India vs New Zealand Live Score, WTC Final 2021 Day 1: ફાઇનલનો પ્રથમ દિવસ બરબાદ, વરસાદને કારણે પ્રથમ દિવસની મેચ રદ થઈ

| Updated on: Jun 18, 2021 | 7:51 PM

ICC WTC Final 2021: ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ટેસ્ટ ક્રિકેટનો મહાસંગ્રામના પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઇ ગયો છે. અને, મેચ આખરે રદ કરવામાં આવી છે. સાઉથમ્પ્ટનમાં રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship) મેચને લઇને લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી.

India vs New Zealand Live Score, WTC Final 2021 Day 1:  ફાઇનલનો પ્રથમ દિવસ બરબાદ, વરસાદને કારણે પ્રથમ દિવસની મેચ રદ થઈ
icc wtc final india vs newzealand test cricket live updates in gujarati

India vs New Zealand Live Score, WTC Final 2021 day 1: ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે વચ્ચે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ આજથી શરૂ થવાની હતી, પરંતુ સાઉધમ્પ્ટનમાં સતત વરસાદથી તમામ મજા બગડી ગઈ અને પ્રથમ દિવસની મેચ યોજાઇ હતી. પરંતુ, વરસાદને કારણે આ મેચ રદ કરવામાં આવી છે.  આ અંતિમ મેચને ટોસ પહેલા વરસાદને કારણે પ્રથમ સત્રની રમત રદ કરવામાં આવી હતી અને ત્યારબાદ બીજા સત્ર સુધી પરિસ્થિતિ સુધરતી ન હતી, જેના કારણે અમ્પાયરોએ પ્રથમ દિવસની રમતનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો. હવે આ મેચ રિઝર્વ ડે સુધી ચાલશે. આઇસીસી, બંને ટીમો અને ચાહકો આશા રાખશે કે આવતીકાલે મેચ શરૂ થઈ શકે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Jun 2021 07:32 PM (IST)

    પ્રથમ દિવસની મેચ વરસાદને કારણે રદ થઇ

    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલનો પ્રથમ દિવસ વરસાદને કારણે રદ કરવામાં આવ્યો છે. મેચનો પ્રથમ દિવસ ટોસ વિના સમાપ્ત થયો. વરસાદ અટક્યો હોવા છતાં, ગ્રાઉન્ડની હાલત એવી નહોતી કે સમયસર રમત ફરી શરૂ કરવામાં આવી હોત. આવી સ્થિતિમાં અમ્પાયરોએ પહેલો દિવસ રદ કરી દીધો હતો. આઇસીસીએ મેચ માટે એક અનામત દિવસ નક્કી કર્યો છે અને હવે આ અનામત દિવસનો ઉપયોગ કરવામાં આવશે.

  • 18 Jun 2021 06:48 PM (IST)

    7.30 કલાકે અમ્પાયર બીજી વખત મેદાનનનું નિરીક્ષણ કરશે

    સાઉથમ્પ્ટનમાં વરસાદે વિરામ લીધાને એક કલાક જેટલો સમય વિતી ગયો છે, મેચના અમ્પાયર માઈકલ ગફ અને રિચર્ડ ઈલિંગવર્થે મેદાનની તપાસ શરુ કરી છે. બંન્ને અમ્પાયર હવે ભારતીય સમયાનુસાર રાત્રે 7.30 કલાકે બીજી વખત મેદાનનું નિરક્ષણ કરશે ત્યારબાદ આગળનો નિર્ણય લેશે.

  • 18 Jun 2021 06:45 PM (IST)

    સાઉથમ્પ્ટનમાં વરસાદ બંધ , બ્રિસ્ટલમાં શરુ

    સાઉથમ્પ્ટનમાં જો ભારતીય ટીમ મેચ શરુ થવાની રાહ જોઈ રહી છે અને વરસાદે વિરમા લેતા મેચ શરુ થવાની આશા વધી રહી છે. તો બ્રિસ્ટલમાં ભારત અને ઈગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે ટેસ્ટ મેચના ત્રીજા દિવસના પ્રથમ સેશન બાદ વરસાદ શરુ થયો છે. ભારતીય મહિલા ટીમ પ્રથમ ઈનિંગ્સમાં 231 રન પર સમેટાઈ ગઈ છે અને ઈગ્લેન્ડની ટીમને ફૉલો ઑન આપતા બીજી ઈનિંગ્સમાં 29 રન પર એક વિકેટ ઝડપી હતી.

