AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાર્દિક પંડ્યાના ટ્રેડિંગ પર KKR ને મળી ‘મોટો દાવ’ રમવાની સલાહ, હવે શું કોલકાતા આપશે આ 2 ખેલાડીઓની કુરબાની?

IPL 2027 પહેલાં હાર્દિક પંડ્યા કઈ ટીમમાં જશે, તેને લઈને ચર્ચા ગરમ થઈ છે. અફવાઓ વચ્ચે હવે હાર્દિક KKR (કોલકાતા નાઇટ રાઇડર્સ) માં જોડાય તેવી સૌથી વધુ શક્યતા દેખાઈ રહી છે. એવામાં ભારતીય પૂર્વ ક્રિકેટરનું કહેવું છે કે, હાર્દિકને પોતાની ટીમમાં લાવવા માટે કોલકાતાએ પોતાના બે ખેલાડીને ટીમમાંથી બહાર કરવા પડશે.

હાર્દિક પંડ્યાના ટ્રેડિંગ પર KKR ને મળી 'મોટો દાવ' રમવાની સલાહ, હવે શું કોલકાતા આપશે આ 2 ખેલાડીઓની કુરબાની?
| Updated on: Aug 16, 2026 | 8:48 PM
Share

IPL 2027 પહેલા હાર્દિક પંડ્યાના ટ્રેડના સમાચાર સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. હાર્દિક કઈ ટીમમાં જશે, તેને લઈને અલગ-અલગ પ્રકારની અફવાઓ સામે આવી રહી છે. એક અફવા ગુજરાતને લઈને છે કે, હાર્દિક આ ટીમમાં કેપ્ટન તરીકે પરત ફરવા માગતો હતો પરંતુ ટીમ મેનેજમેન્ટને આ મંજૂર નહોતું.

હાર્દિક જે ટીમમાં જાય તેની સૌથી વધુ શક્યતા કેકેઆર (KKR) છે. KKR માં હાર્દિક જો જાય છે તો ટીમે સામે કયા બે ખેલાડી આપવા પડશે, તેને લઈને કેએસ શ્રીકાંતે એક સૂચન આપ્યું છે.

કેએસ શ્રીકાંતે આપ્યું ‘સૂચન’

કેએસ શ્રીકાંતે જણાવ્યું કે, કોલકાતાએ પોતાના બે મહત્વના ખેલાડી રિંકુ સિંહ અને હર્ષિત રાણાની કુરબાની આપવી પડશે, ત્યારે જઈને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન આ ટીમ સાથે જોડાઈ શકે છે. અજિંક્ય રહાણેના નિવૃત્તિ (રિટાયરમેન્ટ) પછી KKR ને કેપ્ટનની જરૂર છે અને હાર્દિક તેમાં ફિટ બેસે છે.

રિંકુ સિંહ અને હર્ષિત રાણા બંનેની કમ્બાઈન્ડ પ્રાઈઝ 17 કરોડ છે. રિંકુ અને હર્ષિત રાણા કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ખેલાડી નથી. તેમણે કહ્યું કે, રિંકુના જવાથી KKR ને બહુ નુકસાન નહીં થાય. જો કે, હર્ષિત રાણાના જવાથી ટીમને નુકસાન થઈ શકે છે.

દિલ્હી કેપિટલ્સ સાથે પણ જોડાયું નામ

હાર્દિકના ટ્રેડના સમાચાર દિલ્હી કેપિટલ્સ સાથે પણ જોડાયેલા હતા પરંતુ શ્રીકાંત તેની સખત વિરુદ્ધમાં હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, દિલ્હી કેપિટલ્સ અક્ષર પટેલના બદલામાં હાર્દિકને લેવા માગતી હતી પરંતુ પાંચ વખતની ચેમ્પિયન ટીમ માટે આ ટ્રેડમાં કોઈ ખાસ ફાયદો દેખાઈ રહ્યો નહોતો.

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં છેલ્લી બે સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે સંઘર્ષ કર્યો હતો. IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 9 મા નંબરે રહી હતી. હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમ માત્ર 4 મેચ જીતી શકી હતી. વર્ષ 2025 માં ટીમ ચોથા નંબરે રહી હતી.

30 મેચ અને 30 મેદાન! જયસ્વાલે સ્ટેડિયમમાં પગ મૂકતાં જ રચ્યો ‘ઈતિહાસ’, સચિનના નકશેકદમ પર ચાલીને બનાવ્યો ‘અનોખો રેકોર્ડ’

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">