AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: ધોનીએ બદલી નાખ્યું છે પાકિસ્તાનના બોલર ઉસ્માન તારીકનું જીવન, વિરોધી ટીમ માટે બન્યો છે ખતરો

T20 World Cup : પાકિસ્તાનનો રહસ્યમય સ્પિનર, ઉસ્માન તારિક, T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન, તેની બોલિંગ એકશનને કારણે સમાચારમાં સતત ચમકી રહ્યો છે. ઉસ્માન તારિકની અનોખી બોલિંગ એક્શન, વિરોધી ટીમના બેટ્સમેન માટે ગુંચવણભર્યો કોયડો બની ગયો છે. આગામી 15 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયાનો સામનો પાકિસ્તાન સામે છે, ત્યારે ઉસ્માન તારીકની બોલિંગ પણ અત્યારથી જ ચર્ચામાં છે.

IND vs PAK: ધોનીએ બદલી નાખ્યું છે પાકિસ્તાનના બોલર ઉસ્માન તારીકનું જીવન, વિરોધી ટીમ માટે બન્યો છે ખતરો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2026 | 2:28 PM
Share

Usman Tariq : T20 વર્લ્ડ કપ 2026 માં પાકિસ્તાનની ટીમ માટે એક નવુ એક્સ-ફેક્ટર ઉભરી આવ્યુ છે, આ એક્સ-ફેક્ટર એટલે ઉસ્માન તારિક. આ 28 વર્ષીય સ્પિનર ​​તેની અનોખી બોલિંગ એકશનથી બેટ્સમેનોને માત્ર પરેશાન તો કરી જ રહ્યો છે, પરંતુ તેની સાથોસાથ તેની જીંદગીની કહાની પણ દરેકનું ધ્યાન ખેંચી રહી છે. ઉસ્માન તારિકે ટી20 ક્રિકેટ વિશ્વકપ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક મેચ રમી છે અને ત્રણ વિકેટ લીધી છે. તેની બોલિંગ, ભારતીય બેટ્સમેનો માટે એક મોટો ખતરો માનવામાં આવે છે.

ઉસ્માનના હાથનું હાડકું ટીમ ઈન્ડિયા માટે મોટો ખતરો

ઉસ્માન તારિકની બોલિંગ એક્શન એકદમ અનોખી છે. બોલિંગ કરતી વખતે ઉસ્માન તારીકનો હાથ નીચેથી આવે છે, જેને ક્રિકેટની પરીભાષામાં સાઇડ-આર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બોલ નાખતા પહેલા ક્રિઝ ઉપર થોડા સમય માટે ઊભો રહી જાય છે. આના કારણે બોલ હવામાં ધીમે ધીમે ફરે છે, પરંતુ ક્યારેક તે ઝડપી પણ ફરે છે અને ટર્ન પણ થઈ શકે છે. બોલ નાખવાની ઉસ્માન તારીકની એકશન બેટ્સમેનોને ઉકેલવામાં મુશ્કેલ બનાવે છે. જોકે, તેની બોલિંગ એકશન પાછળ એક મહત્વપૂર્ણ કારણ છે, જે ઉસ્માન તારીકે પોતે જાહેર કર્યું છે.

ઉસ્માન તારીકે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, “મારી પાસે બે કોણી છે. મારો હાથ કુદરતી રીતે વળે છે. મને પરીક્ષણ કર્યા બાદ બોલિંગ નાખવા માટે ક્લિયર કરવામાં આવ્યો છે. દરેક વ્યક્તિ વિચારે છે કે હું મારા હાથને વાળું છુ અથવા કંઈક એવુ કરુ છું. મારો હાથ જૈવિક રીતે વળે છે.” બીજા શબ્દોમાં કહીએ તો, ઉસ્માન તારીકની બેવડી સાંધાવાળી કોણી તેને અન્ય બોલરોથી અલગ પાડે છે, અને તે તેનો સંપૂર્ણ લાભ બોલિંગ કરતી વખતે લે છે.

એમએસ ધોનીએ તેનું જીવન કેવી રીતે બદલ્યું?

ઉસ્માન તારીક અગાઉ દુબઈમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. તેની પાસે સારી નોકરી હતી. પરંતુ તેનું સ્વપ્ન ક્રિકેટ રમવાનું હતું જે તેને પુરુ કરવામાં ચૂકી ગયો હતો. આ સમય દરમિયાન, તેણે એમએસ ધોની બાયોપિક, “એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી” ફિલ્મ જોઈ. જેમાં ધોનીએ ક્રિકેટને આગળ વધારવા માટે ટિકિટ કલેક્ટર તરીકેની સરકારી નોકરી છોડી દીધી. એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મથી પ્રેરિત થઈને, ઉસ્માન તારીકે પોતાની દુબઈની નોકરી છોડીને પાકિસ્તાન પાછો ફર્યો. તેણે પોતાની રમત પર સખત મહેનત કરી અને હવે તે પાકિસ્તાન માટે મુખ્ય બોલર તરીકે ઓળખાવા લાગ્યો છે.

ઉસ્માન તારીકે 27 વર્ષની ઉંમરે પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે અત્યાર સુધીમાં પાકિસ્તાન માટે ચાર ટી20 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 5.93 ના ઇકોનોમી રેટથી 11 વિકેટ લીધી છે. તેણે એક ઇનિંગમાં ચાર વિકેટ પણ લીધી હતી.

ભારત પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મેચ ઉપરાંત ટી20 ક્રિકેટ વિશ્વકપ 2026ને લગતા તમામ મહત્વના સમચાર ત્વરીત જાણવા માટે તમે અહીં ક્લિક કરો.

આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
g clip-path="url(#clip0_868_265)">