  • 18 Jun 2021 06:25 PM (IST)

    મેદાનમાંથી પાણી દુર કરવાની કામગીરી શરુ કરાઈ

    સાઉથમ્પ્ટન વરસાદ બંધ થયો છે ત્યારે હવે માત્ર મેદાન સુકાવાની રાહ જોવામાં આવી રહી છે. હવે મેદાનમાંથી પાણી દુર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે, ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સ્પિનર અશ્વિન સપોર્ટ સ્ટાફના સભ્યો સાથે મેદાનનું નિરક્ષણ કરતા જેવા મળ્યો હતો

  • 18 Jun 2021 06:17 PM (IST)

    પ્રથમ દિવસે મેચ રમાશે કે કેમ કહેવું મુશ્કેલ

    હાલમાં તો ખેલાડીઓથી લઈ સ્ટેડિયમમાં હાજર ફેન્સ પણ મેચ શરુ થવાની રાહ જોઈ રહ્યા છે, સતત વરસી રહેલા વરસાદના કારણે પ્રથમ દિવસે મેચ રમાશે કે કેમ કહેવું મુશ્કેલ છે, કારણ કે, અત્યારસુધીમાં બીજા સેશનની મેચ પણ શરુ થઈ જવી જોઈએ, પરંતુ હજુ મેદાનમાં પાણી ભરેલું છે.

  • 18 Jun 2021 06:11 PM (IST)

    બીજું સેશન શરુ થવામાં વિલંબ

    સાઉથૈપ્ટમાં લંચનો સમય પૂર્ણ થયું છે, પરંતુ સ્થિતિ હજુ પણ જૈસે થે વૈસી જેવી છે, મદાનના કેટલાક ભાગમાં હજુ પણ પાણી ભરાયેલું છે, ત્યારે હજુ મેચ શરુ થવાના કોઈ અણસાર નથી.

  • 18 Jun 2021 04:56 PM (IST)

    ટોર્ચ પર ભારત અને ન્યુઝીલેન્ડના બોલરો

    આ ફાઇનલમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, ભારત તરફથી અજિંક્ય રહાણે અને ન્યુઝીલેન્ડ માટે કેન વિલિયમસન, રોસ ટેલર, ટોમ લાથમ જેવા બેટ્સમેન રમવાની છે. તેમ છતાં, આ મેચ પહેલા, બંને ટીમોની બોલિંગ વિશે સૌથી વધુ ચર્ચા થઈ હતી. ભારતીય બોલરોએ 2020 થી ટેસ્ટ ક્રિકેટમાં 50.9 નો સ્ટ્રાઇક રેટ મેળવ્યો છે, જે શ્રેષ્ઠ છે.

  • 18 Jun 2021 03:30 PM (IST)

    ફાઈનલની ખરાબ શરુઆત, વરસાદના કારણે પ્રથમ સેશન રદ્દ કરાયું

    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉથમ્પ્ટનમાં ફાઈનલની શરુઆત સારી રહી નથી, સાઉથમ્પ્ટનમાં સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ટૉસ પહેલા જ પ્રથમ સેશનની મેચને રદ્દ કરવામાં આવી છે,

  • 18 Jun 2021 03:19 PM (IST)

    ન્યુઝીલેન્ડ ટીમની રણનીતિ પર ચર્ચા શરુ

    હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. હાલમાં ન્યુઝીલેન્ડના ખેલાડી કૉફીનો આનંદ માણી રહ્યા છે અને રમત શરુ થવાની પોતાની રણનીતિઓને અમલમાં લાવવા માટેની રાહ જોઈ રહ્યા છે.

