AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાની દિગ્ગજોનું વિવાદિત નિવેદન, કહ્યું- IPLને કારણે ટીમ ઈન્ડિયા હારી!

ભારતીય ટીમે વર્ષ 2007માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આઈપીએલ (Indian Primire League) આવતા વર્ષથી શરૂ થઈ હતી પરંતુ ત્યારથી ભારત T20 વર્લ્ડ કપ જીતી શક્યું નથી.

પાકિસ્તાની દિગ્ગજોનું વિવાદિત નિવેદન, કહ્યું- IPLને કારણે ટીમ ઈન્ડિયા હારી!
IPLને કારણે ટીમ ઈન્ડિયા હારીImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 4:19 PM
Share

ભારતીય ટીમ ફરી એક વખત ટી 20 વર્લ્ડકપ જીતવાનું ચૂકી ગઈ છે. એડિલેડમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં તેને ઈંગ્લેન્ડના હાથે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ ટીમનું ચેમ્પિયન બનવાનું સપનું તુટી ગયું છે. ભારતીય ટીમની સતત નિષ્ફળતાથી ટીમની અલોચના થઈ રહી છે. જેમાં પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીએ આઈપીએલનું કારણ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે, જ્યારથી આઈપીએલ શરુ થઈ છે ત્યારથી ભારતીય ટીમને ટી20માં સફળતા મળી નથી.

વર્ષ 2007માં પ્રથમ વખત ટી 20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતુ, ભારતે પાકિસ્તાનને હરાવી આ ખિતાબ જીત્યો હતો. તેના પછીના વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગની શરુઆત થઈ હતી. જ્યારથી આઈપીએલ શરુ થઈ છે ત્યારથી ભારત ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીતી શક્યું નથી. પાકિસ્તાનના પૂર્વ ખેલાડીનું માનવું છે કે, આઈપીએલથી ભારતીય ટીમને કોઈ ફાયદો થયો નથી.

આઈપીએલ થી ખેલાડીઓ પર દબાવ વધે છે

પાકિસ્તાનના સ્પોર્ટસ ચેનલની પેનલમાં વસીમ અકરમ,શોએબ મલિક, વસીમ અકરમ અને મિસ્બાહ ઉલ હક ભારતની હાર પર ચર્ચા કરી રહ્યા હતા. કાર્યક્રમને હોસ્ટ કરી રહેલા વ્યક્તિએ કહ્યું કે, આઈપીએલ પૈસા બનાવવા માટે સારી લીગ છે પરંતુ ટીમ ઈન્ડિયાને ફાયદો થયો નથી. વકાર યુનૂસે આગળ કહ્યું કે, આઈપીએલ મેગા ઈવેન્ટ હોય છે. અહિ મોટી કંપનીઓ પૈસા લગાવે છે. એવામાં જ્યારે ખેલાડી આંતરરાષ્ટ્રીય મેચ રમ છે તો તેના પર વધારે દબાવ હોય છે જેના કારણે તે ખુલ્લીને રમી શકતા નથી. તમે જુઓ રાહુલ,રોહિત અને કોહલી તેની ટી20માં સેન્ચુરી છે પરંતુ તે વર્લ્ડકપમાં ચાલ્યા નહિ.

ભારતીય ખેલાડીઓએ વિદેશી લીગમાં રમવું જોઈએ.

વસીમ અકરમે શોએબ મલિકને પુછ્યું કે, શુંભારતીય ખેલાડીઓએ વિદેશી લીગમાં રમવું જોઈએ? તેના જવાબમાં મલિકે કહ્યું, ‘ભારતીય યુવા ખેલાડીઓને આઈપીએલથી ઘણું એક્સપોઝર મળે છે. તે મોટા ખેલાડીઓની સાથે સાથે તેમની સામે પણ રમે છે. જો કે, વિદેશી લીગમાં રમવાથી અલગ રીતે મદદ મળે છે. જુદી જુદી પરિસ્થિતિઓ જોવામાં આવે છે અને જ્યારે તમે લીગમાં વિદેશી ખેલાડી તરીકે રમો છો, ત્યારે તમે એક અલગ જવાબદારી અનુભવો છો. જો કે, ચાહકો માને છે કે આ નિવેદનો વાહિયાત છે કારણ કે પાકિસ્તાન પોતે PSLનું આયોજન કરે છે. અનુભવી ખેલાડીઓ ઈર્ષ્યાના કારણે આવું કહી રહ્યા છે.

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">