IND vs NZ: ભારત vs ન્યુઝીલેન્ડ T20 મેચની ટિકિટો ખરીદવા રાંચીમાં ક્રિકેટ ચાહકોની પડાપડી, 12 કલાક લાઇનમાં ઉભા રહેવુ પડ્યુ

ભારત-ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) T20 મેચ 19 નવેમ્બરે રાંચીના JSCA ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (JSCA Stadium) માં રમાશે. ટિકિટના વેચાણ દરમિયાન, કોરોના માર્ગદર્શિકાનો ભંગ થવા લાગ્યો હતો.

IND vs NZ: ભારત vs ન્યુઝીલેન્ડ T20 મેચની ટિકિટો ખરીદવા રાંચીમાં ક્રિકેટ ચાહકોની પડાપડી, 12 કલાક લાઇનમાં ઉભા રહેવુ પડ્યુ
JSCA Cricket Stadium Ticket window
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 8:06 AM

ઝારખંડ (Jharkhand) ની રાજધાની રાંચી (Ranchi) ના JSCA ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (JSCA Stadium)માં 19 નવેમ્બરે યોજાનારી, ભારત-ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) T20 ક્રિકેટ મેચની ટિકિટોનું વેચાણ 15 નવેમ્બર થી શરૂ થઈ ગયું છે. ટિકિટનું વેચાણ શરૂ થતાંની સાથે જ મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ કાઉન્ટર પર પહોંચી ગયા હતા. જ્યાં ચાહકોએ ટિકિટ ખરીદવા માટે સવારના 3 વાગ્યાથી કતાર લગાવી હતી. આ દરમિયાન લોકોએ 12 કલાક લાઈનમાં ઉભા રહીને ટિકિટ ખરીદી હતી. રાંચીમાં 17 નવેમ્બર સુધી ટિકિટનું વેચાણ થશે.

વાસ્તવમાં, રાંચીના JSCA ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બે વર્ષ પછી, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 મેચ 19 નવેમ્બરે રમાશે. જેએસસીએ દ્વારા આ અંગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તે જ સમયે, આ મેચની ટિકિટના વેચાણ માટે 15, 16 અને 17 નવેમ્બરની તારીખો નક્કી કરવામાં આવી છે.

આવી સ્થિતિમાં, સ્ટેડિયમની ક્ષમતાના માત્ર 50 ટકા દર્શકોને જ મેચ જોવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે, રાજ્ય સરકારે JSCA મેનેજમેન્ટને આ અંગે કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવા સૂચના આપી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

રમતપ્રેમીઓ કોરોના પ્રત્યે બેદરકાર

આ દરમિયાન BCCI ના નિયમોનો ખૂબ ભંગ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, ટિકિટ ખરીદતી વખતે ન તો સોશિયલ ડિસ્ટન્સ દેખાઈ રહ્યું હતું અને ન તો લોકો અન્ય નિયમોનું પાલન કરી રહ્યા હતા. પરિસ્થિતિ એવી હતી કે બધા એકબીજા ચપોચપ ભીડ જમાવી રહ્યા હતા. આ સમયે એક વ્યક્તિને મહત્તમ 3 ટિકિટ આપવામાં આવી રહી છે.

દરમિયાન, JSCA મેનેજમેન્ટ વતી આજથી, કાઉન્ટરો પર ટિકિટનું વેચાણ 2 શિફ્ટમાં કરવામાં આવશે. પ્રથમ શિફ્ટ સવારે 10:00 થી બપોરે 1:00 વાગ્યા સુધીની છે અને બીજી શિફ્ટ બપોરે 2:00 થી સાંજે 5:00 વાગ્યા સુધીની છે.

મહિલાઓ અને દિવ્યાંગો માટે અલગ લાઇન ઉભી કરવામાં આવશે

નોંધનીય છે કે સ્ટેડિયમની બહાર 5 ભાગમાં વાંસના બેરિકેડ કરવામાં આવ્યા છે. આમાં એક લાઈન માત્ર મહિલાઓ અને દિવ્યાંગો માટે આરક્ષિત છે. અન્ય ભાગોમાં લોકોને ટિકિટ મળી રહી છે. હાલમાં આ લાઈન ટિકિટ આપવા માટે પણ ઓછી પડી રહી છે. આ સાથે, ટિકિટના વેચાણ માટે વિવિધ કિંમતની શ્રેણીની 9 શ્રેણીઓ બનાવવામાં આવી છે.

જ્યાં જનરલ કેટેગરીમાં ટિકિટની શરૂઆતી કિંમત 900 રૂપિયા રાખવામાં આવી છે. આ સિવાય બોક્સની રેન્જ 1200, 1400, 1700, 1800, 4000, 5000, 5500 અને VVIP માટે 9000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ IND Vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 અને ટેસ્ટ મેચની સિરીઝ, જાણો પુરુ શિડ્યુલ

આ પણ વાંચોઃ IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે રમાનારી T20 મેચના સ્થળે પહોંચ્યો એમએસ ધોની, વાયરલ થવા લાગ્યો માહિ નો Video

g clip-path="url(#clip0_868_265)">