AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI World Cup Qualifier માં બીજો મોટો અપસેટ, ઝીમ્બાબ્વે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું

ઝીમ્બાબ્વેમાં ચાલી રહેલ વર્લ્ડ કપ ક્વોલિફાયરના સુપર સિકસ રાઉન્ડમાં વધુ એક અપસેટ સર્જાયો હતો. યજમાન ઝીમ્બાબ્વેને સ્કોટલેન્ડની ટીમે હરાવી વર્લ્ડ કપની રેસમાંથી બહાર ફેંકી દીધું હતું.

ODI World Cup Qualifier માં બીજો મોટો અપસેટ, ઝીમ્બાબ્વે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું
Zimbabwe knocked out
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 9:16 PM
Share

ભારતમાં યોજાનાર વનડે વર્લ્ડ કપ 2023માં ક્વોલિફાય કરવા માટે ઝીમ્બાબ્વેમાં ચાલી રહેલ ક્વોલિફાયર રાઉન્ડમાં આજે બીજો અપસેટ સર્જાયો હતો. ઝીમ્બાબ્વે પોતાનાથી નબળી સ્કોટલેન્ડની ટીમ સામે હારી વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવાની રેસમાંથી બહાર થઈ ગયું છે. આ પહેલા બે વારની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ચૂકી છે.

સ્કોટલેન્ડે બીજો અપસેટ સર્જ્યો

સ્કોટલેન્ડની ટીમ વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડમાં ડાર્ક હોર્સ સાબિત થયું છે. આ પહેલા પણ સ્કોટલેન્ડે મોટો અપસેટ કરી બતાવ્યો છે. ત્રણ દિવસ પહેલા જ સિકસ રાઉન્ડમાં વેસ્ટ ઈન્ડિઝ જેવી મજબૂત ટીમને હરાવી સ્કોટલેન્ડે વર્લ્ડ કપની રેસમાંથી બહાર કરી દીધું હતું અને આજે ઝીમ્બાબ્વેને વર્લ્ડ કપની બહારનો રસ્તો બતાવ્યો હતો.

ઝીમ્બાબ્વે વર્લ્ડ કપમાંથી થયું બહાર

વર્લ્ડ કપ ક્વોલિફાય રાઉન્ડના સુપર સિકસ રાઉન્ડમાં ઝીમ્બાબ્વે અને સ્કોટલેન્ડ વચ્ચેના મુકાબલામાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને સ્કોટલેન્ડને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. સ્કોટલેન્ડે 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 234 રન બનાવ્યા હતા અને ઝીમ્બાબ્વેને જીતવા 235 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઊતરેલ ઝીમ્બાબ્વેની ટીમ 41.1 ઓવરમાં 203 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને સ્કોટલેન્ડે ઝીમ્બાબ્વેને 31 રને હરાવ્યું હતું.

સ્કોટલેન્ડ-નેધરલેન્ડ વચ્ચે ‘કરો યા મરો’ મેચ

આ જીત સાથે જ સ્કોટલેન્ડની ચોથી વખત વર્લ્ડ કપ રમવાની અપેક્ષા પણ વધી ગઈ છે. સ્કોટલેન્ડ હવે ક્વોલિફાય થવાથી માત્ર એક જીત દૂર છે. જ્યારે ઝિમ્બાબ્વેની હારથી નેધરલેન્ડ્સની આશા પણ વધી ગઈ છે. હવે સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે કરો યા મરો મેચ રમાશે. સ્કોટલેન્ડને માત્ર એક જીતની જરૂર છે જ્યારે નેધરલેન્ડને મોટી જીતની જરૂર છે.

આ પણ વાંચોઃ ICC Womens ODI Ranking : ભારતીય ખેલાડીઓને રેન્કિંગમાં નુકસાન, શ્રીલંકન કેપ્ટને રચ્યો ઈતિહાસ

વેસ્ટ ઈન્ડિઝ પણ બહાર ફેંકાયું હતું

આ પહેલા બે વારની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ આ વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. સ્કોટલેન્ડ સામે 7 વિકેટે કારમી હાર સાથે વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપમાં પહોંચતા પહેલા જ બહાર થઈ ગયું હતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">