ICC: આગામી 8 વર્ષમાં ભારતમાં 2 વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી આયોજીત કરાશે, અમેરિકામાં રમાશે T20 વિશ્વકપ 2024

2023 વર્લ્ડ કપની યજમાની કર્યા પછી, ભારત આગામી આઠ વર્ષમાં ત્રણ મોટી ICC ટૂર્નામેન્ટની યજમાની કરશે. આ દરમિયાન તે બાંગ્લાદેશ અને શ્રીલંકાને પણ સાથે લેશે.

ICC: આગામી 8 વર્ષમાં ભારતમાં 2 વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી આયોજીત કરાશે, અમેરિકામાં રમાશે T20 વિશ્વકપ 2024
MS Dhoni with World Cup and ICC Trophy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 8:32 PM

ICC એ 2024 થી 2031 વચ્ચે T20 વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) અને વર્લ્ડ કપ (World Cup) ના યજમાનો (Host) ની જાહેરાત કરી છે. આ અંતર્ગત ભારતમાં ત્રણ મોટી ટૂર્નામેન્ટ યોજાશે. ભારત 2026માં શ્રીલંકા સાથે મળીને T20 વર્લ્ડ કપનું આયોજન કરશે. તે જ સમયે, 2029 માં, તે પોતાના દમ પર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરશે. તે જ સમયે, 2031 માં, ભારત અને બાંગ્લાદેશ એકસાથે વર્લ્ડ કપની યજમાની કરશે.

ICCએ કહ્યું કે 14 અલગ-અલગ દેશો તેની ટૂર્નામેન્ટની યજમાની કરશે. આ સાથે ચેમ્પિયન્સ ટ્રોફી પણ વાપસી કરી રહી છે. આ ટુર્નામેન્ટ છેલ્લે 2017માં રમાઈ હતી. ત્યારથી તેના ભવિષ્ય પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા હતા. પરંતુ ICCએ પાકિસ્તાન અને ભારતની યજમાની કરીને નિર્ણય લીધો છે કે આ ટુર્નામેન્ટ ભવિષ્યમાં પણ રમાશે.

ICC 2024 થી 2031 દરમિયાન દર વર્ષે એક મોટી ઈવેન્ટનું આયોજન કરશે. આ અંતર્ગત અમેરિકામાં પહેલીવાર ICC ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. 2024 T20 વર્લ્ડ કપ અહીં યોજાશે. અમેરિકાની સાથે વેસ્ટ ઈન્ડિઝ પણ તેની કો-હોસ્ટ કરશે. પાકિસ્તાનને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની સોંપવામાં આવી હતી. લગભગ 29 વર્ષ બાદ ત્યાં ICC ઈવેન્ટ થશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

પાકિસ્તાનમાં છેલ્લી વખત 1996ના વર્લ્ડ કપમાં મેચ રમાઈ હતી. તે ટુર્નામેન્ટ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા રમીઝ રાજાએ હોસ્ટિંગ પર ખુશી વ્યક્ત કરી હતી.

કાર્યક્રમ આવો હશે

ICCના શેડ્યૂલ અનુસાર, 2024 T20 વર્લ્ડ કપ, 2026 T20 વર્લ્ડ કપ, 2027 વર્લ્ડ કપ, 2028 T20 વર્લ્ડ કપ, 2030 T20 વર્લ્ડ કપ અને 2031 વર્લ્ડ કપમાં એક કરતા વધુ યજમાન દેશ હશે. ICC શેડ્યૂલ મુજબ.

2024 T20 વર્લ્ડ કપ – વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા 2025 ચેમ્પિયન્સ ટ્રોફી – પાકિસ્તાન 2026 T20 વર્લ્ડ કપ – ભારત અને શ્રીલંકા 2027 વર્લ્ડ કપ – દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા 2028 T20 વર્લ્ડ કપ – ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ 2029 ચેમ્પિયન્સ ટ્રોફી – ભારત 2030 T20 વર્લ્ડ કપ – ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ 2031 વર્લ્ડ કપ – ભારત અને બાંગ્લાદેશ

અમેરિકા, નામિબિયા, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડમાં પ્રથમ વખત ICCની મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, લાંબા સમય પછી દક્ષિણ આફ્રિકામાં ICC ઇવેન્ટ રમાશે.

આ પણ વાંચોઃ IND vs NZ: ભારત vs ન્યુઝીલેન્ડ T20 મેચની ટિકિટો ખરીદવા રાંચીમાં ક્રિકેટ ચાહકોની પડાપડી, 12 કલાક લાઇનમાં ઉભા રહેવુ પડ્યુ

આ પણ વાંચોઃ IND VS NZ: ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ T20 સીરીઝ પહેલા હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું, ખેલાડીઓનું સ્વાસ્થ્ય જીત કરતા વધુ મહત્વનું છે

g clip-path="url(#clip0_868_265)">