ICC રેન્કિંગ : હવે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનું રાજ, પાકિસ્તાનને પછાડ્યું

વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા ODI ફોર્મેટમાં નંબર-1 બની ગઈ છે. શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે 5 વિકેટથી મળેલી જીતે ટીમ ઈન્ડિયાને આ નવો તાજ અપાવ્યો છે અને હવે પાકિસ્તાન નંબર-2 પર પહોંચી ગયું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં નંબર 1 નું સ્થાન હાંસલ કર્યું છે અને ઈતિહાસ રચી દીધો છે.

ICC રેન્કિંગ : હવે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનું રાજ, પાકિસ્તાનને પછાડ્યું
Team India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 11:32 PM

ODI વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા (Team India) એ ઈતિહાસ રચ્યો છે અને ક્રિકેટના દરેક ફોર્મેટમાં નંબર વન બની ગઈ છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા (Australia) સામે મોહાલી વનડેમાં જીત મેળવી છે અને આ સાથે ઈતિહાસ પણ રચ્યો છે. ભારતીય ટીમ હવે વનડેમાં પણ નંબર-1 ટીમ બની ગઈ છે અને હાલમાં ટીમ ઈન્ડિયા ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર વન છે. ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવતાની સાથે જ પાકિસ્તાન (Pakistan) ને નંબર-1ના સ્થાન પરથી હટાવી દીધું છે.

ICC રેન્કિંગમાં ભારતનો દબદબો

શુક્રવારે મોહાલીમાં રમાયેલી ODI મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું હતું. વર્લ્ડ કપ પહેલા આયોજિત આ 3 મેચની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયા હવે 1-0થી આગળ છે. એશિયા કપ પછી જ ભારત નંબર-1 બનવું સ્પષ્ટ થઈ ગયું, આ મેચમાં માત્ર વિજયની રાહ જોવાઈ રહી હતી.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

ત્રણેય ફોર્મેટમાં ભારતનું ગૌરવ

જો આપણે તમામ ફોર્મેટની વાત કરીએ તો હાલમાં T-20માં ભારત 264 રેટિંગ સાથે નંબર-1 પર છે જ્યારે ઈંગ્લેન્ડ 261 રેટિંગ સાથે નંબર-2 પર છે. જ્યાં ટેસ્ટમાં ભારત 118 રેટિંગ સાથે નંબર-1 પર છે, ઓસ્ટ્રેલિયાના પણ એટલા જ પોઈન્ટ છે પરંતુ તે બીજા નંબર પર છે. હવે વારો ODIનો હતો, અગાઉ પાકિસ્તાન અહીં નંબર-1 પર હતું પરંતુ એશિયા કપમાં તેની કારમી હાર બાદ તેનું હટવું નિશ્ચિત હતું. ટીમ ઈન્ડિયાએ પહેલા એશિયા કપ જીત્યો અને પછી મોહાલી વનડેમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. આ સ્થિતિમાં તેના 116 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે પાકિસ્તાનના 115 રેટિંગ પોઈન્ટ છે. વર્લ્ડકપની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયાએ એક નવો માઈલસ્ટોન હાંસલ કરી લીધો છે.

આ પણ વાંચો : Varanasi Cricket Stadium : કાશીમાં બનાવવામાં આવનાર શિવ થીમ આધારિત મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કેટલું અલગ હશે?

ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

જો મોહાલીમાં યોજાયેલી ODI મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ અહીં બોલિંગ પસંદ કરી હતી અને ઓસ્ટ્રેલિયાએ 276 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમે માત્ર 5 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ભારત તરફથી મોહમ્મદ શમીએ પાંચ વિકેટ લીધી હતી જ્યારે શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે અડધી સદી ફટકારી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">