AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lalit Modi: મીડિયા રાઈટ્સ ઓક્શન પર લલિત મોદીએ કહ્યું, ‘મેં આઈપીએલ બનાવ્યું અને મારા નામ પર જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો’

IPL Media Rights: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના મીડિયા અધિકારો (IPL Media Rights)ની હરાજી થઈ, ત્યારે લલિત મોદી (Lalit Modi)એ તેના પર ટિપ્પણી કરી છે. લલિત મોદી કહે છે કે મેં આઈપીએલ બનાવી છે, આ વાસ્તવિક હકીકત છે.

Lalit Modi: મીડિયા રાઈટ્સ ઓક્શન પર લલિત મોદીએ કહ્યું, 'મેં આઈપીએલ બનાવ્યું અને મારા નામ પર જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો'
Lalit Modi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 11:34 PM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો ઉલ્લેખ હોય અને લલિત મોદી (Lalit Modi) ચર્ચામાં ન હોય એવું ભાગ્યે જ બને છે. મીડિયા રાઈટ્સની હરાજી (IPL Media Rights)થી આઈપીએલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. બીસીસીઆઈ (BCCI)એ તેમાંથી 48 હજાર કરોડની કમાણી કરી છે. આ દરમિયાન જ્યારે સોશિયલ મીડિયા પર આને લગતું કંઈક થયું, ત્યારે IPLના પિતા કહેવાતા લલિત મોદીએ પોતાનો અભિપ્રાય આપ્યો. એક ટ્વિટના જવાબમાં લલિત મોદીએ કહ્યું કે તેમણે (IPL) મારા નામ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. કોમેન્ટ્રી દરમિયાન પણ મારું નામ ન લઈ શકાય. આ તેમના અંદર જ એક ડર છે. કારણ કે તેઓએ આઇપીએલને બનાવવા માટે કંઈ કર્યું નથી. મને કોઈ વાંધો નથી. તેઓ નાના મનના છે. પરંતુ એ હકીકત બદલી શકાતી નથી કે મેં આઈપીએલ બનાવી છે. મારા માટે તે પૂરતું છે.

તમને જણાવી દઈએ કે, લલિત મોદીએ આ જવાબ એક ટ્વીટ પર આપ્યો હતો. જેમાં લખ્યું હતું કે, BCCIએ લલિત મોદીનો આભાર માનવો જોઈએ કારણ કે તેમના વિના આ બધુ શક્ય ન હતું.

નોંધનીય છે કે લલિત મોદી તે લોકોમાંથી એક છે જેમણે IPL શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. લલિત મોદી આઇપીએલના પ્રથમ અધ્યક્ષ હતા અને તેમના નેતૃત્વમાં તેની શરૂઆત કરવામાં આવી હતી. જો કે બાદમાં બીસીસીઆઈ સાથે તેના સંબંધો બગડ્યા અને ઘણા આરોપો લાગ્યા. લલિત મોદી લાંબા સમયથી દેશની બહાર છે.

IPL મીડિયા રાઈટ્સ કુલ 48 હજાર કરોડથી વધુમાં વેચાયા

જો આપણે IPL મીડિયા અધિકારો (IPL Media Rights)ની વાત કરીએ તો ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ IPL 2023થી IPL 2027 સુધીના મીડિયા અધિકારો વેચ્યા છે. તેની કુલ કિંમત 48 હજાર કરોડથી વધુ થઈ ગઈ છે. આ વખતે સ્ટારે ટીવી રાઈટ્સ ખરીદ્યા છે. જ્યારે ડિજિટલ રાઇટ્સ વાયાકોમ-18ને ગયા છે.

g clip-path="url(#clip0_868_265)">