટી દુર્ઘટના ટળી
ઓસ્ટ્રેલિયા A અને ઈન્ડિયા A વચ્ચેની પ્રથમ ODI દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી ગઈ. વિકેટકીપર પ્રભસિમરન સિંહ અને ફિલ્ડર નિશાંત સિંધુ કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે જોરદાર અથડાયા. જોકે સદનસીબે બંનેમાંથી કોઈને ઇજા થઈ નહીં. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.

ઓસ્ટ્રેલિયા A ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે, જ્યાં ઓસ્ટ્રેલિયા A અને ઈન્ડિયા A વચ્ચે બે ટેસ્ટ મેચ રમાઈ હતી. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી ચાલી રહી છે. પુડુચેરીના સીકેમ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ ODI દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી ગઈ. મેચની શરૂઆતમાં, વિકેટકીપર પ્રભસિમરન સિંહ અને ફિલ્ડર નિશાંત સિંધુ કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે અથડાયા હતા, પરંતુ રાહતની વાત એ છે કે બંને ખેલાડીને ઈજા નથી થઈ.
નિશાંત-પ્રભસિમરન અથડાયા
આ ઘટના ઓસ્ટ્રેલિયન ઇનિંગની પહેલી વિકેટ દરમિયાન બની હતી, જ્યારે ફાસ્ટ બોલર યશ ઠાકુરે ઓસ્ટ્રેલિયન ઓપનર મિશેલ ઓવેનને એક શોર્ટ અને ઓફ-સ્ટમ્પની બહારના બોલથી ફસાવી દીધો હતો. ઓવેને બોલને જોરથી ફટકારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના બેટની ઉપરની ધારને સ્પર્શીને પોઈન્ટ અને વિકેટકીપર વચ્ચે હવામાં ઊંચો ગયો. વિકેટકીપર પ્રભસિમરન સિંહ ઝડપથી સ્ટમ્પની પાછળથી પોઈન્ટ તરફ દોડ્યો, જ્યાં નિશાંત સિંધુ પહેલેથી જ કેચ લેવા માટે તૈયાર હતો.
Yash Thakur gets the big fish!
Mitchell Owen departs as India A get their first wicket.
#INDAvAUSA Streaming Live Now https://t.co/zk2ABY21JG https://t.co/ptGL7Ho9M1
— Star Sports (@StarSportsIndia) October 6, 2026
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
બંને ખેલાડીઓમાંથી કોઈએ કોલ આપ્યો નહીં અને સીધા બોલ તરફ દોડ્યા. બંને સામ-સામે આવી ગયા અને ભયંકર રીતે અથડાયા, પરંતુ પ્રભસિમરને કેચ પકડ્યો અને બંને બચી ગયા. આ બેદરકારીને કારણે ઈજા થવાની પૂરી સંભાવના હતી. આ ઘટના બાદ નિશાંત સિંધુ મેદાન પર નિરાશ અને ગુસ્સામાં દેખાયો હતો. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ભારતીય બોલરોએ મચાવી તબાહી
મેદાન પર આ હાઈ-વોલ્ટેજ ડ્રામા છતાં, ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયન કેમ્પ પર સતત દબાણ જાળવી રાખ્યું. એસ ઠાકુર અને અરશદ ખાનની ઘાતક બોલિંગ સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો ફ્લોપ રહ્યા. યશ ઠાકુરે પોતાના શરૂઆતના સ્પેલમાં મિશેલ ઓવેન અને સેમ કોન્સ્ટાસને આઉટ કર્યા. જ્યારે પાવરપ્લે પછી નિશાંત સિંધુ અને સૂર્યાંશ શેડગેએ જવાબદારી સંભાળી, બે મહત્વપૂર્ણ વિકેટો લઈને ઓસ્ટ્રેલિયન બેટિંગના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કર્યું. પરિણામે, ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ ફક્ત 87 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
