IPL 2025 : BCCIએ જેના પર લગાવ્યો હતો પ્રતિબંધ, હવે તે આ IPL ટીમનો બનશે હેડ કોચ
IPL 2025 સિઝનની મેગા ઓક્શન પહેલા પણ ઘણી ફ્રેન્ચાઈઝી તેમના કોચિંગ સ્ટાફની શક્ય તેટલી વહેલી તકે નિમણૂક કરવા પર ભાર આપી રહી છે, જેથી કરીને જાળવી રાખવાની સાથે સાથે હરાજીની વ્યૂહરચના પણ બનાવી શકાય. દિલ્હી કેપિટલ્સ પણ આ જ પ્રયાસો કરી રહી છે અને 2003 વર્લ્ડ કપમાં રમી ચૂકેલા ભૂતપૂર્વ ભારતીય ખેલાડીને તેના કોચ તરીકે નિયુક્ત કરી શકે છે.
IPLની આગામી સિઝનની તૈયારીઓ પણ ચાલી રહી છે. તમામ 10 ફ્રેન્ચાઈઝી માત્ર ખેલાડીઓને જાળવી રાખવા પર કામ કરી રહી નથી, પરંતુ તેમના કોચિંગ સ્ટાફમાં પણ મોટા ફેરફારો કરી રહી છે. રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સમાં નવા મુખ્ય કોચની નિમણૂક બાદ હવે દિલ્હી કેપિટલ્સ પણ આવું જ પગલું લઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને હટાવ્યા બાદ દિલ્હી કેપિટલ્સ નવા મુખ્ય કોચની શોધમાં છે અને આ રેસમાં ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર હેમાંગ બદાનીનું નામ સૌથી આગળ છે. ભૂતપૂર્વ ડાબોડી બેટ્સમેન બદાની અગાઉ પણ IPLમાં વિવિધ ટીમોના કોચિંગ સ્ટાફમાં કામ કરી ચૂક્યો છે.
DCના કોચ બનશે હેમાંગ બદાની !
PTIના અહેવાલ મુજબ, IPL સાથે સંબંધિત સૂત્રોએ દાવો કર્યો છે કે દિલ્હી કેપિટલ્સ તેના કોચિંગ સ્ટાફ માટે માત્ર ભારતીય નામો પર વિચાર કરી રહી છે અને આ કિસ્સામાં, મુખ્ય કોચની ભૂમિકા માટે હેમાંગ બદાનીનું નામ સૌથી આગળ છે. બદાની, જેણે ભારત માટે 44 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, તે અગાઉ સનરાઈઝર્સ હૈદરાબાદમાં બ્રાયન લારાના કોચિંગ સ્ટાફનો ભાગ હતો, જ્યાં ફિલ્ડિંગ કોચ ઉપરાંત સ્કાઉટ તરીકે પણ કામ કરતો હતો.
Former India batter Hemang Badani’s name has emerged as a leading contender for Delhi Capitals’ head coach role, while the franchise seems to have finalized their three retentions ahead of the mega-auction.#IPL2025 #DC https://t.co/e6Eh0zJPkN
— Circle of Cricket (@circleofcricket) October 16, 2024
ICLમાં ભાગ લેવા પર BCCIએ પ્રતિબંધ મૂક્યો
તમિલનાડુનો ભૂતપૂર્વ બેટ્સમેન જે 2003 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ હતો, તેના પર BCCI દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેનું કારણ તેનું ઈન્ડિયન ક્રિકેટ લીગ (ICL)માં જોડાવું હતું. 2008માં IPLની શરૂઆત પહેલા ઝી નેટવર્કે ICLની શરૂઆત કરી હતી, જેમાં ભારત અને પાકિસ્તાન સહિત વિશ્વભરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. બદાની પણ આ લીગમાં ચેન્નાઈ સુપરસ્ટાર્સનો ભાગ બન્યો હતો. BCCIએ ICLમાં ભાગ લેનારા ખેલાડીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, 2009માં પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો અને તેને પુનરાગમનની તક આપવામાં આવી હતી અને ત્યારબાદ બદાનીને 2010માં ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો હતો.
DELHI CAPITALS NEWS
Pant (18 Cr), Axar (14 Cr), Kuldeep (11 Cr) are likely to be retentions. Hemang Badani is a possible front runner for Head Coach. Munaf Patel is likely to be the bowling Coach.#IPL2025 #IPL #IPLAuction #DelhiBreaking @IPL pic.twitter.com/MWPRGiQHYJ
— CBMCRICKET (@CBMCRICKET) October 16, 2024
મુનાફ પટેલ પણ રેસમાં
બદાનીની સાથે ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર મુનાફ પટેલનું નામ પણ સામે આવ્યું છે. 2011માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો મહત્વનો હિસ્સો રહેલા મુનાફને બોલિંગ કોચની ભૂમિકા માટે પસંદ કરી શકાય છે, હેડ કોચની નહીં. દિલ્હી કેપિટલ્સે છેલ્લી સિઝન બાદ જ રિકી પોન્ટિંગને કોચ પદ પરથી હટાવી દીધા હતા. પોન્ટિંગ 2018માં ટીમના મુખ્ય કોચ બન્યા હતા અને તેમના નેતૃત્વમાં ટીમ 2020માં પ્રથમ વખત ફાઈનલમાં પહોંચી હતી. જો કે, 7 સીઝન હોવા છતાં, પોન્ટિંગ ટીમને ટાઈટલ સુધી લઈ જઈ શક્યો ન હતો, જેના કારણે હવે તેને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: કાવ્યા મારન પેટ કમિન્સ નહીં આ ખેલાડીને 23 કરોડ રૂપિયા આપશે, ટ્રેવિસ હેડ-અભિષેક શર્મા પર ચોંકાવનારો નિર્ણય