ICC World Cup 2023 : અમદાવાદમાં ફાઇનલ રમવાની મજા આવશે, સ્ટીવ સ્મિથની વર્લ્ડ કપ શેડ્યૂલ પર પ્રતિક્રિયા
અમદાવાદમાં ફાઇનલને લઈ સ્ટીવ સ્મિથની પ્રતિક્રિયા સામે આવી છે. સ્મિથે એક લાખથી વધુ દર્શકો વચ્ચે ફાઇનલ રમવાને લઈ ખુશી વ્યક્ત કરી હતી.
વર્લ્ડ કપ 2023ના શેડ્યૂલ જાહેર થાય બાદ પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે પ્રતિક્રિયા આપી હતી. સ્ટીવ સ્મિથના મતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલનું આયોજન કરવું યોગ્ય નિર્ણય છે. આ શેડ્યૂલને જોઈ સ્ટીવ સ્મિથે લઈ ખુશી વ્યક્ત કરી હતી અને વર્લ્ડ કપમાં ભાગ લેવા ઉત્સાહીત હોવાનું જણાવ્યું હતું.
અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ
ICCએ ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનાર ODI વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે. ક્રિકેટનો આ મહાકુંભ ભારતના 10 શહેરોમાં રમાશે. ODI વર્લ્ડ કપના શેડ્યૂલ પર ઓસ્ટ્રેલિયન દિગ્ગજ સ્ટીવ સ્મિથે કહ્યું હતું કે, “ભારત સામે 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં અમદાવાદના સ્ટેડિયમમાં રમવું ખૂબ જ સારું રહેશે. વાતાવરણ રોમાંચક હશે.” સ્ટીવ સ્મિથની આ કોમેન્ટમાં તેનો અને તેની ટીમનો આત્મવિશ્વાસ છલકાયો સ્ટીવ સ્મિથે આ કોમેન્ટથી દાવો કર્યો હતો કે ઓસ્ટ્રેલિયા અમદાવાદમાં ફાઇનલ રમવા તૈયાર છે.
Steve Smith said – “It’ll be great to play World Cup 2023 Final against India at Ahmedabad. The packed Stadium and atmosphere would be Amazing”. pic.twitter.com/8g2ENnN3Ol
— CricketMAN2 (@ImTanujSingh) June 27, 2023
સ્ટીવ સ્મિથે શેડ્યૂલથી સંતોષ વ્યક્ત કર્યો
વનડે વર્લ્ડ કપના આયોજનને લઈ બધી અફવાઓનો અંત આજે આવી ગયો હતો જ્યારે ICCએ શેડ્યૂલ જાહેર કર્યું. BCCIએ તાજું કરેલ પ્રસ્તાવ અનુસાર જ ICCએ શેડ્યૂલને મંજૂરી આપી હતી. પાકિસ્તાનને ભારતમાં વર્લ્ડ કપના આયોજન અને અમદાવાદમાં મેચ રમવા અંગે નારાજગી હતી, છતાં ICCએ અમદાવાદમાં જ વર્લ્ડ કપની પહેલી અને છેલ્લી મેચનું આયોજન કર્યું છે.
એક લાખથી વધુ દર્શકો
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. જેમાં અત્યાધુનિક સુવિધાઓ અને સૌથી વધુ દર્શક ક્ષમતા છે. એવામાં કોઈ પણ મોટી ટુર્નામેન્ટની મેચોનું આયોજન અહીં કરવાનો નિર્ણય બધા માટે ફાયદાકારક છે. દર્શકોની સાથે ખેલાડીઓને પણ અલગ જ વાતાવરણ મળે છે અને દેશ માટે રમવાનો જુસ્સો અલગ લેવલ પર હોય છે.
GET YOUR CALENDARS READY! 🗓️🏆
The ICC Men’s @cricketworldcup 2023 schedule is out now ⬇️#CWC23https://t.co/j62Erj3d2c
— ICC (@ICC) June 27, 2023
આ પણ વાંચોઃ Ashes 2023: લોર્ડ્સ ટેસ્ટના એક દિવસ પહેલા જ ઇંગ્લેન્ડે પ્લેઈંગ-11ની કરી જાહેરાત
ઓસ્ટ્રેલિયા અમદાવાદમાં રમશે મેચ
વર્લ્ડ કપના શેડ્યૂલમાં ટીમ ઈન્ડિયા ઉપરાંત લગભગ તમામ ટીમઓ ઓછામાં ઓછી એક મેચ અમદાવાદમાં રમશે. ઓસ્ટ્રેલિયા પણ આજી એક મેચ રમશે. 4 નવેમ્બરના રોજ ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. આ સિવાય જો ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચવામાં સફળ રહેશે તો ફાઇનલમાં ફરી એકવાર વર્લ્ડ કપમાં અહી રમવાની તેમણે તક મળશે.