AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરતા IPL 2025 ફરી શરૂ થવાની આશા પર પાણી ફર્યું

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને BCCIએ તાત્કાલિક અસરથી IPL 2025 મુલતવી રાખ્યું હતું. જો કે 10 મે ના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ IPL 2025 ફરી શરૂ થવાની આશા વધી હતી, પરંતુ પાકિસ્તાને 4 કલાકમાં જ યુદ્ધવિરામનો ભંગ કરતા હવે ફરી IPL 2025 શરૂ થવાની આશા પર પાણી ફરી ગયું છે.

પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરતા IPL 2025 ફરી શરૂ થવાની આશા પર પાણી ફર્યું
IPL 2025Image Credit source: PTI
| Updated on: May 10, 2025 | 10:05 PM
Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 દિવસથી ચાલી રહેલા સંઘર્ષનો યુદ્ધવિરામ સાથે અંત આવતા IPL 2025 ફરી શરૂ થવાના ચાંસ વધી ગયા હતા, જો કે પાકિસ્તાને 4 કલાકમાં યુદ્ધવિરામનો ભંગ કરતા IPL 2025 ફરી શરૂ થવાની આશા પર પાણી ફરી ગયું છે.

પાકિસ્તાને 4 કલાકમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો

યુદ્ધવિરામની જાહેરાતના લગભગ 4 કલાક પછી, પાકિસ્તાને પંજાબના પઠાણકોટમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. થોડા સમય પહેલા, પઠાણકોટની આસપાસના વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. ડ્રોન દેખાતાની સાથે જ પઠાણકોટ અને ગુરદાસપુરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ થઈ ગયું હતું. જોકે અત્યાર સુધી કોઈ વિસ્ફોટનો અવાજ આવ્યો નથી, પરંતુ હવાઈ હુમલાની ચેતવણીના સાયરન સક્રિય થઈ ગયા હતા.

શ્રીનગરમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ‘X’ પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી. ઓમર અબ્દુલ્લાએ પોસ્ટમાં લખ્યું – ‘શ્રીનગરમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. આ કેવા પ્રકારનો યુદ્ધવિરામ છે.’

જમ્મુ, પંજાબ અને રાજસ્થાનમાં બ્લેકઆઉટ

યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકોમાં જ પાકિસ્તાને નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પઠાણકોટમાં ડ્રોન જોવા મળ્યા બાદ સાયરન વાગવા લાગ્યા હતા. આ સાથે જમ્મુ, પંજાબ અને રાજસ્થાનમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો. પંજાબના ફિરોઝપુરમાં ફરી એકવાર બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું.

ધર્મશાલામાં મેચ રોકવામાં આવી

પાકિસ્તાનની નાપાક હરકત બાદ ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાને દ્રોણ અને મિસાઈલથી હુમલો કરતા ધર્મશાલામાં 10 મેના રોજ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ અધવચ્ચે જ રદ્દ કરવામાં આવી હતી. જે બાદ બંને ટીમના ખેલાડીઓને સુરક્ષિત ધર્મશાલાથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. જે બાદ શનિવાર, 10 મેના રોજ તાત્કાલિક અસરથી યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી હતી.

યુદ્ધવિરામના ભંગ બાદ IPL ફરી શરૂ થવું મુશ્કેલ

યુદ્ધવિરામથી બંને દેશો વચ્ચેનો સંઘર્ષ હાલ પૂરતો શાંત થયો હોય તેવું લાગી રહ્યું હતું, જેનાથી ક્રિકેટ ચાહકોની IPL ફરી શરૂ થવાની આશાઓ પણ વધી ગઈ છે. પરંતુ પાકિસ્તાને 4 કલાકમાં જ યુદ્ધવિરામનો ભંગ કરતા IPL 2025 ફરી શરૂ થવાની આશા પર પાણી ફરી ગયું છે.

આ પણ વાંચો: ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બની આવી ઘટના, આખી ટીમ 192 રન બનાવીને રિટાયર્ડ આઉટ થઈ ગઈ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">