ICC Wolrd Cup 2023: વર્લ્ડ કપના શેડ્યૂલથી પંજાબ અને મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશન નારાજ
આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપનું મંગળવારે શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું અને ભારતના 10 શહેરોની યજમાની માટે પસંદગી કરાઇ હતી. ત્યારે જે શહેરોને યજમાની ન મળી તેમના ક્રિકેટ બોર્ડ આનાથી નિરાશ થયા છે.
મંગળવારે ICC અને BCCIએ મળીને આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું હતું .આ વર્લ્ડ કપ ભારતના 10 શહેરોમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાશે. આ જાહેરાત બાદ BCCIના જ કેટલાક લોકો તેમનાથી નારાજ છે. જે રાજ્ય એસોસિએશને વર્લ્ડ કપની મેચોની યજમાની નથી મળી તે અંગે નિરાશા વ્યક્ત કરી છે.
માત્ર 10 શહેરોમાં થશે આયોજન
ODI વર્લ્ડ કપની મેચો અમદાવાદ, હૈદરાબાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નાઈ, લખનૌ, પુણે, બેંગલુરુ, મુંબઈ, કોલકાતામાં રમાશે. મંગળવારે જાહેર કરવામાં આવેલ શેડ્યૂલ પહેલા તિરુવનંતપુરમ સહિત 12 શહેરોના નામ લિસ્ટમાં હતા, પરંતુ ICCએ માત્ર 10 શહેરોના નામને જ મંજૂરી આપી હતી. જેમાં મોહાલી, ઈન્દોર, રાંચી, નાગપુર સહિતના ભારતના ઘણા મોટા મેદાનો વર્લ્ડ કપની યજમાનીથી વંચિત રહ્યા હતા.
Proud moment for India! Hosting the ICC Men’s Cricket World Cup for the fourth time is an incredible honor. With 12 cities as the backdrop, we’ll showcase our rich diversity and world-class cricketing infrastructure. Get ready for an unforgettable tournament! #CWC2023 @ICC @BCCI pic.twitter.com/76VFuuvpcK
— Jay Shah (@JayShah) June 27, 2023
મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશન થયું નિરાશ
વર્લ્ડ કપ 2023ના શેડ્યૂલની જાહેરાત બાદ મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (MPCA)ના પ્રમુખ અભિલાષ ખાંડેકરે નિરાશા વ્યક્ત કરી હતી . ન્યુઝ એજન્સી PTI સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, 1987ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ ઈન્દોરમાં યોજાઈ હતી. તેમણે કહ્યું કે ઈન્દોરનો ક્રિકેટમાં સારો ઈતિહાસ છે, તેથી તેમને વર્લ્ડ કપની મેચોની યજમાની મળવાની અપેક્ષા હતી. ઈન્દોર એ શહેર છે જે સતત ODI, T20 અને ટેસ્ટ મેચનું આયોજન કરે છે.તાજેતરમાં આ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી.
આ પણ વાંચોઃ Pakistan Cricket Team: વિશ્વકપ નહીં રમવાની PCB ની વાતોની નિકળી ગઈ હવા, પાકિસ્તાન આવશે ભારત-ICC
પંજાબને પ્રેક્ટિસ મેચની પણ યજમાની ન મળી
ન્યૂઝ એજન્સી PTI સાથે વાતચીત દરમિયાન પંજાબ ક્રિકેટ એસોસિએશનના એક સૂત્રએ જણાવ્યું હતું કે માત્ર મેટ્રો શહેરો અને જ્યાંથી BCCIના અધિકારીઓ આવે છે તે શહેરોને જ વર્લ્ડ કપની મેચોનું આયોજન કરવાનો મોકો મળ્યો છે. તેમણે વધુ જણાવ્યું હતું કે, પંજાબને પ્રેક્ટિસ મેચની પણ યજમાની નથી મળી, જેના કારણે તેઓ ખૂબ નિરાશ છે.
GET YOUR CALENDARS READY! 🗓️🏆
The ICC Men’s @cricketworldcup 2023 schedule is out now ⬇️#CWC23https://t.co/j62Erj3d2c
— ICC (@ICC) June 27, 2023
BCCIએ કર્યો ખુલાસો
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ICCએ હોસ્ટિંગને લઈને કોઈ પણ પ્રકારની મર્યાદા નક્કી કરી નથી, પરંતુ ઓછા સ્થળો પર વર્લ્ડ કપની મેચોનું આયોજન કરવાનું મુખ્ય કારણ ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓને ટ્રાવેલ કરવામાં તકલીફ ન પડે એવું હતું. જેથી મેચ પહેલા ખેલાડીઓને પૂરતો આરામ મળી રહે.