  • 18 Jun 2021 03:12 PM (IST)

    India vs New Zealand Live Score, WTC Final 2021 Day 1: વરસાદને કારણે પ્રથમ સેશન ધોવાયુ

    ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈલ મેચ આજથી ઈંગ્લેન્ડના સાઉથૈમ્ટનમાં રમાઈ રહી છે. 2019માં શરુ થયેલી ટેસ્ટ ચેમ્પયનશીપના પોઈન્ટ ટેબલમાં ભારતીય ક્રિકેટ ટીમ ટોચ પર રહી છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ બીજા સ્થાન પર હતી. ભારતે આ ટૂનામેન્ટમાં 6 માંથી 5 ટેસ્ટ સીરીઝ પોતાને નામે કરી છે, જ્યારે માત્ર ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વિરાટ કોહલીની ટીમને હાર મળી છે,હવે ટીમ ઈન્ડિયાની પાસે હાર ચુકવવાની સૌથી મોટી તક છે.

  • 18 Jun 2021 02:20 PM (IST)

    ICC WTC Final: જાણો કેવી રીતે જોઈ શકાશે મેચ

    ICC WTC Final:

    ક્યારે અને ક્યાં રમાશે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ની WTC Final ?

    WTC ની ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 થી 22 જૂન 2021 દરમ્યાન સાઉથમ્પ્ટનના રોઝ બાઉલમા રમાશે.

    ક્યારે શરુ થશે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે WTC Final ?

    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે WTC Final ભારતીય સમયાનુસાર બપોરે 3.00 કલાકે શરુ થશે. મેચ માટે ટોસ બપોરે 2.30 કલાકે ઉછાળવામાં આવશે.

    ક્યા થશે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની WTC Final નુ લાઇવ ટેલીકાસ્ટ ?

    WTC Final નું લાઇવ ટેલીકાસ્ટ અંગ્રેજીમાં સ્ટાર સ્પોર્ટસ 1 અને સ્ટાર સ્પોર્ટસ 1 HD પર કરાશે. તેમજ હિન્દીમાં સ્ટાર સ્પોર્ટસ 1 હિન્દી અને સ્ટાર સ્પોર્ટસ 1 HD પર કરવામાં આવશે. આ ઉપરાંત ડીડી સ્પોર્ટસ પર પણ મેચનુ લાઇવ પ્રસારણ કરવામાં આવશે.

    ક્યા થશે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી WTC Final Live સ્ટ્રીમીંગ ?

    WTC Finalની લાઇવ સ્ટ્રીમીંગ હોટસ્ટાર પર પણ ઉપલબ્ધ રહેશે. મેચ Jio Tv એપ પર પણ ઉપલબ્ધ રહેશે.

  • 18 Jun 2021 02:17 PM (IST)

    ICC WTC Final: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટ્રોફી મેળવવા ખરાખરીનો જંગ

    ICC WTC Final: 2019 થી શરુ થયેલ ટેસ્ટ ચેમ્પિયશનીપ ટૂર્નામેન્ટના પરિણામનો જંગ રમાનાર છે. જેને લઇને બંને ટીમો ટ્રોફી પોતાના હાથમાં ઉંચકવા માટે તમામ શ્રેષ્ઠ પ્રદર્શન મેદાનમાં દર્શાવશે. વિરાટ કોહલી (Virat Kohli) અને કેન વિલિયમસન (Kane Williamson) પોતાની સઘળી તાકાત દર્શાવતી રમતની આગેવાની નિભાવશે.

  • 18 Jun 2021 02:06 PM (IST)

    ICC WTC Final: ઇંગ્લેંડના સાઉથમ્પ્ટનમાં રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલને લઈ ઉત્સાહ

    ICC WTC Final: ઇંગ્લેંડના સાઉથમ્પ્ટનમાં રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલને નિહાળવા માટે પ્રશંસકોમાં ગજબનો ઉત્સાહ છે. આજે શુક્રવારે રમાનાર ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચેની ફાઇનલ મેચ તટસ્થ સ્થળે રમાનારી છે.

Published On - Jun 18,2021 7:32 PM

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">