ICC New Rule: 2 મિનિટનો નિયમ તોડ્યો તો બેટ્સમેન થશે આઉટ, ક્રિકેટના 8 નિયમ બદલાયા
ICCના નવા નિયમ મુજબ હવે T20ની જેમ ODI ક્રિકેટમાં પણ બેટ્સમેને પ્રથમ બોલ રમવા માટે તૈયાર રહેવું પડશે. ટી20 ક્રિકેટમાં જ્યારે વિકેટ પડે છે, ત્યારે બેટ્સમેને 90 સેકન્ડની અંદર પ્રથમ બોલ માટે તૈયાર રહેવું પડે છે.

ICC New Rule: 2 મિનિટનો નિયમ તોડ્યો તો બેટ્સમેન આઉટ થશે, ક્રિકેટના 8 નિયમો બદલાયાImage Credit source: Twitter
ICC New Rule: 1 ઓક્ટોબરથી નવા નિયમો અનુસાર ક્રિકેટ (Cricket) રમાશે. ICC (ICC New Rule)એ ક્રિકેટના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે, જેની રમત પર ઊંડી અસર પડી શકે છે. બોલને ચમકાવવા સુધીની તમામ બાબતો સામેલ છે. એટલું જ નહીં હવે T20 જેવો નિયમ ODI ક્રિકેટમાં પણ લાગુ થવો જોઈએ.
- પહેલો નિયમ- ICCના નવા નિયમ મુજબ હવે T20ની જેમ ODI ક્રિકેટમાં પણ બેટ્સમેને પ્રથમ બોલ રમવા માટે તૈયાર રહેવું પડશે. ટી20 ક્રિકેટમાં જ્યારે વિકેટ પડે છે, ત્યારે બેટ્સમેને 90 સેકન્ડની અંદર પ્રથમ બોલ માટે તૈયાર રહેવું પડે છે. હવે આ વખતે વનડે અને ટેસ્ટમાં 2 મિનિટનો હશે. મતલબ કે જો તે સમયે બેટ્સમેન પ્રથમ બોલ રમવા માટે તૈયાર ન હોય તો તેને આઉટ જાહેર કરવામાં આવશે.
- બીજો નિયમ- કોરોના વાયરસના કારણે ICCએ બોલ પર થૂંક લગાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે આ પ્રતિબંધ કાયમ માટે લાગુ કરવામાં આવ્યો છે. મતલબ કે હવે કોઈ ખેલાડી બોલ પર થુંક લગાવી શકશે નહીં. તેને માત્ર પરસેવાથી બોલને ચમકાવવાની મંજૂરી આપવામાં આવશે.
- ત્રીજો નિયમ- જો કોઈ બેટ્સમેન કેચ આઉટ થાય છે તો નવો બેટ્સમેન જ સ્ટ્રાઈક પર આવશે. ભલે બંને બેટ્સમેને કેચ પહેલા ક્રીઝ બદલી નાંખી હોય, પરંતુ નવા બેટ્સમેને આગામી બોલ રમવાનો રહેશે.
- ચોથો નિયમ- બેટ્સમેને પીચની અંદર રહીને શોટ રમવાનો હોય છે. મતલબ કે જો શોટ રમતી વખતે બેટ્સમેનનું બેટ અથવા શરીર પિચની બહાર જાય તો તેને રન ગણવામાં આવશે નહીં. અમ્પાયર તે બોલને ડેડ બોલ આપશે. જો કોઈ બોલ બેટ્સમેનને પિચની બહાર જવા માટે મજબુર કરે છે, તો તેને નો બોલ કહેવામાં આવશે.
- પાંચમો નિયમ- જો બોલરના રન-અપ દરમિયાન કોઈ પણ ખેલાડી જાણી જોઈને તેની જગ્યાએથી ખસે છે, તો અમ્પાયર ટીમ પર પાંચ રનનો દંડ લગાવશે.
- છઠ્ઠો નિયમ- Mankadingને હવે અયોગ્ય રમત સેક્શનમાંથી રનઆઉટ વિભાગમાં ખસેડવામાં આવ્યું છે. મતલબ કે હવે Mankadingને સામાન્ય રન આઉટ ગણવામાં આવશે.
- સાતમો નિયમ- પહેલા જો કોઈ બેટ્સમેન બોલર ક્રિઝ પર પહોંચે તે પહેલા આગળ વધી જાય તો બોલને ફેંકીને રનઆઉટ કરવાનો અધિકાર હતો, પરંતુ હવે તેને ડેડ બોલ કહેવામાં આવશે.
- આઠમો નિયમ- જાન્યુઆરી 2022થી T20માં નવો નિયમ લાગુ થશે. જેમાં ટીમોએ નિશ્ચિત સમયમાં ઓવર પૂરી કરવાની રહેશે. જ્યારે વધુ મોડું થાય ત્યારે ફિલ્ડિંગ ટીમે 30 યાર્ડની અંદર વધારાના ફિલ્ડરને લાવવો પડે છે. હવે આ જ નિયમ ODI ક્રિકેટમાં પણ લાગુ થશે. આ નિયમ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ 2023થી લાગુ થશે.