આ ભારતીય ક્રિકેટર પહેરે છે સૌથી મોંઘી ઘડિયાળ, 7 ખેલાડીઓની કુલ સંપત્તિ કરતાં પણ વધુ છે કિંમત
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓ કરોડોની સંપત્તિના માલિક છે. તેમની લાઈફસ્ટાઈલમાં લક્ઝુરિયસ કાર, વિદેશી ટ્રિપ્સ અને ડિઝાઈનર કપડાં સાથે મોંઘી ઘડિયાળનો શોખ પણ ખાસ મહત્વ ધરાવે છે. પરંતુ હાલમાં ચર્ચાનો વિષય એ છે કે ભારતીય ટીમના એક ખેલાડી પાસે એવી ઘડિયાળ છે, જેની કિંમત એટલી વધુ છે કે એશિયા કપ 2025 માટે પસંદ થયેલી ટીમના 7 ખેલાડીઓની કુલ સંપત્તિ કરતાં પણ વધારે છે.

કયા ભારતીય ક્રિકેટર પાસે સૌથી મોંઘી ઘડિયાળ છે? આ પ્રશ્નના જવાબમાં, તમે પહેલા વિરાટ કોહલી, એમએસ ધોની અથવા રોહિત શર્માનું નામ લેશો. પરંતુ, આ અંગે જે રિપોર્ટ બહાર આવ્યો છે તેમાં ભારતીય ક્રિકેટના આ દિગ્ગજોમાંથી કોઈનું નામ નથી. Watchspotter.in એ ભારતમાં સૌથી મોંઘી ઘડિયાળ પહેરનારા લોકોની યાદી બહાર પાડી છે, જેમાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એકમાત્ર ક્રિકેટર છે.
હાર્દિક પંડ્યા પાસે 43 કરોડની ઘડિયાળ
હાર્દિક પંડ્યા આ યાદીમાં અનંત અંબાણી અને સલમાન ખાન પછી ત્રીજા નંબરે છે. હવે પ્રશ્ન એ છે કે હાર્દિક પંડ્યા પાસે કઈ ઘડિયાળ છે અને તેની કિંમત કેટલી છે? હાર્દિક પંડ્યા પાસે સૌથી મોંઘી ઘડિયાળ બ્રાન્ડ પાટેક ફિલિપ (Patek Philippe) છે. આ ઘડિયાળની માર્કેટ પ્રાઈઝ ભારતીય રૂપિયામાં 43 કરોડ છે. એટલે કે તે એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરાયેલા ઘણા ખેલાડીઓની નેટવર્થ કરતાં વધુ છે.
View this post on Instagram
ખેલાડીઓની સંપત્તિ કરતાં વધુ ઘડિયાળની કિંમત
હવે પ્રશ્ન એ છે કે એશિયા કપ 2025 ટીમ ઈન્ડિયામાં એવા ખેલાડીઓ કોણ છે જેમની કુલ સંપત્તિ હાર્દિક પંડ્યાની સૌથી મોંઘી ઘડિયાળની કિંમત કરતાં પણ ઓછી છે. એશિયા કપ ટીમમાં આવા 7 નામ છે, જેમાં જીતેશ શર્મા, રિંકુ સિંહ, તિલક વર્મા, અભિષેક શર્મા, શિવમ દુબે, હર્ષિત રાણા અને કુલદીપ યાદવનો સમાવેશ થાય છે. આ બધા ખેલાડીઓની કુલ સંપત્તિ 35 કરોડ રૂપિયાથી ઓછી છે.
હાર્દિક પંડ્યાની કુલ સંપત્તિ કેટલી છે?
એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હાર્દિક પંડ્યા પાસે 43 કરોડ રૂપિયાની મોંઘી ઘડિયાળ છે. આવી સ્થિતિમાં, તેની પોતાની કુલ સંપત્તિ જાણવી રસપ્રદ બની જાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિકની કુલ સંપત્તિ 100 કરોડ રૂપિયા (98.25 કરોડ) ની નજીક છે. હાર્દિક પંડ્યા પાસે ઘડિયાળોનું કલેક્શન છે જેની કિંમત લાખથી લઈને કરોડો રૂપિયા સુધી છે.
આ પણ વાંચો: વર્લ્ડ કપ 2025 માટે રેકોર્ડબ્રેક ઈનામી રકમની જાહેરાત, જય શાહે આપી મોટી ભેટ
